Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધો.10 અને 12ની માર્કશીટ અંગે વધુ એક વિવાદ:આ વખતના રિઝલ્ટમાં રદ્દી કાગળ વાપર્યો હોવાની બૂમો, વિદ્યાર્થીઓને ફરીથી અગાઉની ક્વોલિટીવાળા રિઝલ્ટ આપવા રજૂઆત

    1 day ago

    ગુજરાત બોર્ડનો ઇતિહાસ રહ્યો છે કે પરિણામ જાહેર થયાના 3થી 4 દિવસમાં જ માર્કશીટ શાળાઓ સુધી પહોંચી જતી હતી. જોકે, ચાલુ વર્ષે 2026માં ધોરણ-12 સાયન્સનું પરિણામ 4થી મેના રોજ જાહેર થઈ ગયું હોવા છતાં વિદ્યાર્થીઓને છેક 19 દિવસ બાદ એટલે કે 23મી મેના રોજ માર્કશીટ હાથ લાગી હતી. બોર્ડના નિયમ અને ટેન્ડરની શરતો મુજબ બીડરે (કોન્ટ્રાક્ટર) દરરોજ દોઢ લાખ માર્કશીટ તૈયાર કરીને આપવાની જોગવાઈ હોય છે. આ નિયમ પ્રમાણે 2 લાખ વિદ્યાર્થીઓ ધરાવતા સાયન્સ પ્રવાહની માર્કશીટ 2 દિવસમાં અને 8થી 9 લાખ વિદ્યાર્થીઓ ધરાવતા સામાન્ય પ્રવાહની માર્કશીટ અઠવાડિયામાં તૈયાર થઈ જવી જોઈએ, પરંતુ તંત્રની ઢીલી નીતિના કારણે કલાકો સુધી વિદ્યાર્થીઓ અને વાલીઓએ કાનૂની પ્રવેશ અને વિદેશ જવા માટે રાહ જોવી પડી હતી. ડિજિટલ કામગીરી ઝડપી થઈ તો લેમિનેશન અને ડિસ્પેચમાં વિલંબ કેમ? આધારભૂત વર્તુળોના જણાવ્યા અનુસાર આ વર્ષે કોન્ટ્રાક્ટરોએ ગુણપત્રકની સાથે ક્યૂઆર (QR) કોડ જનરેટ કરવાનું અને ડેટા પ્રોસેસિંગનું અઘરું કાર્ય ખૂબ જ ટૂંકા સમયમાં પૂર્ણ કરી દીધું હતું. આ સ્થિતિમાં સ્કૂલ સંચાલકોમાં એ ચર્ચા વહેતી થઈ છે કે જો ટેકનિકલ કામ સમયસર થઈ ગયું હતું, તો માત્ર માર્કશીટ લેમિનેટ કરવા, બોર્ડનો હોલોગ્રામ-લોગો લગાવવા અને શાળાઓ સુધી ડિસ્પેચ (મોકલવા) કરવાના સામાન્ય કામમાં આટલો મોટો વિલંબ કેમ થયો? મહામંડળે માંગ કરી છે કે વિલંબ કરનારા બીડર સામે બોર્ડે શું દંડાત્મક કાર્યવાહી કરી તે જાહેર કરવું જોઈએ. અગાઉના વર્ષોની સરખામણીએ નબળી ક્વોલિટી માર્કશીટ વિતરણનો વિવાદ હજુ શાંત પડ્યો ન હતો ત્યાં તેની નબળી ગુણવત્તા (ક્વોલિટી) નો નવો મુદ્દો સામે આવ્યો છે. ૨૯ મે ૨૦૨૬ના રોજ રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષો ભાસ્કર પટેલ, મનુભાઈ રાવલ અને પ્રમુખ ડો. શંકરસિંહ રાણાએ બોર્ડ સચિવને મોકલેલા પત્રમાં ગંભીર આક્ષેપ કર્યો છે કે માર્ચ-૨૦૨૬ના ગુણપત્રક અને પ્રમાણપત્રમાં અત્યંત નબળી કક્ષાના કાગળ વાપરવામાં આવ્યા છે. અગાઉના વર્ષોના પ્રમાણપત્રોની તુલનામાં આ વખતે જાણે 'રદ્દી કાગળ' પર પરિણામ છાપી દેવાયું હોય તેવી આઘાતજનક સ્થિતિ છે, જેને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વાલીઓએ માર્કશીટ લેવાનો ઇનકાર કર્યો પત્રમાં જણાવ્યા મુજબ, ઘણા વાલીઓએ તેમના અગાઉ ભણી ગયેલા બાળકોની માર્કશીટ સાથે ચાલુ વર્ષની માર્કશીટની સરખામણી કરી છે. કાગળ એટલો ખરાબ છે કે કેટલાય વાલીઓએ ગુણપત્રક સ્વીકારવાનો જ ઇનકાર કરી દીધો છે અને આ બાબતે સ્કૂલના આચાર્યો સાથે વાદ-વિવાદ અને ઝઘડાના દ્રશ્યો સર્જાયા છે. શાળા સંચાલકો પણ લાચાર બન્યા છે કારણ કે બોર્ડ તરફથી જે સપ્લાય મળ્યો છે તે જ તેમણે આપવાનો હોય છે. 'લાઇફ ટાઇમ દસ્તાવેજ' હોવાથી જૂની ક્વોલિટી મુજબ ફરી માર્કશીટ આપવા માંગ શાળા સંચાલક મહામંડળે પત્રના અંતમાં બોર્ડને ટકોર કરી છે કે ધોરણ-10 અને 12ની માર્કશીટ એ કોઈ સામાન્ય કાગળ નથી, પરંતુ વિદ્યાર્થીઓ માટે જીવનભરનો (Live-time) સત્તાવાર દસ્તાવેજ છે. વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા માટે પૂરેપૂરી ફી ચૂકવી હોવા છતાં તેમની સાથે આવો અન્યાય કેમ? મહામંડળે સચિવને વિનંતી કરી છે કે, તમામ વિદ્યાર્થીઓની ભવિષ્યની કારકિર્દીને ધ્યાનમાં રાખીને તેમને અગાઉના વર્ષો જેવી જ ઉચ્ચ ગુણવત્તાવાળા કાગળ પર ફરીથી નવા ગુણપત્રકો અને પ્રમાણપત્રો છાપીને આપવામાં આવે. આ સાથે જ ધોરણ-10ની માર્કશીટ ક્યારે મળશે તેની પણ બોર્ડ વહેલી તકે સ્પષ્ટતા કરે.
    Click here to Read More
    Previous Article
    ગઢડા-ભાવનગર વચ્ચે બિસ્માર રોડથી વાહનચાલકો પરેશાન:હોસ્પિટલ કે અન્ય કામ માટે ભાવનગરનો જોડતો રસ્તો, ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનું યાત્રાધામ હોવાથી દેશ-વિદેશના શ્રદ્ધાળુઓની અવરજવર
    Next Article
    સર્વિસમાં મૂકેલી કાર બહાર ફરતી જોઈ યુવકને હાર્ટએટેક આવ્યો, CCTV:જૂનાગઢમાં ટાટા શોરૂમની બેદરકારીથી કાર માલિકનું મોત થયાનો પરિવારનો આક્ષેપ, શોરૂમ કર્મચારીએ ભૂલ સ્વીકારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment