Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અધિકારીઓની આળસભરી નીતિ થી કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ:​માણાવદરમાં પાયા વગર દીવાલનું ચણતર: ચીફ ઓફિસર અને એન્જિનિયરની કુંભકર્ણ નીતિ સામે જાગૃત નાગરિકનો આક્રોશ, પ્રાદેશિક કમિશનરે કહ્યું તપાસ કરાશે

    1 day ago

    ​સરકાર દ્વારા પ્રજાની સુખાકારી અને વિકાસ કામોને લઈ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ જવાબદાર અધિકારીઓની ભ્રષ્ટાચાર ભરી નીતિ અને ચાલતા કામોમાં દેખરેખના અભાવે નીતિ નિયમો વિરુદ્ધના કામો થતા હોવાના કિસ્સાઓ વારંવાર સામે આવતા રહે છે. માણાવદર નગરપાલિકા વિસ્તાર ફરી એક વખત ભ્રષ્ટાચારનું હબ બની ગયો હોય તેવા ગંભીર આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. અધિકારી રાજમાં સરકારી કામોમાં મોકળું મેદાન મળ્યું હોય તેમ કોઈપણ પ્રકારની ગુણવત્તા જાળવવામાં આવતી નથી. આ સમગ્ર મામલે માણાવદરના ચીફ ઓફિસર કે એન્જિનિયર સાઇટ પર ડોકાતા પણ ન હોવાથી સરકારના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.માણાવદર નગરપાલિકાના ચીફ ઓફિસરની મેલીનીતિ અને એન્જિનિયરની ઘોર આળસના કારણે આજે શહેરમાં ચાલતા સરકારી કામો નીતિનિયમો વગરના અને અણઆવડત ભર્યા થતા હોવાના ગંભીર આક્ષેપો જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવ્યા છે. માણાવદરના જાગૃત નાગરિક ભરત પટેલે તંત્રની કુંભકર્ણ નીતિ અને સરકારી કામમાં થતા ભ્રષ્ટાચાર અંગે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, માણાવદરમાં ટાઉનની ફરતે એક દીવાલ બનાવવાનું કામ ચાલુ છે, જે તદ્દન પાયા વગર જ ચણવામાં આવી રહી છે. આ કામમાં વપરાતા પથ્થરો અને માલ-મટીરીયલની ગુણવત્તા એટલી હલકી કક્ષાની છે કે આ દીવાલ એક વર્ષ પણ ટકી શકે તેમ નથી અને આગામી ચોમાસાના પ્રથમ વરસાદમાં જ તે ધરાશાયી થઈ જશે તેવી પૂરેપૂરી સંભાવના છે.વર્ષો જૂનો અને દાતાઓ દ્વારા બનાવવામાં આવેલો અવેડો તોડી પાડવામાં આવી રહ્યો છે અને તેની જગ્યાએ નવો અવેડો બનાવવાની વાતો થાય છે. ભાગવત દરવાજા પાસે આવેલો આ વિસ્તાર ગાયો માટેનો વર્ષો જૂનો ગોંદરો છે અને પશુઓને પીવાના પાણી માટે આ અવેડો જ એકમાત્ર સ્ત્રોત છે. જ્યારે પાયા વગરની આ નવી દીવાલો જ ટકવાની ન હોય, ત્યારે નવો અવેડો કેવી રીતે ટકશે તે એક મોટો સવાલ છે. આ પ્રકારના બિનજરૂરી અને નબળા કામોથી ગાયોને બેસવાની જગ્યા પણ છીનવાઈ જશે, જેથી નગરપાલિકાના આવા કહેવાતા વિકાસના કામોથી સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ​આ ગંભીર બેદરકારી અને આક્ષેપો અંગે જ્યારે દિવ્ડ ભાસ્કર દ્વારા માણાવદર નગરપાલિકાના એન્જિનિયર મહેન્દ્ર ડાંગરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે પોતાની જવાબદારીમાંથી છટકવા માટે ફોન રિસીવ કરવાનું મુનાસિબ માન્યું ન હતું. તેવી જ રીતે હંમેશા મીડિયાને જવાબો આપવાથી દૂર ભાગતા માણાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર બી. પી. બોરખતરીયાએ પણ વારંવાર કોલ કરવા છતાં ફોન રિસીવ કર્યો ન હતો. સ્થાનિક અધિકારીઓની આ ચુપકીદી અને મૌન જ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની શંકાને મજબૂત કરે છે. ​સ્થાનિક અધિકારીઓ ભલે મૌન સેવીને બેઠા હોય, પરંતુ આ સમગ્ર મામલો ઉચ્ચ કક્ષાએ ભાવનગરના પ્રાદેશિક કમિશનર સુનિલ સાથે વાત કરતા આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. તેમણે દિવ્ય ભાસ્કરની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માણાવદરમાં ચાલતા કામોની તપાસ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    નેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટની ફી ભરવા ખેલાડીઓ-વાલીઓની કલાકો સુધી લાંબી લાઈનો:કેન્ટીનમાં મોંઘા ભાવનું ગરમ પાણી અને વ્યવસ્થાના નામે મીંડું, ઘેટા-બકરાની જેમ પ્રેક્ટિસ કરવા મજબૂર બન્યા
    Next Article
    ગઢડા-ભાવનગર વચ્ચે બિસ્માર રોડથી વાહનચાલકો પરેશાન:હોસ્પિટલ કે અન્ય કામ માટે ભાવનગરનો જોડતો રસ્તો, ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનું યાત્રાધામ હોવાથી દેશ-વિદેશના શ્રદ્ધાળુઓની અવરજવર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment