Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસને અલગ અલગ વિભાગો માહિતી આપતા ના હોવોનો આક્ષેપ:'બે મહિનાથી પત્રો લખ્યા છતાં માહિતી આપતાં નથી', નબળી રજૂઆતથી AMC સામાન્ય સભા નીરસ

    7 hours ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરોને માહિતી અને વિગતો આપવામાં આવતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના જમાલપુર અને ખાડીયાના મહિલા કોર્પોરેટરો દ્વારા મેયર હિતેશ બારોટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે કમિશનરને પત્ર લખીને આરોગ્ય, ફૂડ અને એસ્ટેટ વિભાગ સહિતના વિભાગો અંગેની માહિતી માગવામાં આવે છે છતાં પણ માહિતી આપવામાં આવતી નથી. 'જમાલપુર બોર્ડમાં પાણીની ખૂબ જ સમસ્યા' AMCના અધિકારીઓ પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે માહિતી આપતા નથી અને મનમાની કરે છે. જમાલપુર વોર્ડના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ડો. નાઝનીન ઠાકોરે રજૂઆત કરી હતી કે, મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રમાં ફૂડ વિભાગ દ્વારા એનાલોગ પનીરની કામગીરી કરવામાં આવે છે. પરંતુ તેઓએ કોઈપણ માહિતી જાહેર કરી નથી. માહિતી અંગે જ્યારે પૂછવામાં આવે છે ત્યારે કોઈ જવાબ આપવામાં આવતો નથી. મધ્ય ઝોનમાં આવતા જમાલપુર બોર્ડમાં પાણીની ખૂબ જ સમસ્યા છે. દિવસ દરમિયાન પણ ટેન્કરથી પાણી પહોંચાડવું પડે એવી સ્થિતિ છે. 'બે મહિનાથી પત્રો લખ્યા છતાં માહિતી આપતાં નથી' દરીયાપુર વોર્ડના કોર્પોરેટર મોનાબેન પ્રજાપતિએ રજૂઆત કરી હતી કે, મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને માહિતી માંગવામાં આવે છે પરંતુ માહિતી મળતી નથી. ફૂડ વિભાગ અને હેલ્થ વિભાગ સહિતના વિભાગો માટે છેલ્લા બે મહિનાથી પત્રો લખવામાં આવ્યા છે છતાં પણ માહિતી આપવામાં આવતી નથી. ખૂબ જ પ્રદૂષિત પાણી અને ડ્રેનેજ ઉભરાવાની ફરિયાદો આવે છે ભાજપે વિકાસ કર્યો છે પરંતુ ગંદા પાણી આપવાનો વિકાસ કરવામાં આવ્યો છે. 'માત્ર વોટ્સએપ પર જ ફરિયાદનો નિકાલ થઈ જાય છે' મકતમપુરા વોર્ડના સિનિયર કોર્પોરેટર હાજીભાઈ બેગે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા 155303માં કરવામાં આવતી ફરિયાદો કામગીરી કર્યા વિના જ ક્લોઝ કરી દેવામાં આવતી આવે છે. માત્ર વોટ્સએપ પર જ ફરિયાદનો નિકાલ થઈ જાય છે. મેયર હિતેશ બારોટને વરસાદી પાણી ભરાયા ત્યારે જુહાપુરા વિસ્તારમાં તેઓ રાઉન્ડમાં આવ્યા હતા, એ સમયની વાતને યાદ કરીને કોર્પોરેટરે કટાક્ષમાં AMCનો પ્રી-મોન્સુન એક્શન પ્લાન સરિયામ નિષ્ફળ ગયો છે અને તેના કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જવાથી શહેરીજનોને ભારે હલાકીનો સામનો કરવો પડ્યો છે. 'કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવતી નથી' ખાડિયા વોર્ડના કોર્પોરેટર બીરજુબેને રજૂઆત કરી હતી કે, અનેક વિસ્તારોમમાં ગેરકાયદે બાંધકામો, ભયજનક મકાનો, હેરિટેજ મિલ્કતોની જાળવણીમાં બેદરકારી, રેસીડેન્શિયલની મંજૂરી મેળવીને કરવામાં આવેલા કોમર્શિયલ બાંધકામો, પીવાના પાણીની સમસ્યા, પ્રદૂષિત પાણીનો પ્રશ્ન, માણેકચોક પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે હેરિટેજ-ASI-હેરિટેજની મંજૂરી મેળવવામાં આવી છે કે નહીં, વગેરે મુદ્દે વ્યાપક રજૂઆતો કરવામાં આવી હતી. કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવતી નથી. મકરબા બ્રિજ સમસ્યા મુદ્દે કોર્પોરેટરનો મેયરને સવાલ મકરબા બ્રિજનો મુદ્દો પણ કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા ઉછાળવામાં આવ્યો હતો જોકે મેયરે કહ્યું હતું કે, એક વખત ગુગલ ઉપર તમે જોઈ લેજો વર્ષ 2021માં ત્યાં રોડ નહોતો. ફાટકમુકત અમદાવાદ માટે બ્રિજ બનાવવામાં આવ્યો છે. મક્તમપુરાના કોગ્રેસના કોર્પોરેટર હિતેન્દ્ર પીઠડીયાએ જણાવ્યું હતું કે, 2022માં 70 કરોડથી વધુના ખર્ચે મકરબા બ્રિજ તૈયાર કરવા માટે કામ આપવામાં આવ્યું હતું અને મકરબા બ્રિજ માટે નવેમ્બર, 2024ની સમયમર્યાદા નક્કી કરાઈ હતું. પરંતુ મકરબા બ્રિજ સપ્ટેમ્બર, 2026માં તેયાર થયો છે અને બ્રિજનો ખર્ચ વધીને રૃ.96 કરોડને આંબી ગયો છે. આમ, મકરબા બ્રિજની કામગીરીમાં નોંધપાત્ર વિલંબને કારણે રૃ.20 કરોડનો વધારાનો ખર્ચ થયો છે. મકરબા બ્રિજની કામગીરીમાં વિલંબ અને ખર્ચમાં 20 કરોડના વધારા અંગે તપાસ કરીને જવાબદાર સામે પગલાં લેવાની તેમણે માગણી કરી હતી. મકરબા બ્રિજનું લોકાર્પણ કરાયા પછી પણ ટ્રાફિકની સમસ્યા યથાવત જોવા મળી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટમાં બઢતી મળશે:સુપ્રીમ કોર્ટ કોલેજિયમે નામની ભલામણ કરી, ત્રણ વર્ષ પહેલાં રાજ્યના બીજાં મહિલા ચીફ જસ્ટિસ બન્યા હતા
    Next Article
    કોંગ્રેસનું ચૂંટણી પંચને બદનામ કરવાનું કાવતરું:SIR પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શી, કોંગ્રેસ જનમત ગુમાવી ભ્રામક પ્રચાર કરતી હોવાનો ધારાસભ્યનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment