Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દહેજમાં 5 લાખ માંગનાર શિક્ષક પતિ સામે ગુનો નોંધાયો:લગ્નના થોડા સમય બાદ શારીરિક-માનસિક ત્રાસ આપી પત્નીને કાઢી મૂકી, સમાધાન ન થતા ફરિયાદ

    7 hours ago

    હારીજ ખાતે રહેતી પરિણીતા પાસેથી નોકરીના ખર્ચ પેટે પિયરમાંથી 5 લાખ રૂપિયાનું દહેજ લાવવાની માંગણી કરી શારીરિક-માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકનાર શિક્ષક પતિ વિરુદ્ધ હારીજ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. તથા દહેજ પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હારીજની અંબેશ્વર ટાઉનશીપમાં પિયરમાં રહેતી 32 વર્ષીય મહિલા ના લગ્ન 26/02/2024ના રોજ પાટણ તાલુકાના અનાવાડા ગામના વતની ભરતભાઈ બળવંતભાઈ પ્રજાપતિ સાથે સામાજિક રીતરિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ બે મહિના અનાવાડા ખાતે રહ્યા પછી ભરતભાઈને ખેડબ્રહ્મા ખાતે શિક્ષકની નોકરી હોવાથી સંયુક્ત પરિવાર ખેડબ્રહ્મા રહેવા ગયો હતો. લગ્નના એક મહિના બાદ પતિ દ્વારા નાની-નાની બાબતોમાં વહેમ રાખી, રસોઈ તેમજ ઘરકામ બાબતે મહેણાં-ટોણાં મારી માનસિક ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. શિક્ષક પતિએ પોતાની નોકરી પાછળ ખર્ચ થયેલો હોવાનું જણાવી પિયરમાંથી દહેજ પેટે 5 લાખ રૂપિયા લાવવા માટે સતત દબાણ અને પજવણી શરૂ કરી હતી. આશરે 6 મહિના અગાઉ પરિણીતાને ખેડબ્રહ્મા ખાતેથી કાઢી મુકાતા તેઓ પિયર હારીજ આવી ગયા હતા. પરિવારજનોએ ઘર સંસાર ન બગડે તે માટે 08/08/2026 ના રોજ ફરી સાસરીમાં મોકલ્યા હતા, પરંતુ 09/08/2026 ના રોજ પતિએ ફરીથી તકરાર કરી ઘરમાંથી કાઢી મૂક્યા હતા. આ મામલે સામાજિક સ્તરે સમાધાનના પ્રયાસો નિષ્ફળ રહેતા આખરે મહિલા એ હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે પતિ ભરતભાઈ બળવંતભાઈ પ્રજાપતિ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને દહેજ પ્રતિબંધ અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ કક્ષાના અધિકારીને આગળની તપાસ સોંપી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં 20 ફૂટ ઊંડી ખુલ્લી ગટરમાં પ્રજ્ઞાચક્ષુ બાળકી ખાબકી:માતા રિક્ષાનું ભાડું ચૂકવતી હતી'ને બાળકી ગટરમાં ગરકાવ, 3 કલાકથી ફાયરનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
    Next Article
    CJP Protest की Ground Reality | Jantar Mantar के पास कितने Protester पहुंच पाए? | Delhi Police

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment