Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેનેજમેન્ટની ABCD:ટાઇમ મેનેજમેન્ટનું થોરામાં ઘનું

    9 hours ago

    બી.એન. દસ્તુર આ કટારના નવા નિશાળિયા મેનેજરો, ઉદ્યોગપતિઓ, આન્ત્રપ્રેન્યરોની ફરિયાદોમાં અવ્વલ નંબરે આવે છે ‘સમય નથી’ની ફરિયાદ. ટાઇમ મેનેજમેન્ટ ઉપર લખવાની ફરમાયશો સૌથી વધારે આવે છે. જે કરવાનું છે તે કરવા માટેના પ્લાનિંગ માટે સમય ફાળવો. ‘જરૂરી’ માહિતી ઉપર નિર્ણય લો. આજે માહિતીનો ઓવરલોડ સમય બગાડતો રહે છે. તમારાં લક્ષ્યાંકો નક્કી કરો. શું કરીને, કઈ રીતે, કેટલા સમયમાં, કઈ હાલતમાં, ક્યાં પહોંચવું છે એ નક્કી કરો. અગ્રિમતા, પ્રાયોરિટીઝ નક્કી કરો. આવનારા બનાવો માટે તૈયારી કરવાનો સમય ફાળવો. બેંગલોરમાં કંપની બ્રાન્ચ ખોલવાની છે તેની ખબર પડતાં જ, બ્રાન્ચ મેનેજર બનવા શું, કઈ રીતે, કોની મદદથી કરવું એ વેળાસર નક્કી કરો. અમલ કરો. સમયનું પ્લાનિંગ કરતાં, તમારાં નિયંત્રણની બહારનાં પરિબળોને મેનેજ કરવા માટે સમય ફાળવો. અર્જન્ટ અને ઇમ્પોર્ટન્ટ વચ્ચેનો તફાવત સમજો. કામ ‘અર્જન્ટ’ હોય, ‘ઇમ્પોર્ટન્ટ’ હોય, ‘અર્જન્ટ પણ નોટ ઇમ્પોર્ટન્ટ’ હોય, ‘ઇમ્પોર્ટન્ટ પણ નોટ અર્જન્ટ’ હોય, ‘ન ઇમ્પોર્ટન્ટ, ન અર્જન્ટ’ હોય. પ્રોક્રાસ્ટિનેશન ટાળો. આજનું કામ આજે જ. ખોટું ન લાગે એ રીતે ‘ના’ પાડતાં શીખી લો. સમય તરફનો એટિટ્યૂડ બદલો. સમયને ખેંચીને લાંબો કરી શકાતો નથી, નાના ટુકડા કરી ડીપ ફ્રિઝ કરાતો નથી. એ રોજ જન્મે છે, રોજ મરે છે. સમયનો ઉપયોગ ક્યારે, કઈ રીતે કરવો છે તેના નિયમો બનાવો. જરૂરી ફેરફારો કરતા રહો. બેંકની પાસબુકની જેમ સમયના બેલેન્સનો રેકોર્ડ રાખો. દિવસની ધમાકેદાર શરૂઆત કરો. કૈઝનને પ્રેમ કરો. કૈઝન એટલે એકધારો સુધારો. દોસ્તી શોધવા, કરવા, નિભાવવા અને નિખારવા માટે સમય ફાળવો. એવું માનવાની જરૂર નથી કે સખત મહેનત વિના સફળતા શક્ય નથી. જે કરવું છે તે કરવાના આસાન રસ્તા શોધો. જે કામ તમારા મદદનીશો કરી શકતા હોય તે કરવાનું ટાળો. સમયનું મેનેજમેન્ટ એ કોઈ ઓટોમેટિક પ્રોસેસ નથી. પ્લાનિંગ માગે છે. આજના માહોલમાં ભયંકર અનિશ્ચિતતા છે, પહેલાં ન અનુભવેલી ઊથલપાથલો છે. જો કંઈ સ્થિર હોય તો તે પરિવર્તન-ચેન્જ છે. સમય બગાડવા માટે આજે જે છે તેની (સ્ટેટસ કો) માવજત કરવાને બદલે દરેક સફળતામાં, દરેક નિષ્ફળતામાં છુપાયેલી તકો શોધો. તમારા ઉત્તમ નોલેજ વર્કરોને સમસ્યાઓ ઉપર લગાડવાને બદલે તકો ઉપર લગાડો. આપણી જિંદગીમાં વિરોધાભાસોની ભરમાર છે. ઘર અને વર્કપ્લેસની જિંદગી વચ્ચે તાલમેલ રાખવો આસાન નથી. જેનું ઠોબરું રંગવાના વિચારો રોજ આવે છે (વિચારવામાં વાંધો નથી) એવા બોસને રોજ સવારે હસીને ‘ગુડ મોર્નિંગ’ કહેવું પડે છે. આપણે જે કંઈ કરીએ છીએ તેને આપણી જિંદગીના હેતુઓ સાથે સીધો કે આડકતરો સંબંધ હોય છે. તમારા હેતુ સિદ્ધ કરવા માટે આવડત, અનુભવ, જ્ઞાન અને પ્રતિભા હોવા છતાં સમય નથી તો કંઈ નથી. પંડિતો કહે છે: આદાનસ્ય પ્રદાનસ્ય કર્તવ્યસ્ય ચ કર્મણી, ક્ષિપ્રમક્રિયમાનસ્ય, કાલઃ પિબતિ તદ્સમ્. જે આપવાનું છે, લેવાનું છે, કરવાનું છે તે તરત જ ન કરવામાં આવે તો કાળ એના રસને પી જાય છે. બુધવારનો બોધ જ્ઞાની ઇન્સાનો માટે લીલાં ઝાડનું દરેક પાંદડું ઈશ્વરને ઓળખવા માટેની એક એક કિતાબ છે.
    Click here to Read More
    Previous Article
    નીલે ગગન કે તલે:સુખડનો હાર
    Next Article
    ગતકડું:જેની પાસે રિમોટ હોય એ રાજા

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment