Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભગવાન જગન્નાથજીના વિવિધ ઉત્સવોથી આધ્યાત્મિક માહોલ સર્જાશે:પાટણમાં પ્રથમવાર જગન્નાથ રથયાત્રા પૂર્વે ત્રિદિવસીય કથા યોજાશે,નવદીપ પ્રભુજી કથાનું રસપાન કરાવશે

    22 hours ago

    ​પાટણની ઐતિહાસિક અને પરંપરાગત ભગવાન શ્રી જગન્નાથની 144મી રથયાત્રાના પાવન અવસર નિમિત્તે શહેરમાં ભક્તિનો અનોખો માહોલ જામ્યો છે. આ પવિત્ર પ્રસંગને વધુ ભવ્ય બનાવવા માટે પ્રથમવાર શ્રી જગન્નાથ મંદિર પરિસરમાં ત્રિદિવસીય શ્રી જગન્નાથ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ​પાટણ શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને જગન્નાથ મંદિર પરિસર ખાતે ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવનું આયોજન કરાયું છે.જેમાં દરરોજ રાત્રે 8 થી 10 કલાક સુધી 9 થી 11 જુલાઈ સુધી ભક્તિમય માહોલમાં જગન્નાથ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા દરમિયાન ભગવાન જગન્નાથજીના દિવ્ય મહિમાનું ગાન, રથયાત્રાનું શાસ્ત્રીય અને આધ્યાત્મિક મહત્વ,તેમજ સનાતન ધર્મમાં જગન્નાથ સંપ્રદાયના ગૂઢ રહસ્યોનું સરળ શૈલીમાં નિરૂપણ કરવામાં આવશે.​ આ ભક્તિમય કથાના મુખ્યવક્તા તરીકે ઇસ્કોન પાટણના અધ્યક્ષ હરેકૃષ્ણ નવદીપ પ્રભુજી વક્તૃત્વ આપશે.તેઓ છેલ્લા 20 વર્ષથી ઇસ્કોન સાથે જોડાયેલા છે અને અગાઉ 15 વર્ષ સુધી મહેસાણા ઇસ્કોન મંદિરના વાઇસ પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં વૈદિક સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે જાણીતા નવદીપ પ્રભુજીની જીવનસ્પર્શી વ્યાખ્યાન શૈલીનો લાભ પાટણના શ્રોતાઓને મળશે.​આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય જનમાનસમાં ભગવાન પ્રત્યેની ભક્તિ વધુ દ્રઢ બને અને યુવા પેઢી રથયાત્રાની પ્રાચીન પરંપરાઓથી પરિચિત થાય તેવો છે. જગન્નાથજી મંદિર ટ્રસ્ટ દ્વારા પાટણના સમસ્ત ધર્મપ્રેમી નગરજનો અને શ્રદ્ધાળુઓને પરિવાર સહિત આ કથા શ્રવણનો લાભ લેવા અને દર્શન-સત્સંગથી ધન્ય બનવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પતિએ મોબાઈલ તોડતા પત્નીનો આપઘાત:માળિયાના ખાખરેચીમાં જમવા બાબતે ઝઘડો, લાગી આવતાં મહિલાએ ગળાફાંસો ખાધો
    Next Article
    FIFA World Cup: Remarkable achievement for Switzerland in an unremarkable game

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment