Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકાએ ઈરાન પર એરસ્ટ્રાઈક કરી:સિરીક, કેશ્મ અને બંદર અબ્બાસને નિશાન બનાવ્યા; હોર્મુઝમાં જહાજો પર હુમલા બાદ કાર્યવાહી

    21 hours ago

    અમેરિકાએ બુધવારે વહેલી સવારે ઈરાનના દક્ષિણ ભાગમાં મોટા પાયે એરસ્ટ્રાઈક કરી છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ જણાવ્યું કે આ કાર્યવાહી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા ત્રણ વ્યાપારી (કોમર્શિયલ) જહાજો પર થયેલા હુમલાના જવાબમાં કરવામાં આવી છે. અમેરિકાનો આરોપ છે કે આ હુમલા પાછળ ઈરાનનો હાથ હતો. ઈરાની મીડિયાના જણાવ્યા અનુસાર, સિરીક, કેશ્મ ટાપુ અને બંદર અબ્બાસમાં કેટલાય ધડાકાના અવાજો સાંભળવા મળ્યા હતા. શરૂઆતી અહેવાલો મુજબ, હુમલા બાદ કેટલાય વિસ્તારોમાં આગ લાગી ગઈ હતી, જોકે નુકસાન અને જાનહાનિની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી. અમેરિકી અધિકારીઓના મતે, એરસ્ટ્રાઈકમાં ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ, દરિયાકાંઠાના સર્વેલન્સ રડાર, મિસાઈલ લોન્ચ સાઈટ, ડ્રોન ઠેકાણાઓ અને કેટલીક બંદર સુવિધાઓને નિશાન બનાવવામાં આવી હતી. CENTCOM એ કહ્યું કે ઈરાને સીઝફાયર (યુદ્ધવિરામ) નું ઉલ્લંઘન કરીને આંતરરાષ્ટ્રીય દરિયાઈ વાહનવ્યવહારને નિશાન બનાવ્યો, તેથી આ જવાબી કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકના 4 મોટા અપડેટ્સ ઈરાને હોર્મુઝમાં 3 ટેન્કરોને નિશાન બનાવ્યા: ખામેનેઈના અંતિમ સંસ્કાર વચ્ચે ઈરાને હોર્મુઝમાં 3 ટેન્કરોને નિશાન બનાવ્યા, જેમાં એક ટેન્કર કતારનું હતું. ઈરાને ચેતવણી આપી કે અમારા દ્વારા નક્કી કરાયેલો રૂટ ઉપયોગમાં નહીં લેવાય તો સુરક્ષાની ગેરંટી રહેશે નહીં. કતારે હોર્મુઝમાં ઈરાની હુમલાની નિંદા કરી: કતારે હોર્મુઝમાં તેના જહાજ પર થયેલા હુમલાની નિંદા કરતા ઈરાનને કાનૂની રીતે સંપૂર્ણપણે જવાબદાર ઠેરવ્યું છે. સાથે જ કહ્યું કે ઈરાની હુમલા આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા માટે ખતરો છે. ઈરાન બોલ્યું- ધમકીઓ વચ્ચે અમેરિકા સાથે વાતચીત નહીં: ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે ધમકીના માહોલમાં કોઈ સમજૂતી થશે નહીં. પહેલા અમેરિકાએ તેની જૂની સમજૂતીઓનું સન્માન કરવું પડશે. કોમમાં ખામેનેઈના જનાજામાં લાખોની ભીડ ઉમટી: તેહરાનમાં અંતિમ યાત્રા બાદ સતત બીજા દિવસે કોમમાં પણ ખામેનેઈના જનાજામાં લાખોની ભીડ ઉમટી પડી હતી. કેટલાય લોકોએ શબપેટી (તાબૂત) પર લાલ કપડું પણ ચડાવ્યું હતું, જે બદલાનું પ્રતીક છે. ખામેનીના અંતિમ સંસ્કાર સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થાઓ…
    Click here to Read More
    Previous Article
    Jaishankar meets Bahrain’s Dy PM Khalid bin Abdulla Al Khalifa
    Next Article
    મુખ્યમંત્રીને રજૂઆત:ગ્રાન્ટેડ શાળાના ‎શિક્ષકોને નિયમિત બદલીનો લાભ આપો‎

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment