Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રથયાત્રા પૂર્વે 6 હથિયારો સાથે શખ્સ ઝડપાયો:અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કાંચીડાની ધરપકડ કરી; વેપારી સાથે રૂ. 52.16 લાખની છેતરપિંડી

    13 hours ago

    ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પહેલાં અમદાવાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદે હથિયારો સામે મોટી કાર્યવાહી કરતાં કરણસિંહ ઉર્ફે કાંચીડા સોલંકીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી કુલ રૂ. 82 હજારની કિંમતના 6 હથિયારો અને 21 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. તો બીજા બનાવની વાત કરીએ તો હાંસોલમા રહેતા વેપારી સાથે 52.16 લાખની છેતરપિંડી થતા બે સામે ફરિયાદ નોંધાઈ છે. ચાર દેશી તમંચા, એક પિસ્તોલ અને એક બાર બોરનો તમંચો જપ્ત ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન કરણસિંહ ઉર્ફે કાંચીડા સોલંકી પાસેથી ચાર દેશી તમંચા, એક પિસ્તોલ અને એક બાર બોરનો તમંચો મળી આવ્યો હતો. ઉપરાંત 21 જીવતા કારતૂસ પણ કબજે કરવામાં આવ્યા છે. પોલીસે આરોપી સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.પોલીસ હવે આરોપીએ હથિયારો ક્યાંથી મેળવ્યા, તેનો ઉપયોગ શેના માટે થવાનો હતો અને તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં તે દિશામાં તપાસ કરી રહી છે. બીજો બનાવ વેપારી સાથે રૂ. 52.16 લાખની છેતરપિંડી, બે સામે ફરિયાદ હાંસોલમાં રહેતા અને ડ્રેસ મટિરિયલના વેપારી પવન મોતીયાણીએ સરદારનગરના નરેન્દ્ર ખેમનાની અને રાજુ ખેમનાની વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં રૂ. 52.16 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ વર્ષ 2017માં નરેન્દ્ર ખેમનાની સાથે કપડાના વેપારની શરૂઆત કરી હતી. વર્ષ 2017થી 2021 દરમિયાન થયેલા વેપારમાં રૂ. 3.16 લાખ લેણાં બાકી રહ્યા હતા. ચેક બાઉન્સ થતાં છેતરપિંડી બહાર આવી ત્યારબાદ મિત્રતાના સંબંધને કારણે પવને નરેન્દ્રને રૂ. 24 લાખ રોકડા આપ્યા હતા, પરંતુ પૈસા પરત ન આપતા કુલ રૂ. 27.16 લાખની છેતરપિંડી થઈ હતી. પછી નરેન્દ્રે પોતાના પિતરાઈ ભાઈ રાજુ ખેમનાની સાથે પરિચય કરાવી પવન પાસેથી વધુ રૂ. 25 લાખ લીધા હતા. તેના બદલામાં અપાયેલો ચેક બાઉન્સ થતાં છેતરપિંડી બહાર આવી હતી. આમ બંનેએ મળીને પવન મોતીયાણી સાથે કુલ રૂ. 52.16 લાખની છેતરપિંડી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વિરાગસાગરજી મહારાજનો સમાધિ દિવસ ઉજવાયો:ગાંધીનગર જૈન મંદિરમાં મહાઅભિષેક અને દિવ્ય મહાઆરતીનું આયોજન
    Next Article
    તાપીમાં મીંઢોળા નદી બે કાંઠે, કોઝવે પાણીમાં ગરકાવ:બાજીપુરાના 5થી વધુ ફળિયાઓ સંપર્ક વિહોણા, પોલીસ બંદોબસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment