Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં MGVCLએ 50 લાખની વીજચોરી પકડી:શહેરના પશ્ચિમ વિસ્તારમાં 900થી વધુ કનેક્શન તપાસ્યા

    3 days ago

    ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં MGVCL દ્વારા વીજચોરી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં MGVCLની ટીમોએ 50 લાખ રૂપિયાથી વધુની વીજચોરી ઝડપી પાડી છે. વીજચોરી ડામવા માટે GUVNLની 33 જેટલી સંયુક્ત ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ ટીમોએ કુલ 900થી વધુ વીજ કનેક્શનની તપાસ કરી હતી. તપાસ કરાયેલા વિસ્તારોમાં સાતપુલ, ગુહ્યા મોહલ્લા, પોલન બજાર, ઇમરાન મસ્જિદ, રાટા પ્લોટ, ગેની પ્લોટ, માસુમ મસ્જિદ, સિગ્નલ ફળિયા, હયાતની વાડી અને મકસુદ ડેરીનો સમાવેશ થાય છે. આ સઘન ચેકિંગ દરમિયાન કુલ 45 જેટલા વીજ જોડાણોમાં વીજચોરી પકડાઈ હતી. પ્રાથમિક અંદાજ મુજબ, પકડાયેલી વીજચોરીનો આંકડો 50 લાખ રૂપિયાથી વધુનો છે. MGVCLની આ આકસ્મિક અને વ્યાપક કાર્યવાહીથી વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    ડોલવણ તાલુકામાં મેઘમહેર:તાપી જિલ્લામાં સરેરાશ સાડા ચાર ઈંચ વરસાદ, તંત્ર હાઈએલર્ટ પર
    Next Article
    હળવદમાં પતિએ પત્નીની હત્યા કરી:પારિવારિક ઝઘડામાં ધારિયાથી હુમલો કર્યો, ગણતરીના કલાકોમાં આરોપી પતિની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment