Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓક્સિજન:ઈશ્વર શરણ

    1 day ago

    ‘હંમેશાં ઈશ્વરનું નામ લો, અન્ય કોઈનું શરણ શોધવું નહીં પડે.’ કથામાં સંત-ગુરુએ કહેલી આ વાત ગાંઠે બાંધીને પુનિત ઘરે જવા નીકળ્યો. તે સામાન્ય પરિસ્થિતિમાંથી આપબળે આગળ આવેલો યુવાન હતો. જીવનમાં ઘણો સંઘર્ષ કરી, ખૂબ મહેનત કરીને હવે તે બે પાંદડે થયો હતો. તેનો નાનો પણ સુખી પરિવાર હતો. જેના મનમાં સદા ઈશ્વરનું નામ ચાલતું હોય અને વ્યવસાયમાં પ્રામાણિકતા છલકતી હોય, એવા વ્યક્તિને ઈશ્વરની કૃપા પણ મળે જ ને! હા, એ ઈશ્વરની કૃપાથી જ તેનો વ્યવસાય પણ સારો ચાલતો હતો અને કમાણી પણ ઘણી થતી હતી. એક દિવસ આવી જ એક કથામાં તેને તેનો જૂનો મિત્ર મળી ગયો, નામ એનું વંદન. એક જ ગામના રહેવાસી આ મિત્રો હવે શહેરમાં આવીને વસ્યા હતા. એકવાર મુલાકાત થઈ, પછી તો અવારનવાર મળવાનું થવા લાગ્યું. વંદન પણ પુનિતની જેમ મરી-મસાલા એક્સપોર્ટ કરવાના વ્યવસાયમાં જ હતો. વંદન સાથેની મુલાકાતો વધી તેમ પુનિતને લાગ્યું કે બંનેના સ્વભાવ સરખા જ માયાળુ છે, બંનેને આધ્યાત્મિકતા પ્રત્યે એકસમાન ખેંચાણ છે, બંને પ્રામાણિકતાથી પોતાનો વ્યવસાય કરે છે; એટલું જ નહીં, બંનેની ઈશ્વરભક્તિ પણ એકસરખી જ છે. પરંતુ, એક વાત હંમેશાં પુનિતનું ધ્યાન ખેંચતી હતી. પુનિતને લાગતું કે વંદન તેના કરતાં વધુ સુખી અને વધુ ખુશ છે. જો બધી જ રીતે બંને મિત્રોના ગુણ એકસરખા હતા, તો ઈશ્વરનું ત્રાજવું કેમ વંદન તરફ નમેલું હતું? બીજા જ દિવસે જાણે આ પ્રશ્નનો જવાબ મળવાનો સંયોગ હતો. વંદન તેના પરિવાર સાથે પુનિતના ઘરે આવ્યો હતો. સહુને મળ્યા પછી તેણે પૂછ્યું, ‘બા-બાપુજી ક્યાં?’ પુનિતે સંકોચ સાથે કહ્યું, ‘એ તો ગામડે રહે છે. અને તારાં?’ વંદનના મુખ પર ગર્વનો પ્રકાશ પાથરતું સ્મિત રેલાયું અને તે બોલ્યો, ‘બા-બાપુજી મારી સાથે જ રહે છે, અને ખૂબ ખુશ થઈને રહે છે.’ જેઓ મૂર્તિઓમાં જીવ શોધવાને બદલે જીવંત માતા-પિતાને જ દેવ માને છે, તેમનું પલડું સુખથી હંમેશાં નમેલું જ રહે છે.
    Click here to Read More
    Previous Article
    મેનેજમેન્ટની ABCD:સાવધાન, ગ્રાન્ડપાની ગાડી કેમ્પસ કોર્નર ઉપર છે
    Next Article
    નીલે ગગન કે તલે:ઓક્ટો- જેન મી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment