Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈમિગ્રેશન:શું વારંવાર એપ્લાય કરવાથી વિઝા મળે?

    17 hours ago

    રમેશ રાવલ સવાલ : મારી F-4 કેટેગરીની તારીખ 27-12-2006ની છે, જેની એક વર્ષથી ડેઈટ ચેન્જ નથી થઈ. તો મારા પેપર્સ ક્યારે આવશે અને વેલકમ લેટર ક્યારે મળશે? પુત્રને 19 વર્ષ થયાં છે. - મનીષ પટેલ, અમદાવાદ જવાબ : તમારી પિટિશન એપ્રૂવ થઈને નેશનલ વિઝા સેન્ટર (NVC)માં ટ્રાન્સફર થયા પછી જ વેલકમ લેટર આવશે. ત્યારબાદ ઇન્ટરવ્યૂ માટે તમારે માગ્યા મુજબનાં બધાં જ સ્ટેપ્સ પૂરાં કરવાથી ઇન્ટરવ્યૂ આવી શકે. તમારા પુત્રની ઉંમર 19 વર્ષની હોવાથી તેના માટે એક અપીલ કરવી પડે. હજુ તમારી પિટિશનને 1 વર્ષ જેટલો સમય લાગી શકે. સવાલ : મારે મારી પત્ની સાથે અમેરિકાના વિઝિટર વિઝા માટે અરજી કરવી છે. જો તમે તમારો ફોન નંબર આપો, તો વધુ સ્પષ્ટતાપૂર્વક વાત થઈ શકે. - હસુ જકાસનિયા, અમદાવાદ જવાબ : મને સમય મળશે ત્યારે હું તમને ચોક્કસ ફોન કરીને માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરીશ. હાલમાં રૂબરૂ મળવું શક્ય નથી. સવાલ : અમારા અમેરિકાના 10 વર્ષનો વિઝિટર વિઝા ડિસેમ્બર 2026 સુધી વેલિડ છે. અમે આ વિઝા દરમિયાન સાત વખત અમેરિકા જઈ આવ્યાં છીએ. હવે અમારે અમારી પુત્રીની પ્રેગ્નન્સી હોવાથી અમે ફરીથી અમેરિકા જવા માગીએ છીએ. તો અમારે વિઝા ક્યારે રિન્યૂ કરાવી શકાય?- એક વાચક, વલસાડ જવાબ : તમે ડિસેમ્બર સુધી અમેરિકા જઈ શકો છો, પરંતુ તમે અગાઉ સાત વખત અમેરિકા ગયા હોવાથી ત્યાંના એરપોર્ટ ઉપર તમને વિઝા આપે નહીં તો પ્રોબ્લેમ થાય. તેના કરતાં ડિસેમ્બરમાં વિઝા પૂરા થઈ ગયા પછી પણ બીજાં દસ વર્ષના વિઝા લેવા ડ્રોપબોક્સમાં એપ્લાય કરી શકાય. સવાલ : મારી F-4 કેટેગરીની ફાઇલ 2008 ની છે. મારી પુત્રી અમેરિકામાં અભ્યાસ કરે છે. તેને મળવા માટે અને થોડા સમય માટે ત્યાં જવા વિઝિટર વિઝા લેવા છે, તો વિઝા મળવાની શક્યતા છે? અગાઉ 2024માં મારા વિઝા રિજેક્ટ થયેલા છે.- - સેજલ પટેલ, અમદાવાદ જવાબ : ના, કારણ કે તમારી ઈમિગ્રેશન પિટિશન પેન્ડિંગ છે અને અગાઉ એક વાર રિજેક્શન આવેલું છે. તેમ છતાં તેનું કોન્વોકેશન હોય એ વખતે ટ્રાય કરી શકાય. સવાલ : છેલ્લાં 5 વર્ષમાં મેં પાંચ વખત અમેરિકાના વિઝિટર વિઝા માટે એપ્લાય કરેલું છે, પણ બધી વખત રિજેક્ટ થયા છે. હું શું કરું?- એક વાચક, નવસારી જવાબ : હવે ફરીથી એપ્લાય કરવાની જરૂર નથી, કારણ કે ફરીથી પણ રિજેક્ટ થઈ શકે તાત્કાલિક રી-એપ્લાય કરવાની જરૂર નથી, કારણ કે ફરીથી રિજેક્ટ થવાની જ શક્યતા વધુ છે. થોડો સમય રોકાઈને પ્રોફાઈલ મજબૂત થયા પછી જ વિચારવું. સવાલ : મારી દીકરી ધો.12માં ભણે છે. તેને M.B.B.S. કરવું છે, તો કયા દેશોમાં એપ્લાય કરાય? બહારના દેશોમાં કરેલો અભ્યાસ ભારતમાં કામમાં આવે? - નિકીતા સોની, અમદાવાદ જવાબ : અમેરિકા સિવાય બીજા યુરોપના કોઈ પણ કન્ટ્રીમાં એપ્લાય કરાય, કારણ કે અમેરિકા કરતાં અન્ય દેશોમાં ડિગ્રી મળવામાં ઓછાં વર્ષ લાગે છે. ફોરેનની ડિગ્રી ભારતમાં માન્ય હોવાથી તે કામમાં આવે. સવાલ : હું ઘણા સમયથી નિયમિત રીતે તમારી કોલમ વાંચું છું. મારાં સાસુ અને સસરા અમેરિકાના ગ્રીનકાર્ડ ધારક છે, જેમને 14 વર્ષ પછી ગ્રીનકાર્ડ મળેલું. તો શું અમને પણ આટલાં વર્ષો લાગી શકે? મને ઈમેલથી જવાબ આપશો? - શહેઝાદ આલોટવાલા, અમદાવાદ જવાબ : હા, જો તે અમેરિકાના સિટીઝન થયા પછી તમારા માટે F-4ની પિટિશન ફાઈલ કરે તો વર્ષો લાગે. સવાલ : મેં અમેરિકાના વિઝિટર વિઝા માટે દસ વાર ટ્રાય કર્યું છે. તેમ છતાં વિઝા મળ્યા નથી. મારો પુત્ર અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા ઉપર છે તેથી ફરવા અને મળવા જવું હતું. હવે કોઈ સચોટ રસ્તો બતાવશો?- રાકેશભાઈ નાઈ, હિંમતનગર જવાબ : હવે ફરીથી અમેરિકાના વિઝા માટે ટ્રાય કરતા નહીં. જો વારંવાર એપ્લાય કરવાથી વિઝા મળતા હોય તો હજારો લોકો એપ્લાય કરે. તમે 10 વખત એપ્લાય કરવાની ભૂલ કરી હોય તો હવે યુરોપના Schengen Visitor Visa માટે પ્રયત્ન કરી જુઓ. સવાલ : મારી ઉંમર 58 વર્ષની છે અને હું ડિવોર્સી છું. મેં પાંચ વર્ષ પહેલાં કેનેડાના વિઝા માટે એપ્લાય કરેલું, પરંતુ હોમ કન્ટ્રીમાં પાછાં આવશો તેની સ્યોરિટી નથી તે કારણસર રિજેક્ટ કર્યા છે. તો એજન્ટ દ્વારા ફરીથી એપ્લાય કરું? - મનીષા પાઠક, અમદાવાદ જવાબ : ના, જો તમારી સ્ટ્રોન્ગ ફેમિલી ટાઈઝ અને આવકના મજબૂત પુરાવા હોય નહીં તો ફરીથી એપ્લાય કરતા નહીં. તેના કરતાં બીજા કન્ટ્રીઝના વિઝા માટે ટ્રાય કરી શકો. સવાલ : હું અમેરિકાનો સિટીઝન છું અને મારે મારા બ્રધર અને તેના ફેમિલી માટે ગ્રીનકાર્ડ માટે અરજી કરવી હોય તો કયું ફોર્મ ભરવું પડે અને કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ?- પરાગ શાહ, અમેરિકા જવાબ : તમારા ભાઈ માટે I-130 ફોર્મ Online ફાઈલ કરી શકાય. તેની સાથે ફોર્મમાં જણાવેલા ડોક્યુમેન્ટ્સ તમારા તથા તમારા ભાઈના અને તેના ફેમિલીના ડોક્યુમેન્ટ્સ સાથે જ મોકલવા પડે. ફોર્મ પરફેક્ટ તૈયાર કરજો.
    Click here to Read More
    Previous Article
    પ્રસંગકથા:અંતઃચક્ષુના સ્વામી: પંડિત સુખલાલજી
    Next Article
    ડૉક્ટરની ડાયરી:દિમાગના શૈતાની ખ્યાલો; ચડાવી દિલની દૈવી શાળે, માણસાઈનું વસ્ત્ર વણે જે; એને સાચો લેખું માણસ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment