Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૉક્ટરના બંધ બંગલામાં ત્રણ તસ્કર ત્રાટક્યા, CCTV:આખું ઘર ફેંદી નાખ્યા બાદ કંઈ ન મળતા મહેનત પર પાણી ફરી વળ્યું, અડાલજ પોલીસ તપાસનો ધમધમાટ

    10 hours ago

    ગાંધીનગરના ખોરજ ગામ નજીક નર્મદા કેનાલ પાસે આવેલી સુરમ્ય-1 સોસાયટીમાં રહેતા ડૉકટરના બંધ મકાનમાં મોટો દલ્લો મળવાની આશાએ ઘરમાં ઘૂસેલા તસ્કરોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. તસ્કરો બારીની ગ્રિલ તોડી અંદર પ્રવેશી આખું ઘર ફેંદી વળ્યા હતા છતાં કોઈ કિંમતી ચીજ વસ્તુ હાથમાં નહીં આવતા વિલા મોઢે પરત જતા રહ્યા હતા. ચોરી કરવા ઘૂસેલા ત્રણ ચોર સીસીટીવીમાં કેદ થયા હતા. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ અને અડાલજમાં ડોક્ટરના મકાન અમદાવાદની એપીક હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ ડૉ. ચિરાગ મહેતાના બંધ મકાનને નિશાન બનાવી ત્રણ તસ્કરો ઘૂસી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ડોક્ટર તેમના પરીવાર સાથે સુરમ્ય-1 સોસાયટીના બંગલા નં. બી-109માં રહે છે. પરિવારનું બીજું એક મકાન અમદાવાદના એસ.જી. હાઇવે પર રાજપથ ક્લબ પાસે આવેલ પાર્ક વ્યુ ફ્લેટમાં હોવાથી તેઓ અડધો સમય અમદાવાદ અને અડધો સમય અડાલજ સ્થિત મકાનમાં રહે છે. બાજુના મકાનના ચોકીદારે ફોનથી જાણ કરી 14 ઓક્ટોબરના રોજ સવારે ડોક્ટરના પત્ની સોનાલીબેન અમદાવાદ સ્થિત બોડકદેવના ઘરે હાજર હતા. તે સમયે અડાલજ વાળા મકાનની બાજુના બંગલાના ચોકીદાર જુહાજી ઠાકોરે ફોન કરીને જાણ કરી હતી કે, તેમની સોસાયટીના કોમન વરંડા પર લગાવેલ લોખંડની ગ્રીલ તોડીને કોઈ અજાણી વ્યક્તિ તેમના મકાનમાં ઘૂસી હોવાનું જણાય છે. બારીના લોખંડીની ગ્રીલના સળિયા તૂટેલા જાવા મળ્યા આ માહિતી મળતા જ સોનાલીબેન તેમના પુત્ર ભૌમિક સાથે તાત્કાલિક અડાલજના બંગલે પહોંચ્યા હતા. ઘરે પહોંચીને તપાસ કરતા મકાનની ઓસરી ભાગે આવેલી બારીની લોખંડની ગ્રીલના સળિયા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. મકાનના મુખ્ય લોખંડના દરવાજાનો નકુચો પણ તૂટેલો હતો અને તાળું બાજુમાં પડેલું હતું. હોમ થિયેટર રૂમમાં ટીવીની સ્ક્રીનને નુકસાનનો પ્રયાસ જ્યારે ઘરમાં અંદર પ્રવેશ કરીને જોયું તો હોમ થિયેટર રૂમમાં ટીવીની સ્ક્રીનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો. ઉપરાંત પેરેન્ટ્સ રૂમ, ડાઇનિંગ એરિયા, સ્ટુડિયો રૂમ, માસ્ટર બેડરૂમ તેમજ દીકરીના રૂમમાં કબાટો અને પલંગના ગાદલાં વેરવિખેર હાલતમાં હતા. એક રૂમમાંથી તસ્કરો સ્ક્રૂ ડ્રાઇવર પણ મૂકીને ભાગી ગયા હતા. ત્રણ ચોર ઘરમાં ઘૂસ્યા હતા, CCTVમાં કેદ થયા જેના પગલે ઘરમાં લગાવેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસતાં માલૂમ પડ્યું હતું કે, 14 ઓક્ટોબરની રાત્રે આશરે 12 વાગ્યાના અરસામાં ત્રણ ચોરોએ ઘરમાં પ્રવેશ કરી ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે ઘરમાંથી કોઈ રોકડ રકમ, દાગીના કે અન્ય કિંમતી સામાન ચોરાયો ન હતો.આ અંગે સોનાલીબેન મહેતાએ અડાલજ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    મહુવા તાલુકાની ખેત સહકારી મંડળીમાં કરોડોનું કૌભાંડ:દલિત સભ્યો સાથે અન્યાય અને ગેરરીતિ સામે લોહીના અંગૂઠા મારી કલેક્ટર અને જિલ્લા રજિસ્ટ્રારને આવેદન, ઉગ્ર આંદોલનની ચીમકી
    Next Article
    ટીંબડી પાટિયા પાસે અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત:દેવધરી ગામના 32 વર્ષીય મહેશ ગોહીલનું સારવાર પહેલાં નિધન, 3 વર્ષની દીકરીએ પિતા ગુમાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment