Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નીલે ગગન કે તલે:ઓક્ટો- જેન મી

    1 day ago

    સૌપ્રથમ સ્વર્ગસ્થ વિજયા મહેતાને હૃદયપૂર્વક કરુણાંજલિ, 30મી જૂને 91 વર્ષે એમનો દેહાંત થયો. ગયા અઠવાડિયે ગગનવાલા બમ્બઈમાં ભાગમભાગકર પરેશ રાવળને ત્યાં ફોન દ્વારા, મરાઠી નાટ્યપતિ વિવેક કેંકરેને મળ્યા તે વ્યસ્ત હતા કેમકે આધૂનીક મરાઠી રંગમંચકર્મીણી આઈ વિજીયા મહેતાનો સ્વર્ગવાસ થયો હતો અને તે સમાચાર આવતાં મહારાષ્ટ્રના રંગપ્રેમીઓની કરોડો આંખો રડી પડી હતી, કેંકરે તેમાં જોડાયા હતા. ગગનવાલા બાવન વરસથી ભારતની બહાર રહેલા છે એટલે મરાઠીની રત્નખની–શી થિયેટર સૃષ્ટિથી વિશેષ પરિચીત નથી, પણ અમારે સ્વર્ગસ્થ વિજય તેંડુલકર સાથે દીર્ધ પરિચય હતો અને તે સબબ અમે અરવિંદ અને સુલભા દેશપાંડેના ઘરે વિજયા આઈને બે વાર મલેલા છીએ. દામુ ઝેવેરી થ્રૂ શ્રીરામ લાગૂને એક ગ્રીનરૂમમાં, કેતન મહેતા થકી મોહન ગોખલે, નાના પાટેકર, ઊર્મિલા માતોંડકર, આદિ મરાઠી રંગમંચની તત્કાલીન આકાશગંગાનું દીવ્યદર્શન કરેલું છે, અને અચાનક એક થિયેટરના પ્રતીક્ષા કક્ષમાં વિજીયા મહેતા સાથે સસ્મિત કેમ છો વગેરે થયેલાં છે. આ સીવાય વીજળી ચમકે તેટલા ઝબકારામાં થયેલો એમનો પ્રત્યક્ષ પરિચય નહીંવત હતો. હાલાંકિ એમની છટા, એમની મેધા, એમનું વાત્સલ્ય સ્મરણીય હતું અને હજી યાદ છે. ગુજરાતીઓ પોતાના સાલસ સ્વભાવના કારણે બીજી ભાષાઓના ભાષીઓને લાઇનમાં આગળ જવા દે છે, ને કોઈ ગુજરાતી સાહિત્ય કે કલા–ફલાને ગાળો આલે તો આલવા દે છે કેમકે કોંઈ આલીને ગયો ને! આપણે બંગાળી, મરાઠી ને અલબત્ત અંગ્રેજી તેમ જ બીજી ભારતની ભાષાઓમાંથી ગાંસડીઓ ભરીભરીને અનુવાદ કરતા આવ્યા છીએ, તેની સામે ગુજરાતી ધુરંધર વાર્તાકાર દિનકર મહેતા એક સ્તુત્ય ઉદ્યમ કરી રહેલ છે, તે ગુજરાતી પુસ્તકોના મરાઠી, હો–હો મરાઠી ભાષાંતરો કરાવીને છપાવે છે! તે જોઈને મૂછાળા મરાઠા કહેતા હોય છે કે જળ તો ઉપરથી જ નીચે આવે ને! યાને મરાઠી સાહિત્ય પવિત્ર નીરનું વાદળું છે જેમાંથી નીતરતું સાહીત્ય ગૂજરાતીમાં ઇઝ ટ્રાન્સપબલિશ્ડ બાય દિનકર ભાઊ! આ લેખમાં સાચી જોડણીનાં નગારાં વગાડનાર ગગનવાલાએ જાણીબૂઝીને અમુક શબ્દોમાં હ્રસ્વઉ–દીર્ઘઉ વગેરે ખોટા લખ્યા છે કેમકે એકતરફ ‘કીબોર્ડ’નું ‘કુંજીપટલ’ ને ‘એક્સપ્રેસ વે’નું ‘દ્રુતગતિ માર્ગ’ કરવાના આગ્રહી મરાઠીઓ મરાઠી વર્તની પ્રત્યે મરાઠી જોડણી પ્રત્યે ભાંગના બે ગોટા ચડાવીને સૂતા હોય તેવા નિષ્ફિકર છે. મુંબઈમાં રસ્તાનાં નામ, દુકાનોનાં નામ, સમાચારપત્રોમાં, જાખેરખબરનાં ફરફરિયાંમાં, ફાવે તેમ હાસ્યાસ્પદ હુલ્લડ કરે છે. ગુજરાતીઓ પોતાના ‘સાલસ’ સ્વભાવના કારણે અન્ય ભાષાના સાહિત્યને બી ‘આપણું’ ગણે છે, રે લોલ! પણ રેરે ઓક્ટો–જેન એસ, (Octo-Gen Seniors, bro)! શેક્સપીયરની ત્રણ ડાકણો જેવી ચેટ–સાઈટો ઉપર ભારતભરની ચૌદેચૌદ કે શી ખબર બસ્સો કે પાંચસોએ પાંચસો ભાષાઓ, ઉપભાષાઓ, અને સંકેતસૂરો ફક્ત ગુજરાતૌ કે બંગાળી કે મરાઠી ઇવન અંગ્રેજીનું ચીલ ઝડપથી ચેન્જ થતું જતું કલેવર બની રહે છે. ગાડામાં બેસીને સામા માણસને મળવા બાર ગાઉ મળવા જવામાં સમય લાગતો બટ. હવે તો મૈંને જો ખત લિક્ખે તે અબ્બી હાલ તેરે ફોન મેં સિતારે બન જાતે હૈં એટલે જેન ઝીની બોલી ટૂંકાણને વધુ મહત્ત્વ આપે છે, સાક્ષરતાને ઓછું. એમની જ બોલીમાં tl;df જેવા સોલેસિઝમ યાને શ્બ્દિક ઉત્પાદનો દેખા દે છે. tl;df એટલે તારો કાગળ કે તારી પોએમ કે તારી નોવેલ ઇઝ ટૂ લોન્ગ અને મેં વાંચવાનું માંડી વાળ્યું! જનરેશન Z માટે સમય કિંમતી છે. તેથી ‘FOMO’, ‘IYKYK’, ‘fr’, ‘delulu’ જેવા શોર્ટફોર્મ્સ, નવા સ્લેંગ અને સંક્ષિપ્ત શબ્દો શટલકોકની જેમ ઉછાળાય છે. લાંબાંલસં કવવતડાં એને ઘેર જાય, એકાદબે ઇમોજીથી કે મીમથી વાત પતાવાય છે સુરતની ઘારીની જેમ. બ્લેક ઇંગ્લિશ ફેશનેબુલ છે. અને હજી વિદ્વાનો delulu છે કે અંગ્રેજી અને ગુજરાતી, હિન્દી કે અન્ય પ્રાદેશિક ભાષાઓનું મિશ્રણ તેમની ઓળખનો હિસ્સો છે. સાંસ્કૃતિક સંલગ્નતાનું પ્રતીક છે. આમાંની જેન ઝી-ની નવી સંજ્ઞાઓનો પરિચય આવતા અંકે કરાવીશું. મીન વ્હાઇલ અમારા વેરી ગુડ ફ્રેન્ડ ઓફ માઇન રાવળ સર કહે કે અમારા એક નાટકમાં એક શબ્દ આવે છે, ‘સારમાણસાઈ’ અને હું નાટકની ક્રેડિટલાઇનના બ્રોશરમાં આવા ગુજરાતી શબ્દોના મીનિંગ છપાવીને ઓડિયન્સમાં વહેંચવાનો છું, જેથી આજના જેન–ઝી લોકોને ભાન થાય કે આનેયે શબ્દ કહેવાય, ને આવાયે નફીસ કલામ વાતોમાંયે વપરાય. જૈ જેનગેનમેન!
    Click here to Read More
    Previous Article
    ઓક્સિજન:ઈશ્વર શરણ
    Next Article
    સહજ સંવાદ:યુનિવર્સિટીનો ટાવર કૈંક બોલે તો?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment