Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રીને રજૂઆત:ગ્રાન્ટેડ શાળાના ‎શિક્ષકોને નિયમિત બદલીનો લાભ આપો‎

    17 hours ago

    બનાસકાંઠા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સમક્ષ વિવિધ પ્રશ્નો રજૂ કરી ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને નિયમિત બદલીનો લાભ, CPF-GPF, PRAN અને ચાર્જ એલાઉન્સ સહિતના લાંબા સમયથી પડતર પ્રશ્નોના વહેલી તકે ઉકેલની માંગ કરી હતી. બનાસકાંઠા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘે મંગળવારે ગાંધીનગર ખાતે કમિશનર શાળાઓની કચેરી, પેન્શન-નિયામક કચેરી અને મુખ્યમંત્રી સમક્ષ શિક્ષકોના વિવિધ પ્રશ્નોને લઈ રજૂઆત કરી હતી. સંઘે તા. 7/8/2021ના નિયુક્ત શિક્ષકોની હાજરી તા. 6/8/2021થી ગણવાની રાજ્યવ્યાપી એકસૂત્રતા, ફાજલ કર્મચારીઓના સમાયોજન માટે સ્પષ્ટ નીતિ, ઇન્ચાર્જ આચાર્યોને ચાર્જ એલાઉન્સ, CPF અને PRAN નંબરની સમસ્યાના ઉકેલ સહિતના મુદ્દા રજૂ કર્યા હતા. ઉપરાંત CPFમાંથી GPFમાં રકમ ટ્રાન્સફર, નિવૃત્ત કર્મચારીઓના પેન્શન અને OPS ફાઇલોની પ્રક્રિયા અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. CPF નંબર અને PRAN કિટ મેળવવામાં પડતી મુશ્કેલીઓ પણ રજૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ સરકારી શાળાઓની જેમ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને પણ નિયમિત બદલીની વ્યવસ્થા અમલમાં મૂકીને વતનનો લાભ મળે તેવી માંગ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    અમેરિકાએ ઈરાન પર એરસ્ટ્રાઈક કરી:સિરીક, કેશ્મ અને બંદર અબ્બાસને નિશાન બનાવ્યા; હોર્મુઝમાં જહાજો પર હુમલા બાદ કાર્યવાહી
    Next Article
    ભૂલ વગર આઈડી બનાવવા તાકીદ:ધોરણ 10-12 બોર્ડના ફોર્મ ભરતા પહેલા ‎અપાર આઇડી મેળવવી ફરજિયાત રહેશે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment