Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રસંગકથા:અંતઃચક્ષુના સ્વામી: પંડિત સુખલાલજી

    16 hours ago

    નટવર આહલપરા સાગર જેવી ભવ્યતા ધરાવતા પંડિત સુખલાલજી એક ઋષિ સમાન હતા. નાનપણમાં શીતળાના રોગમાં તેમણે બંને આંખો ગુમાવી હતી, પરંતુ દૃઢ સંકલ્પશક્તિ અને પ્રબળ પુરુષાર્થથી તેમણે અપ્રતિમ જીવન-વિકાસ સાધ્યો હતો. ગુજરાતના ચિંતન સાહિત્યને આ ઉદાત્ત હૃદયના માનવતાવાદી સંસ્કાર પુરુષે અત્યંત સમૃદ્ધ કર્યું છે. તેમની ઉત્કટ ઇન્દ્રિય-સંવેદના, ઊંડી વિદ્યાપ્રીતિ, ઉદાર માનસ, ચિંતનશીલતા અને એકાગ્રતા એ તેમની મહાનતા હતી. અંધ હોવા છતાં પ્રાકૃતિક સૌંદર્યને પામવાની પંડિતજીની શક્તિ અપાર હતી. તેઓ આ પ્રદેશમાં થઈ ગયા ન હોત તો ‘દર્શક’ને સત્યકામનું પાત્ર ભાગ્યે જ મળ્યું હોત. ઘણો બધો વિરોધ હોવા છતાં પંડિતજીએ બહેનોને ભણાવવાનું છોડવાનો ઇનકાર કર્યો હતો. ‘જવાબદારીનું ભાન એ જીવનના સમગ્ર વિકાસની ચાવી છે’ એમ પંડિતજી માનતા હતા. તેમણે પ્રવાસો પણ કર્યા હતા. માનવીય પુરુષાર્થનું અપૂર્વ દૃષ્ટાંત હેલન કેલરે પૂરું પાડેલું અને પંડિત સુખલાલજીએ પણ પોતાની અપંગતાને નામશેષ કરી દઈ સમગ્ર માનવજાતિ માટે પ્રેરક નીવડે તેવો અનન્ય વિકાસ સાધ્યો હતો. પુણ્યશ્લોક પુરુષો પૂ. રવિશંકર મહારાજ અને પંડિત સુખલાલજી વિશે મૃદુલા પ્ર. મહેતાએ અને રઘુવીર ચૌધરીએ રેખાચિત્રો લખેલાં છે, જે વાંચવાનો એક આનંદ છે. અહીં પંડિત સુખલાલજીનો એક પ્રસંગ યાદ આવે છે: ‘તે દિવસે ઉકળાટ ખૂબ હતો. ચાંદની પણ એવી જ સુંદર ખીલી હતી. મૃદુલાબહેને એનો ઉલ્લેખ નહોતો કર્યો છતાં પંડિતજી બોલેલા: ‘પવન જ સરસ છે તેમ નથી, ચાંદની પણ સરસ છે, ખરું ને!’ મૃદુલાબહેન ડઘાઈ જાય છે. ત્યારે પંડિતજી કહે છે: ‘જો, એમાં કોઈ અલૌકિક શક્તિની જરૂર નથી. આજની હવામાં જે અનેરી શીતળતા છે, તે પૂર્ણિમાની સોળે કળાએ ખીલેલી ચાંદની સિવાય સંભવે જ નહીં. એ અનન્ય શીતળતાનો અનુભવ આંખ હોય તેને થાય તેના કરતાં વધારે તીવ્રપણે આંખ વગરનાને થાય એમ હું ધારું છું. મેં ઘણીવાર આજે પૂનમ છે તે મારા અનુભવથી જાણ્યું છે.’ ...બીજે દિવસે સવારમાં ફરતાં-ફરતાં તેઓ કહે છે: ‘ઈશ્વર એક હાથે લઈ લે તો બે હાથે આપે, એવો મારો અનુભવ છે. ઈશ્વરના ઔદાર્યની કદી સીમા નથી. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ આધારનો કોઈક ખૂંટો તેણે આપણા માટે રાખ્યો જ હશે, તેવી શ્રદ્ધા ક્યારેય ગુમાવવી નહીં. પુરુષાર્થ કરવાનું આપણા ભાગે હોય છે. જો પુરુષાર્થ ન કરીએ તો ઈશ્વરી ખૂંટો હાથ નહીં આવે.’ ‘ઇન્દ્રિયોના ગુલામ બનશો નહીં. ઇન્દ્રિયોના તમે માલિક છો, માલિક રહો. ઇન્દ્રિયોને વશમાં રાખવાના બે માર્ગ છે: એક ત્યાગનો અને બીજો સમર્પણનો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ – આ પંચવિષયો ઇન્દ્રિયોના સાચા પતિ નથી. ઇન્દ્રિયોના સાચા પતિ તો પરમાત્મા છે.’ ખરેખર, પંડિત સુખલાલજીના અંતઃચક્ષુ સદૈવ ખુલ્લાં રહેતા હતા.
    Click here to Read More
    Previous Article
    વસુંધરાના વહાલાં દવલાં:ઓઝોન પ્રદૂષણ: દેશમાં ત્રીજા ક્રમે અમદાવાદ, રાત્રે પણ હવા ઝેરી!
    Next Article
    ઈમિગ્રેશન:શું વારંવાર એપ્લાય કરવાથી વિઝા મળે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment