Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેડ એલર્ટ વચ્ચે વલસાડ કલેક્ટર મેદાનમાં:નીતિન સાંગવાન નીચાણવાળા વિસ્તારોનું રાત્રે નિરીક્ષણ કર્યુ, ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને એલર્ટ કર્યા

    9 hours ago

    દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની ભારતીય હવામાન વિભાગની આગાહી અને રેડ એલર્ટને પગલે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સતર્ક બન્યું છે. જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને મંગળવારે રાત્રે વલસાડ શહેરના પૂરપ્રવણ અને નીચાણવાળા વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. કલેક્ટરે હનુમાન ભાગડા, છીપવાડ અને કૈલાસ રોડ બ્રિજ વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે વરસાદી સ્થિતિ અને જરૂરી સાવચેતીના પગલાં અંગે સ્થાનિક અધિકારીઓ તેમજ આગેવાનો સાથે ચર્ચા કરી હતી. હનુમાન ભાગડા ખાતે સરપંચ અને સ્થાનિક આગેવાનો પાસેથી વિસ્તારની વાસ્તવિક સ્થિતિની માહિતી મેળવવામાં આવી હતી. આ ઉપરાંત, જિલ્લા કલેક્ટરે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી હતી. તેમણે અધિકારીઓને 24 કલાક એલર્ટ મોડમાં રહેવા અને કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. કલેક્ટરે જણાવ્યું કે, ભારે વરસાદને ધ્યાનમાં રાખીને સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે તૈનાત છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. કલેક્ટરે નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા, નીચાણવાળા વિસ્તારો અને નદી-નાળાઓથી દૂર રહેવા તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી હતી. આ નિરીક્ષણ દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા, પ્રાંત અધિકારી વિમલ પટેલ, નાયબ પોલીસ અધિક્ષક એ.કે. વર્મા, મામલતદાર વિકાસ વાઘેલા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    લોકમાનવ ટ્રસ્ટ 200થી વધુ જરૂરિયાતમંદોને ભોજન આપે છે:અમદાવાદમાં "અન્ન એ મહાદાન" સેવા અવિરત ચાલુ
    Next Article
    વલસાડમાં રેડ એલર્ટ, કલેક્ટરે નીચાણવાળા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું:ભારે વરસાદની આગાહીને પગલે તકેદારીના પગલાં લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment