Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિએ મોબાઈલ તોડતા પત્નીનો આપઘાત:માળિયાના ખાખરેચીમાં જમવા બાબતે ઝઘડો, લાગી આવતાં મહિલાએ ગળાફાંસો ખાધો

    18 hours ago

    માળિયા (મી) તાલુકાના ખાખરેચી ગામમાં એક દુઃખદ ઘટના બની છે. જમવા બાબતે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડા બાદ પતિએ પત્નીનો મોબાઈલ તોડી નાખતા, પત્નીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ખાખરેચી ગામની સીમમાં આવેલા એક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા નેત્રસિંહ રામપ્રતાપસિંહ ગોડ (ઉં.વ. 25) અને તેમના પત્ની રાખીસિંહ ગોડ (ઉં.વ. 19) વચ્ચે આ ઘટના બની હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નેત્રસિંહે તેમની પત્ની રાખીસિંહને બે-ત્રણ વખત જમવાનું પીરસવા કહ્યું હતું. જોકે, રાખીસિંહ મોબાઈલમાં વ્યસ્ત હોવાથી તેમણે જમવાનું પીરસ્યું ન હતું. આ બાબતે પતિ-પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. ગુસ્સામાં આવીને નેત્રસિંહે રાખીસિંહના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવીને તોડી નાખ્યો હતો. આ ઝઘડા અને મોબાઈલ તોડી નાખવાની ઘટનાથી રાખીસિંહને મનોમન લાગી આવતા તેમણે લેબર ક્વાર્ટરની અંદર લોખંડની એંગલ સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતક મહિલાના પતિ નેત્રસિંહે માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સોલા સિવિલમાં કુસુમબા અન્નક્ષેત્ર દ્વારા નિઃશુલ્ક ભોજન સેવા:દરરોજ હજારો જરૂરિયાતમંદોને પૌષ્ટિક આહારનું વિતરણ
    Next Article
    ભગવાન જગન્નાથજીના વિવિધ ઉત્સવોથી આધ્યાત્મિક માહોલ સર્જાશે:પાટણમાં પ્રથમવાર જગન્નાથ રથયાત્રા પૂર્વે ત્રિદિવસીય કથા યોજાશે,નવદીપ પ્રભુજી કથાનું રસપાન કરાવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment