Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડા-ભાવનગર વચ્ચે બિસ્માર રોડથી વાહનચાલકો પરેશાન:હોસ્પિટલ કે અન્ય કામ માટે ભાવનગરનો જોડતો રસ્તો, ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનું યાત્રાધામ હોવાથી દેશ-વિદેશના શ્રદ્ધાળુઓની અવરજવર

    1 day ago

    બોટાદ જિલ્લાના ગઢડાથી ભાવનગર જતો માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે. મોટા ખાડાઓને કારણે વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશ-વિદેશથી શ્રદ્ધાળુનો આવનજાવન બોટાદ જિલ્લાના સૌથી મોટા તાલુકા ગઢડાને પાયાની સુવિધાઓનો અભાવ છે. ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું યાત્રાધામ હોવાથી અહીં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. આ ઉપરાંત, ગઢડાના લોકોને દવાખાના કે અન્ય કામો માટે ભાવનગર જવું પડે છે. વનાળી, બોડકી, ચિરોડા, ગઢાળી અને લીંબડામાં ખાડા ગઢડાથી વનાળી, બોડકી, ચિરોડા, ગઢાળી અને લીંબડા થઈને ભાવનગર પહોંચતા આ માર્ગ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન આ રોડ પર માત્ર ડામરના થીગડા મારીને કામ ચલાવવામાં આવ્યું હતું. નેતાઓને રોડ બનાવવા રજૂઆતો ગઢડાના વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો અને સ્થાનિકો દ્વારા આ રસ્તો નવો બનાવવા માટે તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. રોડના રિપેરિંગ માટે આંદોલનની ચીમકી તંત્રની નિષ્ક્રિયતાને કારણે વાહનચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગઢાળીના સરપંચ પરાક્રમસિંહ ગોહિલ અને આગેવાન સુખદેવસિંહ ગોહિલ સહિતના લોકો તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ અથવા નવો રોડ બનાવવાની માંગ કરી રહ્યા છે. જો આ માર્ગનું સમારકામ ઝડપથી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અધિકારીઓની આળસભરી નીતિ થી કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ:​માણાવદરમાં પાયા વગર દીવાલનું ચણતર: ચીફ ઓફિસર અને એન્જિનિયરની કુંભકર્ણ નીતિ સામે જાગૃત નાગરિકનો આક્રોશ, પ્રાદેશિક કમિશનરે કહ્યું તપાસ કરાશે
    Next Article
    ધો.10 અને 12ની માર્કશીટ અંગે વધુ એક વિવાદ:આ વખતના રિઝલ્ટમાં રદ્દી કાગળ વાપર્યો હોવાની બૂમો, વિદ્યાર્થીઓને ફરીથી અગાઉની ક્વોલિટીવાળા રિઝલ્ટ આપવા રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment