Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિરાગસાગરજી મહારાજનો સમાધિ દિવસ ઉજવાયો:ગાંધીનગર જૈન મંદિરમાં મહાઅભિષેક અને દિવ્ય મહાઆરતીનું આયોજન

    12 hours ago

    ગાંધીનગરના સેક્ટર-21 સ્થિત મહાવીર સ્વામી દિગંબર જૈન દેરાસર ખાતે પરમ પૂજ્ય રાષ્ટ્રસંત ગણાચાર્ય વિરાગસાગરજી મહારાજનો બીજો સમાધિ દિવસ 05 જુલાઈ, 2026, રવિવારના રોજ ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે મહાઅભિષેક, મહાપૂજન અને દિવ્ય મહાઆરતી જેવા ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.સમગ્ર કાર્યક્રમ મુનિ સુદત્તસાગરજી મહારાજ, પ્રસન્નમના મુનિ પ્રણુતસાગરજી મહારાજ અને આર્યિકા માતાજીના સાનિધ્યમાં યોજાયો હતો. આ પ્રસંગે પ્રણુતસાગરજી મહારાજે જણાવ્યું હતું કે ગુરુ બનવું આસાન નથી. તેમણે વિરાગસાગરજી મહારાજને 'હરતી ફરતી લાયબ્રેરી' ગણાવ્યા હતા અને કહ્યું કે દરેક સાધુ એક એક ગ્રંથ સમાન છે. તેમણે વિરાગસાગરજી મહારાજને એવા 'મેનેજમેન્ટ ગુરુ' તરીકે વર્ણવ્યા જે શિષ્યની તકલીફ પોતે લઈ લેતા અને પોતાની તકલીફ કોઈને જણાવતા નહોતા.આ સમાધિ દિવસ નિમિત્તે મેહુલ દોશીના હસ્તે બ્લેક માર્બલ ડસ્ટમાંથી બનાવેલ વિરાગસાગરજી મહારાજના પોટ્રેટનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ જ દિવસે વીતરાગ નવયુવક મંડળ ગાંધીનગર દ્વારા કાયમી ધોરણે જીવદયાના કાર્યો માટે "કરુણા મૈત્રી દિગંબર સમિતિ" નામની નવી સમિતિની રચના કરવામાં આવી હતી.સાંજે સહસ્ત્રકમળ અને દીવડાઓથી દિવ્ય મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આરતીમાં ધારાસભ્ય શ્રીમતી રીટાબેનનો સંદેશો વાંચવામાં આવ્યો હતો, જ્યારે કોર્પોરેટર હેમાબેન અને કિંજલભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ મહોત્સવમાં સમગ્ર ગુજરાતમાંથી 800 કરતાં વધુ જૈન પરિવારો ઉત્સાહભેર જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    દીવાન-બલ્લુભાઈ શાળામાં પારિવારિક દિવસની ઉજવણી:બાળકોમાં સંસ્કાર સિંચન હેતુ કાર્યક્રમ યોજાયો
    Next Article
    રથયાત્રા પૂર્વે 6 હથિયારો સાથે શખ્સ ઝડપાયો:અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કાંચીડાની ધરપકડ કરી; વેપારી સાથે રૂ. 52.16 લાખની છેતરપિંડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment