Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબર સિક્યુરિટી:નકલ નહીં ‘નકલી’થી સાવધાન રહો

    22 hours ago

    કેવલ ઉમરેટિયા આજકાલ આપણી દરેક જરૂરિયાત માત્ર એક ક્લિક પર જ પૂરી થઈ જાય છે, પણ આ જેટલું સુવિધાજનક છે તેટલું જ ખતરનાક પણ છે. અને આ વાતનો જ લાભ ઊઠાવીને સાયબર ગઠિયાઓ અવનવી તરકીબો બનાવીને લોકોને ઠગે છે. તેમનું સૌથી મોટું અને ખતરનાક હથિયાર છે ‘ફેક’ (Fake) એટલે કે નકલી. નકલી લિંક, નકલી એપ, નકલી જાહેરાત કે પછી નકલી વેબસાઈટ. લોકો અજાણતા જ આ ‘ફેક’ની માયાજાળમાં ફસાઈ રહ્યાં છે. હાલમાં બનેલી સાયબર ક્રાઈમની કેટલીક ઘટનાઓ પર નજર કરીએ તો સમજાશે કે ગઠિયાઓ આ નકલીના હથિયારનો કઇ રીતે ઉપયોગ કરે છે. ‘નકલી’ ઈ-ચલણ અને હોટલ બુકિંગ આજકાલ લોકોના મોબાઈલ પર ટ્રાફિક પોલીસના નામે ‘ફેક ઈ-ચલણ’ (E-challan)ના મેસેજ આવી રહ્યા છે. આ મેસેજમાં દંડ ભરવા માટેની એક લિંક આપેલી હોય છે. સામાન્ય માણસ પોલીસના ડરથી વધારે વિચાર્યા વગર જ તે લિંક પર ક્લિક કરી દે છે અને ગણતરીની સેકન્ડોમાં તેનું બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય છે. આ જ રીતે, ગઠિયાઓ આપણી જરૂરિયાતોનો પણ ગેરલાભ ઊઠાવે છે. તહેવારો અને રજાઓની સીઝનમાં જ્યારે લોકો ફરવા જાય છે, ત્યારે ‘ફેક હોટલ બુકિંગ વેબસાઈટ’ બનાવી લે છે. તાજેતરમાં ઓડિશાની પવિત્ર રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને લૂંટવા માટે અનેક ફેક હોટલ વેબસાઈટ્સ બનાવવામાં આવી હતી, જેને પોલીસે બ્લોક કરી દીધી છે. ગઠિયાઓ આબેહૂબ અસલી જેવી જ દેખાતી વેબસાઈટ બનાવે છે અને લોકો સસ્તાની લાલચમાં પૈસા ગુમાવી બેસે છે. તગડા નફાની ‘નકલી’ જાહેરાતો સામાન્ય લોકો જ સાયબર ગઠિયાઓની જાળમાં આવે છે એવું નથી, ભણેલા-ગણેલા અને નિવૃત્ત અધિકારીઓ પણ તેમનો શિકાર બને છે. મુંબઈમાં એક નિવૃત્ત બેંક મેનેજરને શેરબજારમાં તગડા નફાની લાલચ આપીને છેતરવામાં આવ્યા. ગઠિયાઓએ સોશિયલ મીડિયા પર દેશના ‘નાણામંત્રી’નો ફોટો લગાવીને એક ‘ફેક જાહેરાત’ ચલાવી હતી, જેથી લોકોને તે અસલી લાગે. આ સિવાય વોટ્સએપ ગ્રૂપ દ્વારા ‘ફેક ઓનલાઈન ટ્રેડિંગ એપ’ ડાઉનલોડ કરાવીને પણ લોકોની જિંદગીભરની પરસેવાની કમાણી લૂંટવામાં આવી રહી છે. શરૂઆતમાં થોડો નફો બતાવે છે અને જ્યારે કોઇ તેમાં મોટું રોકાણ કરી દે ત્યારે તેઓ ગાયબ થઈ જાય છે. ‘નકલી’ વેપાર સુરતમાં ફેસબુક પર વજન ઘટાડવાની ‘નકલી જાહેરાતો’ દ્વારા લોકોને નિશાન બનાવવામાં આવ્યાં. સરળતાથી અને ઝડપથી વજન ઘટાડવા માંગતા લોકો આસાનીથી આવી નકલી જાહેરાતોનો શિકાર બની જાય છે. આ ઉપરાંત તાજેતરમાં ગુજરાતમાં જ ‘ફેક મેટ્રિમોનિયલ પ્રોફાઈલ’ બનાવીને એક વ્યક્તિ પાસેથી 2.30 કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા. આ કેસમાં પોલીસે પાંચ લોકોની ધરપકડ પણ કરી છે. કેવી રીતે બચવું? ડિજિટલ દુનિયામાં ગઠિયાઓથી બચવાનો એક જ મંત્ર છે, ‘ઝીરો ટ્રસ્ટ પોલિસી.’ એટલે કે જ્યાં સુધી પૂરેપૂરી ખાતરી ન થાય, ત્યાં સુધી કોઈપણ વસ્તુ પર કે વ્યક્તિ પર ભરોસો ન કરવો. અજાણ્યા નંબરો પરથી આવતા ઈ-ચલણ, કુરિયર કે KYCની લિંક પર ક્યારેય ક્લિક ન કરો. જો દંડ ભરવો જ હોય તો હંમેશાં સત્તાવાર સરકારી વેબસાઈટ અથવા એપનો જ ઉપયોગ કરો. સોશિયલ મીડિયા પર દેખાતી જાહેરાતો (પછી ભલે તે શેરબજારમાં રોકાણની હોય કે વજન ઘટાડવાની) પર આંધળો વિશ્વાસ ન કરો. કોઈપણ સેલિબ્રિટી કે મંત્રી તમને રાતોરાત અમીર ન બનાવી શકે. હોટલ બુકિંગ કે કોઈપણ ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે હંમેશાં વેબસાઈટનો સ્પેલિંગ (URL) ધ્યાનથી ચેક કરો, કારણ કે ફેક વેબસાઈટ્સના એડ્રેસમાં મોટાભાગે સામાન્ય એવો ફેરફાર હોય છે, જે પહેલી નજરે ધ્યાનમાં નથી આવતો. લગ્નની વેબસાઈટ્સ કે ડેટિંગ એપ્સ પર મળેલા કોઈપણ અજાણ્યા વ્યક્તિના કહેવાથી પૈસા ટ્રાન્સફર ન કરો, પછી ભલે તે ગમે તેવી મોટી મજબૂરી કેમ ન બતાવે. યાદ રાખો કે સાયબર ગઠિયાઓ માણસની મૂળભૂત નબળાઈઓનો ફાયદો ઊઠાવે છે. લાલચ (રાતોરાત અમીર બનવું), ડર (ઈ-મેમો કે ખાતું બ્લોક થવું), અંધવિશ્વાસ (જાણીતા ચહેરા કે અધિકારી પર ભરોસો) અને જરૂરિયાત (હોટલ, વજન ઘટાડવું કે લગ્ન). આ જાળ બિછાવવા માટે તેઓ ફેક લિંક, બનાવટી એપ્સ, બોગસ વેબસાઈટ, ફેક જાહેરાતો અને નકલી પ્રોફાઈલને પોતાનું હથિયાર બનાવે છે. ડિજિટલ દુનિયામાં તમારી સતર્કતા જ સૌથી મોટી સુરક્ષા છે. ‘ફેક’ના આ જમાનામાં તમારી આંખ અને કાન હંમેશાં ખુલ્લાં રાખો, કારણ કે ઈન્ટરનેટની દુનિયામાં ચમકતી દરેક વસ્તુ સોનું નથી હોતી!
    Click here to Read More
    Previous Article
    આઠમી અજાયબી:લોહગઢ: મૃત્યુને કારણે ‘જીવંત’ થયેલો કિલ્લો
    Next Article
    મનદુરસ્તી:બાળકના ‘આંતરડામાંથી ઊભા થતા ચીડિયાપણાં’ વિશે જાણો છો?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment