Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આઠમી અજાયબી:લોહગઢ: મૃત્યુને કારણે ‘જીવંત’ થયેલો કિલ્લો

    20 hours ago

    માયા ભદૌરિયા સહ્યાદ્રિની પર્વતમાળાઓ વચ્ચે ગર્વભેર ઊભેલો મહારાષ્ટ્રનો 2000 વર્ષ પ્રાચીન લોહગઢ કિલ્લો. સદીઓથી અનેક રહસ્યો સંગ્રહીને ઊભેલો આ કિલ્લો 26 વર્ષના ઉદ્યોગપતિ કેતન અગ્રવાલના રહસ્યમય મોતને કારણે દેશભરમાં ચર્ચિત બન્યો છે. જોકે, આ સિવાય પણ લોહગઢ એક અભેદ્ય દુર્ગ તરીકે ઇતિહાસનાં પાનાં પર અમર છે. ચાર મજબૂત દરવાજાનો લોખંડી ગઢ દરિયાઈ સપાટીથી આશરે 3,389 ફૂટની ઊંચાઈ પર આવેલા આ કિલ્લા પર સાતવાહન, ચાલુક્ય, રાષ્ટ્રકૂટ, મુઘલો અને મરાઠાઓ સહિત અનેક શાસકોએ આક્રમણ કર્યાં હતાં. લોહગઢ કિલ્લાનું શરૂઆતનું બાંધકામ લોહતામિયા રાજવંશને આભારી છે. તેમણે 10મી સદી દરમિયાન આ પ્રદેશ પર શાસન કર્યું હતું. આ કિલ્લો સૌથી લાંબા સમય સુધી તેમના શાસન હેઠળ રહ્યો. જોકે, તેની ખાસ ભૌગોલિક રચના અને ચાર શક્તિશાળી દરવાજા (ગણેશ, નારાયણ, હનુમાન અને મહા દરવાજો)ને કારણે તેને સીધી લડાઈમાં જીતવો અશક્ય હતો. દુશ્મનો સામે લોખંડી દીવાલની જેમ અડગ ઊભા રહેવાની ક્ષમતાને લીધે જ તેનું નામ લોહગઢ પડ્યું. લોહગઢના ચાર મોટા દરવાજા હજુ પણ સારી સ્થિતિમાં છે. સુરતની લૂંટ અને કરોડોના ખજાનાનું ગુપ્ત રહસ્ય 1664 અને 1670માં છત્રપતિ શિવાજી મહારાજે મુઘલોના સમૃદ્ધ વેપારી મથક સુરત પર સફળ આક્રમણ કર્યું, ત્યારે મરાઠા સેનાને કરોડો રૂપિયાનું સોનું, ચાંદી અને ઝવેરાત મળ્યાં હતાં. મુઘલ સેનાથી બચાવીને આ અઢળક સંપત્તિને સુરક્ષિત રાખવા શિવાજી મહારાજે લોહગઢની પસંદગી કરી. કિલ્લાની અંદર બનેલાં ભૂગર્ભ ભોંયરાઓ અને ગુપ્ત ઓરડાઓમાં આ ખજાનો લાંબો સમય સુરક્ષિત રહ્યો. પછીથી તેનો ઉપયોગ સ્વરાજ્ય વિસ્તાર માટે થયો હતો. વીંછુ કાંટા: સુરક્ષા અને વ્યૂહરચના સ્થાપત્યની દૃષ્ટિએ લોહગઢ કિલ્લાનું સૌથી મોટું આકર્ષણ ‘વીંછુ કાંટા’ છે. મરાઠીમાં વીંછુ એટલે વીંછી અને કાંટા એટલે પૂંછડીનો ડંખ. ઉપરથી આ કિલ્લો જોવામાં આ‌વે એટલે કે ડ્રોન કે હેલિકોપ્ટરમાંથી જોઈએ તો કિલ્લાનો એક લાંબો પટ્ટો પહાડની બહારથી નીકળતા બિલકુલ વીંછીની વાંકી પૂંછડી જેવો જ દેખાય છે. આશરે 1.5 કિલોમીટર લાંબો આ સાંકડો પટ્ટો છે અને તેની બંને બાજુએ હજારો ફૂટ ઊંડી ખીણ આવેલી છે. આ ભાગ માત્ર દેખાવ માટે નહોતો બનાવવામાં આવ્યો. યુદ્ધ સમયે જો દુશ્મન સેના નીચેથી ઉપર આવવાનો પ્રયત્ન કરે, તો કિલ્લાના સૈનિકો આ આ વીંછુ કાંટા પર ઊભા રહીને દુશ્મનોને દૂરથી જ જોઈ શકતા અને તીર કે તોપમારો કરીને તેમને ખીણમાં ફેંકી દેતા. આમ, સંરક્ષણની રીતે પણ આ કિલ્લાનું ખૂબ જ મહત્ત્વ હતું. સાંસ્કૃતિક સંગમસ્થાન લોહગઢની તળેટીમાં આશરે 2,200 વર્ષ પ્રાચીન બૌદ્ધ ‘ભાજા ગુફાઓ’ આવેલી છે, જેનો ઉપયોગ પ્રાચીન સમયમાં ભિક્ષુકોના આશ્રયસ્થાન અને વેપારી માર્ગો પર નજર રાખવા થતો. બીજી તરફ, કિલ્લાની ટોચ પર મુસ્લિમ સંત શેખ ઉમર વલીની પવિત્ર દરગાહ છે. આમ, લોહગઢે સદીઓ સુધી વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓનો સંગમ જોયો છે. મુઘલો સાથેની સંધિ અને કિલ્લાની સોંપણી 1665માં મુઘલ સેનાપતિ મિર્ઝા રાજા જયસિંહ સાથે થયેલી પ્રસિદ્ધ પુરંદરની સંધિ અંતર્ગત શિવાજી મહારાજે પોતાના 23 કિલ્લા મુઘલોને સોંપવા પડ્યા હતા, જેમાં લોહગઢ પણ સામેલ હતો, પણ શિવાજી મહારાજ આ કિલ્લાનું મહત્ત્વ બરાબર જાણતા હતા. તેથી જ, માત્ર પાંચ વર્ષ પછી ઈ.સ. 1670માં તેમણે ફરીથી ભવ્ય આક્રમણ કરીને લોહગઢ પર મરાઠા સામ્રાજ્યનો ભગવો ધ્વજ લહેરાવી દીધો હતો. જોડિયા કિલ્લાની જોડી લોહગઢ કિલ્લાની સામે વિસાપુર કિલ્લો છે. આ બંને કિલ્લાઓ એક સાંકડી પહાડી પટ્ટી દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. વિસાપુર કિલ્લો લોહગઢ કરતાં કદમાં મોટો અને વધુ ઊંચાઈ પર આવેલો છે, પણ સુરક્ષાની રીતે લોહગઢ હંમેશાં વધુ અભેદ્ય અને મજબૂત માનવામાં આવતો. જોકે, આ ઊંચાઈ જ પાછળથી લોહગઢની નબળાઈ સાબિત થઈ. 1818માં બ્રિટિશ સેનાએ આક્રમણ કર્યું, ત્યારે તેમણે વધુ ઊંચાઈ ધરાવતા વિસાપુર કિલ્લા પર પોતાની તોપો ગોઠવીને નીચે આવેલા લોહગઢ પર ભારે તોપમારો કર્યો હતો, જેના કારણે મરાઠાઓએ લોહગઢ છોડવો પડ્યો હતો. ચોમાસામાં પહાડ પરથી પડતા નાના-મોટા ધોધ અને કિલ્લાનાં પગથિયાં પરથી વહેતું પાણી પ્રવાસીઓને લલચાવે છે. આખો કિલ્લો જાણે વાદળોની રહસ્યમય ચાદર ઓઢી લે છે અને ટ્રેકર્સને સ્વર્ગ જેવો અનુભવ કરાવે છે. 21મી સદીમાં કાર્યરત પ્રાચીન જળ વ્યવસ્થાપન લોહગઢ કિલ્લાની સૌથી મોટી સ્થાપત્ય અને ઈજનેરી ખૂબી પહાડના નખશિખ કાળા પથ્થરોને કોતરીને બનાવાયેલી જળસંચય પ્રણાલી છે. કિલ્લાની ટોચ પર એક વિશાળ જળાશય છે. તેને હાથી તળાવ કહે છે. પહાડી ઢોળાવ પરથી વહેતાં ચોમાસાનાં પાણીને ભેગું કરવા માટે મરાઠા સ્થાપત્યકારોએ પથ્થરોનાં કુદરતી સ્તરોનો ઉપયોગ કરીને એક અદભુત ફિલ્ટરેશન સિસ્ટમ વિકસાવી હતી. આ પાણી કુદરતી રીતે ગળાઈને પથ્થરના ટાંકાઓમાં એવી રીતે ભેગું થતું કે હજારોની સેના મહિનાઓ સુધી કિલ્લાની અંદર ઘેરાયેલી રહે, તો પણ પીવાનાં શુદ્ધ પાણીની ક્યારેય અછત સર્જાતી નહોતી. આ પ્રાચીન જળ વ્યવસ્થાપન આજે 21મી સદીમાં પણ કાર્યરત છે.
    Click here to Read More
    Previous Article
    મેંદી રંગ લાગ્યો:માડી, મુને કાળાને ના દેજો, પિયર મારું ધંધૂકા!
    Next Article
    સાયબર સિક્યુરિટી:નકલ નહીં ‘નકલી’થી સાવધાન રહો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment