Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વસુંધરાના વહાલાં દવલાં:ઓઝોન પ્રદૂષણ: દેશમાં ત્રીજા ક્રમે અમદાવાદ, રાત્રે પણ હવા ઝેરી!

    15 hours ago

    આપણે વાયુ પ્રદૂષણની વાત કરીએ, ત્યારે આપણાં મનમાં ધુમાડો, ધૂળ અને માત્ર શિયાળામાં આકાશમાં છવાઈ જતો સ્મોગ જ આવે છે. તાજેતરમાં સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ દ્વારા કરવામાં આવેલા વિસ્તૃત 2021-2026 દરમ્યાનનાં છ વર્ષીય ડેટા વિશ્લેષણમાં ચિંતાજનક ખુલાસો થયો છે. CSEના રિપોર્ટ અનુસાર, 1 માર્ચથી 10 મે, 2026 વચ્ચે ભારતનાં 25 મુખ્ય શહેરોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, ઉનાળા દરમિયાન સરેરાશ ઓઝોન પ્રદૂષણના મામલે અમદાવાદ દેશમાં ત્રીજા ક્રમે આવ્યું છે. અમદાવાદમાં ઓઝોનનું સરેરાશ સ્તર 115 માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર નોંધાયું છે, જે રાષ્ટ્રીય સુરક્ષિત ધારાધોરણ (100 μg/m³3- 100 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર) મહત્તમ આઠ-કલાકના એક્સપોઝર કરતાં વધારે છે. આ યાદીમાં માત્ર ચંદીગઢ (173) અને જયપુર (120) જ અમદાવાદથી આગળ છે. અમદાવાદ, તેના ઝડપી ઔદ્યોગિક વિકાસ અને વાહનોની સતત વધતી જતી સંખ્યા માટે જાણીતું છે. આપણે ત્યાં ઉનાળામાં ગરમીનો પારો આસમાને પહોંચે છે. સખત ગરમી, તેજ સૂર્યપ્રકાશ અને વાહનો તથા ફેક્ટરીઓમાંથી નીકળતાં ઉત્સર્જનનો સમન્વય ગ્રાઉન્ડ લેવલ ઓઝોનનું નિર્માણ કરે છે. રિપોર્ટ સ્પષ્ટ કરે છે કે, વધતું જતું તાપમાન અને પ્રદૂષકો વચ્ચે હવે એક ખતરનાક ચક્ર બની ગયું છે. અત્યાર સુધી આપણો મુખ્ય ભાર ‘નેશનલ ક્લીન એર પ્રોગ્રામ’ હેઠળ માત્ર ધૂળ અને રજકણો, PM2.5 (રજકણોનો વ્યાસ 2.5 માઈક્રોમીટર કે તેથી નાનો) અને PM10 (રજકણોનો વ્યાસ 10 માઈક્રોમીટર કે તેથી નાનો) ઘટાડવા પર રહ્યો છે. પરંતુ સીએસઈના નિષ્ણાતો સ્પષ્ટ માને છે કે, માત્ર ધૂળને નિયંત્રિત કરવાથી હવા શુદ્ધ નહીં થાય. હવે સમય આવી ગયો છે કે NCAP 2.0 - ‘નેશનલ ક્લીન એર પ્રોગ્રામ ફેઝ-2’ માં ઓઝોન અને તેને બનાવતા વાયુઓ નાઈટ્રોજન ઓક્સાઇડ અને વોલેટાઈલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સને કાબૂમાં લેવા માટે મલ્ટી પોલ્યુટેન્ટ સ્ટ્રેટેજી અપનાવવામાં આવે. અમદાવાદ જેવા શહેરમાં જ્યાં બાંધકામ અને ટ્રાફિક સતત ધમધમે છે, ત્યાં રાત્રિના સમયે પણ ઓઝોનનું પ્રદૂષણ જોખમી સપાટીએ પહોંચી રહ્યું છે. સામાન્ય રીતે એવું મનાય છે કે સૂર્યાસ્ત પછી ઓઝોન ઘટી જાય છે, પરંતુ વાતાવરણના બદલાવને કારણે હવે રાત્રે પણ તે હવામાં જળવાઈ રહે છે. આનો સીધો અર્થ એ છે કે નાગરિકો માટે શ્વાસ લેવા યોગ્ય શુદ્ધ હવાનો સમયગાળો ઘટી રહ્યો છે. અમદાવાદમાં આજે મેટ્રો જેવા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો વ્યાપ હજુ વધુ મજબૂત બનાવવો પડશે, જેથી રસ્તાઓ પર વ્યક્તિગત વાહનોની સંખ્યા ઘટે. આ ઉપરાંત, શહેરમાં ગ્રીન કવર વધારવું ખૂબ જરૂરી છે, જે તાપમાનને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે. જો નાગરિકો પણ ટ્રાફિક સિગ્નલ પર વાહન બંધ રાખવાની નાની આદતો કેળવશે, તો તે પણ હાનિકારક વાયુઓને ઓછો કરવામાં મોટો ફાળો આપશે. વાયુ પ્રદૂષણ સામેની આ લડાઈ માત્ર સરકારની નથી, તેમાં દરેક અમદાવાદી અને ગુજરાતીની ભાગીદારી જરૂરી છે. ઓઝોન પ્રદૂષણ જાહેર સ્વાસ્થ્ય માટે જ નહીં, કૃષિ ઉત્પાદકતા માટે પણ નુકસાનકારક સાબિત થાય છે. ઓઝોન પ્રદૂષણ નાગરિકોને કેમ અસર કરે છે? ઓઝોન સ્તર પૃથ્વીની ઘણી ઊંચાઈએ સ્ટ્રેટોસ્ફિયર એટલે કે સમતાપ આવરણ આવેલું છે, જે આપણને સૂર્યનાં પારજાંબલી કિરણોથી બચાવે છે, જે ‘સારો ઓઝોન’ છે. પરંતુ જ્યારે વાહનો, કારખાનાં અને પાવર પ્લાન્ટ્સમાંથી નીકળતા ઝેરી વાયુઓ, સૂર્યપ્રકાશ અને સખત ગરમીના સીધા સંપર્કમાં આવે છે, ત્યારે જમીન સ્તરે રાસાયણિક પ્રક્રિયા થઈને જે નવો ગેસ બને છે, તેને ગ્રાઉન્ડ-લેવલ ઓઝોન અથવા ‘ખરાબ ઓઝોન’ કહે છે. જ્યારે નાગરિકો આ હવા શ્વાસમાં લે છે, ત્યારે તે સીધી ફેફસાં પર અસર કરે છે. તેના કારણે છાતીમાં દુખાવો, સતત ખાંસી આવવી, ગળામાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ થવાનું જોખમ રહે છે.
    Click here to Read More
    Previous Article
    બ્લેક એન્ડ વ્હાઈટ:આવા નરરાક્ષસોને જીવવાનો અધિકાર અપાય?
    Next Article
    પ્રસંગકથા:અંતઃચક્ષુના સ્વામી: પંડિત સુખલાલજી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment