Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્લેક એન્ડ વ્હાઈટ:આવા નરરાક્ષસોને જીવવાનો અધિકાર અપાય?

    14 hours ago

    જૂન 2026ના અંતિમ સપ્તાહમાં પુણેની સ્પેશિયલ કોર્ટના એડિશનલ જજ એસ. આર. સાળુંખેએ 65 વર્ષીય આરોપી ભીમરાવ કાંબળેને ફાંસીની સજા ફટકારી. શા માટે? 1 મે, 2026ના દિવસે ભીમરાવ કાંબળેએ પુણે જિલ્લાના ભોર તાલુકાના નસરાપુર ગામમાં ત્રણ વર્ષની છોકરીનું અપહરણ કર્યું હતું અને તેના પર બળાત્કાર કરીને તેની હત્યા કરી નાખી હતી. કાંબળેએ તે માસૂમ છોકરીને નાસ્તો કરાવવાની અને નવજાત વાછરડું બતાવવાની લાલચ આપીને ઢોરના તબેલા પાસેના શેડમાં લઈ જઈને તેનું જાતીય શોષણ કર્યું. એ પછી તેનું ગળું દબાવીને તથા છાતીમાં ઈજા પહોંચાડીને તેને બેરહેમીથી મારી નાંખી. પોસ્ટમોર્ટમમાં તે છોકરીના શરીર પર 18 ઈજાઓ જોવા મળી હતી, જેમાં બળાત્કાર, અકુદરતી જાતીય અત્યાચાર અને મુખમૈથુનના પુરાવા મળ્યા અને કાંબળેનું વીર્ય તે છોકરીનાં ગળા અને હાથ પરથી મળ્યું. આ ગુના પછી માત્ર 60 દિવસમાં કેસ પૂરો થયો. પોલીસે 15 દિવસમાં 1200 પાનાંની ચાર્જશીટ દાખલ કરી, જેમાં 55 સાક્ષીઓનાં નિવેદનો, સીસીટીવી ફૂટેજ, ડીએનએ અને અન્ય ફોરેન્સિક પુરાવા કોર્ટને આપ્યા હતા. કાંબળેએ આ અગાઉ પણ 62 વર્ષની એક મહિલા પર અને 17 વર્ષની એક છોકરી પર દુષ્કર્મ કર્યું હતું. એ વખતે પણ તેની સામે કેસ નોંધાયા હતા. એ ઉપરાંત તેણે એક પ્રાણીનું પણ જાતીય શોષણ કર્યું હતું! સ્પેશિયલ જજ સાળુંખેએ 25 જૂન, 2026ના દિવસે કાંબળેને દોષિત ઠેરવતાં કહ્યું, ‘આ આરોપીનો અપરાધ અમાનવીય, ક્રૂર અને સમાજ તેમજ ન્યાયતંત્રના અંતરાત્માને હચમચાવી મૂકે એવો છે. આરોપી પહેલાં પણ ગુનો આચરી ચૂક્યો છે અને આરોપીને પોતાના જઘન્ય કૃત્ય માટે કોઈ પસ્તાવો નથી અને સુધારાની શક્યતા નથી.’ અને 29 જૂને તેમણે આ કેસને ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ માનીને કાંબળેને દેહાંતદંડની સજા ફટકારી. આવા નરરાક્ષસને જીવવાનો અધિકાર અપાય? તમે કહેશો કે ‘બિલકુલ નહીં’ પણ શેતાનને ય શરમાવે એવા આ નરરાક્ષસને અપાયેલી ફાંસીની સજા સુપ્રીમ કોર્ટ સુદ્ધાં યથાવત રાખે (રાખશે જ કેમ કે કાંબળે વિરુદ્ધ જડબેસલાક પુરાવાઓ છે) એ પછી ય આપણા દેશના કેટલાય બૌદ્ધિકો કાંબળેની ફાંસીની સજા માફ કરવા માટે રાષ્ટ્રપતિને અપીલ કરશે! આ વાતમાં અતિશયોક્તિ લાગતી હોય તો યાદ કરાવી દઉં કે આપણા દેશના સેંકડો બૌદ્ધિકો ક્રૂરતાના પ્રતીક સમા પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને ફાંસીએ ચડાવવાની પણ વિરુદ્ધ હતા! 203 બૌદ્ધિકોએ અજમલ કસાબની ફાંસીની સજા માફ કરવા માટે પોતાની સહી સાથે રાષ્ટ્રપતિને અપીલ કરી હતી. એ અજમલ કસાબ માટે કે જેને આખી દુનિયાએ ટીવી સ્ક્રીન એકે-ફિફ્ટી સિક્સથી ગોળીઓ ચલાવતા અને હિન્દુ-મુસ્લિમ માણસોને હસતા ચહેરે, ઠંડા કલેજે, મારી નાખતા જોયો હતો! હવે આ બીજો કિસ્સો જાણો. નવેમ્બર, 2020માં ભિવંડીના નહેરુનગર વિસ્તારમાં રહેતો 16 વર્ષીય શોએબ રશીદ શેખ રહસ્યમય રીતે ગુમ થઈ ગયો. કુટુંબે ફરિયાદ કરી અને પોલીસે શોએબને શોધવાની કોશિશ કરી, પણ તે મળ્યો નહીં. એ પછી પોલીસે 2023માં શંકાના આધારે ગુલામ ઉર્ફે ગુલાબ રબ્બાની નામના મૌલવીની પૂછપરછ કરી હતી. જોકે એ પછી તે નાસી છૂટ્યો હતો. તે દિલ્હી ગયો, ત્યાંથી ઉત્તરાખંડ ગયો હતો અને ત્યાં પોતાની ઓળખ બદલાવીને રહેવા લાગ્યો હતો. જોકે પોલીસે થોડા સમય અગાઉ તેને શોધી કાઢ્યો અને તેની ધરપકડ કરી. એ પછી તેણે ગુનો કબૂલી લીધો. એની કબૂલાત પછી શોએબ તો ન મળ્યો, પણ તે મૌલવીએ શોએબના જમીનમાં દાટેલાં હાડકાં મળ્યાં! બન્યું હતું એવું કે તે મૌલવી એક ટીનેજર છોકરા પર રેપ કરી રહ્યો હતો ત્યારે શોએબ એ જોઈ ગયો એટલે મૌલવીને લાગ્યું કે શોએબ કોઈને આ વાત કહી દેશે. એટલે તેણે શોએબનું ગળું દબાવીને તેને મારી નાખ્યો હતો. પછી તેણે શોએબના શરીરના ટુકડા કરી નાખ્યા હતા. એમાંથી અમુક ટુકડા તેણે કચરાપેટીમાં ફેંકી દીધા હતા. જ્યારે બાકીના ટુકડા તેણે દુકાનની બાજુના ગાળામાં જમીનમાં ખાડો ખોદીને દાટી દીધા હતા અને એ પછી એના પર લાદી લગાડી દીધી હતી! હવે આ કિસ્સો પણ જાણી લો. 21 જૂન, 2026ના દિવસે મુંબઈના ઉપનગર કલ્યાણ પૂર્વના કોલસેવાડી વિસ્તારમાં એક ફ્લેટમાંથી મધરાતે એક ટીનેજર છોકરીની ચીસો સાંભળીને એ વિસ્તારમાં રહેતાં લોકો જાગી ગયાં હતાં. પાડોશીઓ એ ફ્લેટમાં જઈ ચડ્યા ત્યારે તેમને આખા ઘરમાં લોહી ફેલાયેલું નજરે પડ્યું હતું અને લોકોને ખબર પડી હતી કે બે 60 વર્ષીય વૃદ્ધો એક ગરીબ કુટુંબની 15 વર્ષીય છોકરીને ઘરે લાવ્યા હતા અને તેમણે તેના પર ગેંગરેપ કર્યો હતો. આવી હૃદયને વિચલિત કરી દેનારી ઘટનાઓ આપણા દેશમાં બનતી જ રહે છે. આપણા દેશની ટ્રેજેડી એ છે કે ઘણા બૌદ્ધિકો રેસ્ટોરાંમાં ચિકન કે મટન ખાતાં-ખાતાં એવી સૂફિયાણી વાતો કરતા હોય છે કે ‘કોઈપણ પ્રકારની જીવહિંસા ન થવી જોઈએ.’ આપણા દેશમાં ફાંસીની સજાની જોગવાઈ નાબૂદ કરવી જોઈએ એવી માગણી પણ તેઓ કરતા રહે છે (દરેક પ્રકારની જીવહિંસાનો વિરોધ કરનારા જેન્યુઇન માણસોની અહીં વાત નથી, પણ હિંસા પ્રત્યે સગવડિયો ધર્મ અપનાવનારા બૌદ્ધિકોની વાત છે). સાંભળીને ય કમકમાટી આવે એવા ગુનાઓ આચરનારા આરોપીઓ પ્રત્યે આપણા દેશના ઘણા બૌદ્ધિકોનાં હૃદયમાં દયાનાં ઝરણાંઓ ફૂટી નીકળે છે, પણ પીડિતો માટે તેમને તકલીફ નથી થતી. નાગપુરમાં સીરિયલ રેપિસ્ટ અને ખતરનાર ગુંડા અક્કુ યાદવના અત્યાચારોથી ત્રાસીને સેંકડો મહિલાઓએ તેને કોર્ટમાં જ મારી નાખ્યો એ પછી આપણા દેશના ઘણા બૌદ્ધિકોનાં હૃદય દ્રવી ઊઠ્યાં હતાં. તેમણે આક્રોશ ઠાલવ્યો હતો કે ‘જો આ રીતે કાનૂન હાથમાં જ લેવાનો હોય તો પછી કોર્ટની જરૂર શું છે!’ અક્કુ યાદવ વર્ષો સુધી કેટલીય સ્ત્રીઓ પર બળાત્કાર કરતો રહ્યો, નિર્દોષ માણસોનાં ખૂન કરતો રહ્યો અને સંખ્યાબંધ વ્યક્તિઓ પર અત્યાચાર કરતો રહ્યો એ વખતે એમાંના કોઈ પણ બૌદ્ધિકને તકલીફ થઈ નહોતી. બૌદ્ધિકો ભલે વાણીવિલાસ કરતા રહે, પણ સો વાતની એક વાત એ કે આવા નરરાક્ષસોને સભ્ય સમાજમાં જીવવાનો અધિકાર ન આપવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    આંતરમનના આટાપાટા:સબસે ઊંચી પ્રેમ સગાઈ
    Next Article
    વસુંધરાના વહાલાં દવલાં:ઓઝોન પ્રદૂષણ: દેશમાં ત્રીજા ક્રમે અમદાવાદ, રાત્રે પણ હવા ઝેરી!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment