Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોલા સિવિલમાં કુસુમબા અન્નક્ષેત્ર દ્વારા નિઃશુલ્ક ભોજન સેવા:દરરોજ હજારો જરૂરિયાતમંદોને પૌષ્ટિક આહારનું વિતરણ

    17 hours ago

    અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આવેલું કુસુમબા અન્નક્ષેત્ર છેલ્લા પાંચ વર્ષથી જરૂરિયાતમંદોને નિઃશુલ્ક ભોજન પૂરું પાડી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શન અને પ્રેરણાથી શાંતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ અન્નક્ષેત્રનું સંચાલન કરવામાં આવે છે, જે અનેક લોકો માટે આશીર્વાદરૂપ બન્યું છે. ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, દરરોજ સવારે અંદાજે 800થી 900 લોકોને દાળ, ભાત, રોટલી અને શાક સહિતનું પૌષ્ટિક ભોજન પીરસવામાં આવે છે. જ્યારે સાંજે 350થી 450 લોકોને કઢી અને ખીચડીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. દર્દીઓના સગા-સંબંધીઓ અને અન્ય જરૂરિયાતમંદો માટે શરૂ કરાયેલી આ સેવા પાંચ વર્ષથી અવિરત ચાલુ છે. તાજેતરમાં એક પ્રસંગે અન્નક્ષેત્રની સેવાઓમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં હેત હેલ્પિંગ હેન્ડ્સ ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદના ટ્રસ્ટીઓ ભાવનાબેન, પારુલબેન, દક્ષાબેન, હેતલબેન પરીખ, તેમજ સિનિયર પ્રમુખ જગદીશભાઈ, મહિલા મોરચાના શિલ્પાબેન, સામંતભાઈ અને મનિષભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ અન્નક્ષેત્રની આ સેવાકીય કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે સમાજના વધુ લોકો આવા માનવતાવાદી કાર્યો સાથે જોડાઈને જરૂરિયાતમંદોની સેવા માટે આગળ આવે. આ પ્રસંગે ટ્રસ્ટના સેવાભાવી કાર્યકરોને પણ તેમની નિષ્ઠાપૂર્વક સેવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. "અન્ન એ મહાદાન" ના સૂત્રને સાર્થક કરતી કુસુમબા અન્નક્ષેત્રની આ નિઃસ્વાર્થ સેવા ખરેખર પ્રશંસનીય છે.
    Click here to Read More
    Previous Article
    36 કલાકમાં 18 ઇંચ વરસાદ, અડધું સુરત ડૂબી ગયું:ગુરુગ્રામમાં 10 કિમી લાંબો જામ, રાજસ્થાનમાં 3 લોકો પર વીજળી પડી; જબલપુરમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ
    Next Article
    પતિએ મોબાઈલ તોડતા પત્નીનો આપઘાત:માળિયાના ખાખરેચીમાં જમવા બાબતે ઝઘડો, લાગી આવતાં મહિલાએ ગળાફાંસો ખાધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment