Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં રેડ એલર્ટ, કલેક્ટરે નીચાણવાળા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું:ભારે વરસાદની આગાહીને પગલે તકેદારીના પગલાં લીધા

    8 hours ago

    વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ અગમચેતીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી. ભારતીય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. કલેક્ટરએ આજે રાત્રે વલસાડ શહેરના હનુમાન ભાગડા, છીપવાડ અને કૈલાસ રોડના બ્રિજ જેવા નીચાણવાળા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન, કલેક્ટરશ્રીએ હનુમાન ભાગડાના સરપંચ અને સ્થાનિક આગેવાનો સાથે ભારે વરસાદની સ્થિતિમાં લેવાના જરૂરી તકેદારીના પગલાં અંગે ચર્ચા કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારબાદ, જિલ્લા કલેક્ટરએ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. તેમણે સંબંધિત અધિકારીઓને એલર્ટ રહેવા અને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે જરૂરી સૂચનો કર્યા હતા. કલેક્ટરએ જણાવ્યું હતું કે ભારે વરસાદની પરિસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રની ટીમ ખડેપગે તૈનાત છે. તેમણે જાહેર જનતાને સાવચેત રહેવા અને વહીવટી તંત્ર દ્વારા અપાતી સૂચનાઓ પર ધ્યાન આપવા અપીલ કરી હતી. આ મુલાકાત વેળા જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા, વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલ, નાયબ પોલીસ અધિક્ષક એ.કે. વર્મા અને વલસાડ મામલતદાર વિકાસ વાઘેલા સહિતના અધિકારીઓ કલેક્ટરશ્રી સાથે જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    રેડ એલર્ટ વચ્ચે વલસાડ કલેક્ટર મેદાનમાં:નીતિન સાંગવાન નીચાણવાળા વિસ્તારોનું રાત્રે નિરીક્ષણ કર્યુ, ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને એલર્ટ કર્યા
    Next Article
    पति के दबाव में महिला का मायके की जायदाद में हिस्सा मांगना दहेज मांग, जानें कलकत्ता हाईकोर्ट का बड़ा फैसला

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment