Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટની ફી ભરવા ખેલાડીઓ-વાલીઓની કલાકો સુધી લાંબી લાઈનો:કેન્ટીનમાં મોંઘા ભાવનું ગરમ પાણી અને વ્યવસ્થાના નામે મીંડું, ઘેટા-બકરાની જેમ પ્રેક્ટિસ કરવા મજબૂર બન્યા

    1 day ago

    તેલંગાણાના હૈદરાબાદમાં આજથી બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા (BAI) દ્વારા આયોજિત અંડર-15 અને અંડર-17 (ગર્લ્સ-બોયઝ) સિંગલ્સ, ડબલ્સ અને મિક્સ ડબલ્સની નેશનલ કક્ષાની ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. જોકે, આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટના પ્રારંભ પૂર્વે જ આયોજકોની કથળતી વ્યવસ્થાને કારણે ગુજરાત સહિત દેશભરમાંથી આવેલા ખેલાડીઓ, વાલીઓ અને કોચને ભારે કડવો અનુભવ થયો છે. કાળઝાળ ગરમીમાં સુવિધાઓના અભાવે નેશનલ પ્લેયર્સ ભારે પરેશાન જોવા મળ્યા હતા. ઓનલાઇન પેમેન્ટ કરનારા પણ લાઈનમાં અટવાયા ટુર્નામેન્ટના નિયમ મુજબ અગાઉથી રજિસ્ટર્ડ થયેલા દરેક ખેલાડીએ પ્રતિ ઇવેન્ટ ₹1000 ફી ચૂકવવાની હોય છે. દેશભરમાંથી હજારો ખેલાડીઓ હૈદરાબાદ પહોંચ્યા હોવા છતાં આયોજકોએ ફી કલેક્શન માટે માત્ર એક જ કાઉન્ટર રાખ્યું હતું. પરિણામે, બપોરના સમયે કાળઝાળ ગરમીમાં 2થી 3 કલાક લાંબી લાઈનો લાગી હતી. આશ્ચર્યની વાત એ છે કે, જે વાલીઓએ ઓનલાઇન ફી ભરી દીધી હતી, તેમણે પણ કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને પુરાવા બતાવી રસીદ લેવી પડી હતી. કાઉન્ટર પર માત્ર બે-ત્રણ સામાન્ય કર્મચારીઓ હાજર હોવાથી મોડી સાંજ સુધી અંધાધૂંધીનો માહોલ રહ્યો હતો. "ગુજરાતની સ્ટેટ ટુર્નામેન્ટ જેવી પણ વ્યવસ્થા નથી" - વાલી ટુર્નામેન્ટમાં ભાગ લેવા ગયેલા ગુજરાતના ખેલાડીઓના વાલીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "ઇન્ટરનેટના જમાનામાં રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા માટે ભરબપોરે લાઈનમાં ઊભા રાખવા તે આઘાતજનક છે. ગુજરાત બેડમિન્ટન એસોસિએશન દ્વારા યોજાતી રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટોમાં પણ આના કરતાં ઘણી ઉત્તમ અને ડિજિટલ વ્યવસ્થા હોય છે." વધુમાં, પુલેલા ગોપીચંદ એકેડેમી ખાતે પીવાના પાણીની પણ કોઈ યોગ્ય વ્યવસ્થા નહોતી. કેન્ટીનમાં ખેલાડીઓને ગરમ પાણીની બોટલો પધરાવવામાં આવી રહી હતી અને તેના પર પ્રિન્ટ કિંમત (MRP) કરતાં 50% વધુ ભાવ વસૂલીને ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ પણ વાલીઓએ કર્યો છે. મોડી રાત્રે ડ્રો જાહેર થતાં હોટલના ભાડાનો આર્થિક બોજ વધ્યો સામાન્ય રીતે નેશનલ કક્ષાની સ્પર્ધાઓના ડ્રો અને ટાઈમટેબલ 3થી 4 દિવસ પહેલા જાહેર થઈ જતા હોય છે પરંતુ, ફી કલેક્શનમાં થયેલા વિલંબના કારણે આયોજકોએ આગલી રાત્રે ખૂબ જ મોડેથી ડ્રો જાહેર કર્યા હતા. વાલીઓ અને ખેલાડીઓના જણાવ્યા મુજબ, જો ડ્રો વહેલા આવી જાય તો જે ખેલાડીની મેચ બીજા કે ત્રીજા દિવસે હોય તે મોડો પહોંચી શકે. પરંતુ છેલ્લી ઘડીએ શેડ્યૂલ આવવાના કારણે તમામે ફરજિયાત એક દિવસ વહેલા પહોંચવું પડ્યું છે, જેના કારણે હોટલના ભાડાનો વધારાનો આર્થિક બોજ વાલીઓ પર પડ્યો છે. ઘેટા-બકરાના ટોળાની જેમ પ્રેક્ટિસ કરવા ખેલાડીઓ મજબૂર મેચના આગલા દિવસે દેશભરમાંથી આવેલા તમામ ખેલાડીઓને મેદાનની આબોહવા અનુકૂળ આવે તે માટે પ્રેક્ટિસ કરવાની છૂટ આપવામાં આવે છે. પુલેલા ગોપીચંદ એકેડેમીમાં 16 જેટલા બેડમિન્ટન કોર્ટ ઉપલબ્ધ હોવા છતાં આયોજકો દ્વારા સ્લોટનું કોઈ યોગ્ય મેનેજમેન્ટ કરવામાં આવ્યું ન હતું. પરિણામે, એક સાથે સેંકડો ખેલાડીઓ કોર્ટ પર ઉતરી પડ્યા હતા અને રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓએ ઘેટા-બકરાના ટોળાની જેમ જેમ-તેમ પ્રેક્ટિસ કરવી પડી હતી, જે રમત જગત માટે અત્યંત ક્ષોભજનક બાબત છે.
    Click here to Read More
    Previous Article
    પ્રેમલગ્ન કરનાર પાટીદાર દીકરીને ફિલ્મી ઢબે પરિવારજનો ઉઠાવી ગયા, CCTV:માનતાના બહાને ઘરે બોલાવી લિફ્ટમાંથી અપહરણ, જમાઈના પરિવારને બંધંક પણ બનાવ્યો
    Next Article
    અધિકારીઓની આળસભરી નીતિ થી કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ:​માણાવદરમાં પાયા વગર દીવાલનું ચણતર: ચીફ ઓફિસર અને એન્જિનિયરની કુંભકર્ણ નીતિ સામે જાગૃત નાગરિકનો આક્રોશ, પ્રાદેશિક કમિશનરે કહ્યું તપાસ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment