Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીવાન-બલ્લુભાઈ શાળામાં પારિવારિક દિવસની ઉજવણી:બાળકોમાં સંસ્કાર સિંચન હેતુ કાર્યક્રમ યોજાયો

    11 hours ago

    કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પૂર્વ પ્રાથમિક શાળામાં પારિવારિક દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આજના વિભક્ત પરિવારના યુગમાં સંયુક્ત પરિવારની ભાવના જાળવી રાખવાનો અને બાળકોમાં પરિવાર પ્રત્યેના સંસ્કારોનું સિંચન કરવાનો હતો. કાર્યક્રમની શરૂઆત બાળવર્ગના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત ચાર પરિવારોના સભ્યોના શાબ્દિક સ્વાગતથી થઈ. ત્યારબાદ શ્રીમતી જયશ્રીબહેન દેસાઈએ પારિવારિક દિવસના મહત્ત્વ અંગે પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. તેમણે પરિવારના એકતા, પ્રેમ અને સંસ્કારના મૂલ્યો પર ભાર મૂક્યો. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પરિવાર સન્માન વિધિ હતી. જેમાં સૌપ્રથમ વિદ્યાર્થીઓના માતા-પિતાએ પોતાના માતા-પિતા (દાદા-દાદી)નું પૂજન કર્યું. ત્યારબાદ વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાનું પૂજન કરીને પરિવાર પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી. બાળવર્ગના બાળકોએ 'આદર્શ પરિવાર' વિષયક માઇમ નાટક અને પરિવાર આધારિત અભિનયગીત રજૂ કર્યા. આ ઉપરાંત, દાદા-દાદીઓ માટે બોલની રમત, માતાઓ માટે સ્ટ્રોની મદદથી કઠોળ અલગ કરવાની રમત અને પિતાઓ માટે ચમચી વડે પેપર ગ્લાસ એકત્ર કરવાની રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેમ્પસ કૉ-ઓર્ડિનેટર શ્રીમતી પાયલબહેન ઠાકોરે વક્તવ્ય આપી પરિવારના મૂલ્યો જાળવવાનો સંદેશ આપ્યો. કાર્યક્રમમાં ઉપસ્થિત ચારેય પરિવારોને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમનું સંચાલન સંગીત શિક્ષક શ્રી હર્ષદભાઈ પટેલે કર્યું હતું, જ્યારે અંતે બાલમંદિર વિભાગનાં કૉ-ઓર્ડિનેટર શ્રીમતી પીનલબહેન રાવળે આભારવિધિ વ્યક્ત કરી. આચાર્યશ્રી બિપીનચંદ્ર પંચાલ, કેમ્પસ કૉ-ઓર્ડિનેટર શ્રીમતી પાયલબહેન ઠાકોર અને બાલમંદિર વિભાગનાં કૉ-ઓર્ડિનેટર શ્રીમતી પીનલબહેન રાવળ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યક્રમની સફળતા બદલ શિક્ષકગણને અભિનંદન પાઠવ્યા. અંતે, ઉપસ્થિત વાલીઓને મોં મીઠું કરાવી તેમનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું.
    Click here to Read More
    Previous Article
    વરસાદને લઈને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ:જળાશયોથી લઈ નુકસાની અને સુરત પૂર પરિસ્થિતિ પર ચર્ચા, પ્રભારી મંત્રીઓ-સચિવોને મેદાનમાં ઉતરવા સૂચના
    Next Article
    વિરાગસાગરજી મહારાજનો સમાધિ દિવસ ઉજવાયો:ગાંધીનગર જૈન મંદિરમાં મહાઅભિષેક અને દિવ્ય મહાઆરતીનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment