Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડાંગમાં ભારે વરસાદથી કોટમદર ગામ બે દિવસથી સંપર્કવિહોણું:સાપુતારામાં ઘાટ માર્ગ જોખમી, સર્પગંગા તળાવ ઓવરફલો

    3 days ago

    ડાંગ જિલ્લામાં છેલ્લા બે સપ્તાહથી વરસી રહેલા અવિરત વરસાદે સાપુતારા પંથકમાં જનજીવનને વ્યાપક અસર પહોંચાડી છે. ઘાટ માર્ગો જોખમી બન્યા છે, જ્યારે કોટમદર ગામ છેલ્લા બે દિવસથી સંપર્કવિહોણું બન્યું છે. જોકે, સર્પગંગા તળાવ ઓવરફલો થતાં પાણીની સમસ્યા હળવી થઈ છે. સાપુતારા તરફ જતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભારે વરસાદને કારણે અત્યંત જોખમી બન્યો છે. ઘાટ વિસ્તારમાં અનેક સ્થળોએ પથ્થરો અને માટીના ભેખડો માર્ગ પર ધસી રહ્યા છે, તેમજ મોટા વૃક્ષો ધરાશાયી થઈ રહ્યા છે. ગાઢ ધુમ્મસને કારણે દૃશ્યતા ઘટતાં અકસ્માતની શક્યતા વધી છે. સ્થાનિકોના મતે, રસ્તા પરથી ભેખડો અને વૃક્ષો હટાવવાની કામગીરી ધીમી હોવાથી ચિંતા વ્યાપી છે. સાપુતારાની તળેટીમાં આવેલું કોટમદર ગામ છેલ્લા બે દિવસથી સંપર્કવિહોણું છે. કોટમદરથી જાખાનાને જોડતા ડૂબાઉ કોર્વે પરથી કોતરના ધસમસતા પાણી ફરી વળતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. આ કારણે 108 એમ્બ્યુલન્સ સહિતની ઇમરજન્સી સેવાઓ ગામ સુધી પહોંચી શકતી નથી. ગ્રામજનો વર્ષોથી આ સ્થળે ઊંચો પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી ન થતાં રોષ જોવા મળી રહ્યો છે. સતત વરસાદને કારણે સાપુતારાનું સર્પગંગા તળાવ ઓવરફલો થયું છે. થોડા સમય અગાઉ પાણીની અછતની ચિંતા વચ્ચે રહેલું આ તળાવ હવે સંપૂર્ણ ભરાઈ જતાં સ્થાનિકોમાં રાહતનો માહોલ છે. સ્થાનિક રહેવાસીઓ માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત ગણાતું આ તળાવ ભરાઈ જતાં પાણીની સમસ્યા દૂર થઈ છે. નવાગામના તળાવમાં પણ પાણીનો સારો એવો જથ્થો એકત્ર થયો છે. વરસાદી માહોલને પગલે વહીવટી તંત્રએ પ્રવાસીઓ અને વાહનચાલકોને ઘાટ માર્ગ પર સાવચેતીપૂર્વક મુસાફરી કરવા, બિનજરૂરી પ્રવાસ ટાળવા અને પાણી ભરાયેલા માર્ગો કે કોર્વે પરથી પસાર ન થવાની અપીલ કરી છે. હાલ સમગ્ર સાપુતારા પંથકમાં વરસાદી સ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    હળવદમાં પતિએ પત્નીની હત્યા કરી:પારિવારિક ઝઘડામાં ધારિયાથી હુમલો કર્યો, ગણતરીના કલાકોમાં આરોપી પતિની ધરપકડ
    Next Article
    ડિજિટલ અરેસ્ટ કરતી ઇન્ડસ્ટ્રી એક્સપોઝ, કંબોડિયા-મલેશિયા પહોંચ્યું ભાસ્કર:ભરતીથી ટ્રેનિંગ સુધી કંપની જેવું નેટવર્ક; 55 દિવસની તપાસ, કાલથી વાંચો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment