Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનદુરસ્તી:બાળકના ‘આંતરડામાંથી ઊભા થતા ચીડિયાપણાં’ વિશે જાણો છો?

    23 hours ago

    ‘ડૉક્ટર, આ મારી દીકરી રીની છે. એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ફિલ્ડમાં અમેરિકામાં ઘણું સરસ કામ કરે છે. હમણાં એના દીકરા બ્રીજ સાથે પંદર દિવસ માટે અહીં ઘરે આવી છે. એનું પાંચ વર્ષનું બાળક બહુ ચીડિયું રહે છે. એણે અહીં બધા મેડિકલ ટેસ્ટ કરાવ્યા, પણ બ્રીજના બધા રિપોર્ટ્સ એકદમ નોર્મલ છે. અમારો જમાઈ આમ તો બહુ બ્રિલિયન્ટ બિઝનેસમેન છે. ત્રીસ વર્ષની ઉંમરમાં એણે ઘણો ગ્રોથ કરી લીધો છે. બંને જણા આખો દિવસ બહુ બિઝી હોય છે, એટલે ક્યારેક બાળકને ડે-કેર સેન્ટરમાં મૂકે છે. બાકી એ સરસ સચવાય છે. અમને બધાંને એના આ વિચિત્ર વર્તનની ચિંતા થાય છે.’ યશોદાબહેને એમની ચિંતા વ્યક્ત કરી. બાળકને કોઈ શારીરિક સમસ્યા હોય તો પણ એની અસર વર્તન પર જોવા મળી શકે. અલબત્ત, વર્તનની સમસ્યાઓ માટે જિનેટિક્સ ઉપરાંત સૌથી મોટું પરિબળ એનો ઉછેર હોય છે. જો માતા-પિતા વચ્ચે તકરારો થતી હોય તો બાળકમાં અસલામતીની ભાવના સીધી જ ઉતરે છે. એ કોઈ લાગણી સીધી રીતે વ્યક્ત કરી શકતું નથી, એટલે એનામાં ગભરામણ, બેચેની, અસલામતી, ચીડિયાપણું, ગુસ્સો વગેરે માનસિક સમસ્યાઓ દેખાવાની શરૂ થાય છે. આ ઉપરાંત ઘણી બધી વર્તન-વિકૃતિઓનાં મૂળમાં આવી બાળપણની અસલામતી રહેલી હોય છે, પણ કેટલાંક અન્ય કારણો પણ સંશોધકોના ધ્યાનમાં આવ્યાં છે. ‘નેચર કોમ્યુનિકેશન્સ’ નામના પ્રતિષ્ઠિત જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ શરીરમાં એક એવો માર્ગ (પાથ-વે) છે, જેના દ્વારા નાનાં બાળકોનાં આંતરડાના માઇક્રોબાયોમની (બેક્ટેરિયા, વાઇરસ, ફંગસ વગેરેની) વ્યાપક અસરો મગજના વિકાસ પર અને વધતી ઉંમરે માનસિક સ્વાસ્થ્ય પર થઈ શકે. અલબત્ત, આ સંશોધન વયસ્કો માટે તો જાણીતું છે જ! આ અભ્યાસમાં સિંગાપુરમાં 55 બાળકો પર આવું લાંબા ગાળાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ બાળકો જ્યારે બે વર્ષનાં હતાં ત્યારે એમનાં મળના નમૂનાઓમાં માઇક્રોબિયલ ઘટકોની તપાસ થઈ. પછી છ વર્ષની ઉંમરે એમનાં મગજના ફંક્શનલ એમ.આર.આઇ. સ્કેન કરવામાં આવ્યા અને સાડા સાત વર્ષની ઉંમરે એંગ્ઝાયટી અને ડિપ્રેશનનાં લક્ષણોનું વર્ણન એમની સંભાળ રાખનાર વ્યક્તિ કે માતા-પિતા પાસેથી લેવામાં આવ્યું. યાદ રહે, આ સંશોધન સતત એ જ બાળકો પર થયું હતું. આ વિશ્લેષણે સૂચવ્યું કે 12થી 36 મહિનાની ઉંમરના ગાળામાં બાળકના આંતરડામાં મહત્ત્વના ફેરફારો થતા હોય છે. આ સમયગાળામાં બાળકના બોધનાત્મક, આવેગાત્મક અને ચેષ્ટા-કૌશલ્યોનો વિકાસ ખૂબ ઝડપથી થતો હોય છે. આ વખતે એમની માઇક્રોબિયલ પ્રોફાઇલ, એટલે કે આંતરડાના બેક્ટેરિયા વગેરેનાં જૂથોએ મગજની કનેક્ટિવિટી અને મોટી ઉંમરે એંગ્ઝાયટી કે ડિપ્રેશનનાં લક્ષણો વચ્ચે સેતુ ઊભો કરી દીધો હતો. મતલબ, બાળપણના આંતરડાનું આંતરિક વાતાવરણ અને ભવિષ્યનું વર્તન કે એની સમસ્યાઓ ત્રણેક વર્ષની ઉંમરથી પરસ્પર જોડાવાનું શરૂ કરી દે છે. બ્રીજની એની મમ્મી પાસેથી હિસ્ટ્રી લેતા જાણવા મળ્યું કે એને મોડર્ન ફૂડ હેબિટ્સના નામે પેકેજમાં રહેલો ફોર્ટિફાઇડ ખોરાક આપવામાં આવતો હતો. એ.આઇ.ને પૂછીને ખોરાક નક્કી થતો અને ફલાણાં કે ઢીંકણાં પોષકતત્ત્વો અમુક-તમુક રીતે વધુ પડતાં પહોંચાડવામાં આવતાં હતાં, જેમાં સંપૂર્ણ આહારનાં સંતુલિત પોષકતત્ત્વો મળતાં નહોતાં. માત્ર સોશિયલ મીડિયા રીલ્સમાંથી જોઈને નક્કી કરાયેલા તેમજ બજારૂ જાહેરાતોને અનુસરીને અપાયેલા ખોરાકે એનામાં વર્તનની આ વિકૃતિ ઊભી કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. બાળ-ઉછેરમાં આસપાસના વાતાવરણ સાથે બાળકને અપાતો ખોરાક પણ એટલો જ મહત્ત્વનો હોય છે. વિનિંગ સ્ટ્રોક પેઢીઓ જૂના શાણપણથી વિચારાયેલા અને અનુભવસિદ્ધ પરંપરાગત ખોરાકનું મુખ્ય કામ સર્વાંગી પોષણ, સમયસર વૃદ્ધિ અને સ્વસ્થ વિકાસનું છે. માત્ર સાયબર ‘ઓનલાઇનીયું’ અધૂરું જ્ઞાન ક્યારેક ખતરનાક નીવડી શકે છે.
    Click here to Read More
    Previous Article
    સાયબર સિક્યુરિટી:નકલ નહીં ‘નકલી’થી સાવધાન રહો
    Next Article
    મેનેજમેન્ટની ABCD:સાવધાન, ગ્રાન્ડપાની ગાડી કેમ્પસ કોર્નર ઉપર છે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment