Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંતરમનના આટાપાટા:સબસે ઊંચી પ્રેમ સગાઈ

    13 hours ago

    ડૉ. જય નારાયણ વ્યાસ કાર્લ યુંગનું એક અતિ પ્રખ્યાત વાક્ય છે, ‘ધ શૂ ધેટ ફિટ્સ વન પર્સન પિન્ચીસ અનધર’ અર્થાત્, જે જોડો કોઈ એક વ્યક્તિને બરાબર ફિટ બેસે છે, તે જ જોડો બીજી વ્યક્તિને કદાચ ડંખી પણ શકે. એ જ જોડો બીજાને અનુકૂળ ન પણ આવે, અને બીજી વ્યક્તિને તે ક્યાં અને કેવો ડંખે છે તેની કોઈને ખબર પણ ન પડે. શું તમને નથી લાગતું કે સંબંધોની બાબતમાં પણ આ જ વિચારસરણી સાચી ઠરે છે? આપણે જેને ખરેખર ચાહીએ છીએ, તે આપણો સહકર્મચારી, મિત્ર, જીવનસાથી, સહઅધ્યાયી કે આપણો કોઈ સગો પણ હોઈ શકે છે. તમે જ્યારે કોઈના પરિચયમાં આવો અને જેમ-જેમ તેમને નજીકથી ઓળખવાનો સમય અને અવસર મળે, તેમ-તેમ તમને એ સંબંધ ક્યાં ડંખે છે તે વાત સમજાતી જાય. ઘણીવાર, લોકો જે સંબંધને બહારથી એક સુંદર આવરણ તરીકે જુએ છે, તે સંબંધરૂપી જોડો તમને અંદરથી ક્યાં અને ક્યારે ડંખે છે તેનો અંદાજ કોઈ અન્ય વ્યક્તિ ક્યારેય લગાવી શકતી નથી. પતિ-પત્નીની જેમ બે વ્યક્તિઓ એક જ માર્ગના સહપ્રવાસી બને છે, ત્યારે એક વ્યક્તિના મનમાં ઉદભવતાં લાગણીનાં સ્પંદનો, સંબંધનું મહત્ત્વ કે સાહચર્યની હૂંફ, તેની સામેની વ્યક્તિ (મિત્ર કે જીવનસાથી)માં પણ એટલી જ સહજતાથી ઉદભવતાં હશે, એવું આપણે ધારી લઈએ છીએ. કોઈ એક વ્યક્તિને એવું લાગી શકે કે તેનો સાથીદાર ભલે લાગણીના જુદા જ નકશા સાથે જીવતો હોય, તો પણ બંનેનો પ્રવાસમાર્ગ એક હોઈ શકે છે. એક વ્યક્તિના મનમાં જે અદૃશ્ય બંધન કે ખેંચાણ હોય, તે સામેની વ્યક્તિ પણ વધતા-ઓછા અંશે અનુભવે તે અશક્ય તો નથી જ. જો આ આટલી વાત સમજાઈ જાય, તો જીવનના ઘણા બધા પ્રશ્નો આપોઆપ સરળ બની જાય. જો આ સત્ય સ્વીકારી લેવાય, તો વધારે પડતી અપેક્ષાઓને કારણે સંબંધોમાં જે તણાવ કે કડવાશ ઊભી થાય છે, તેનાથી બચી શકાય. મોટાભાગના સંબંધોમાં ‘જોડો ડંખે છે’ એટલે કે તણાવ કે કડવાશ ઊભી થાય છે, ત્યારે તેના મૂળમાં આ વધારે પડતી અપેક્ષાઓ જ જવાબદાર હોય છે. તેથી સંબંધોની ગરિમા અને મીઠાશ જાળવી રાખવી હોય, તો અપેક્ષાઓ જેમ બને તેમ ઓછી રાખવી જોઈએ. સંબંધ એ સમર્પણ છે, શાંતિ સ્થાપવા માટેનું કોઈ શરતી કરારનામું નહીં. સુદામાને તેમની પત્નીએ આગ્રહપૂર્વક મોકલ્યા એટલે તેઓ દ્વારકાધીશ શ્રીકૃષ્ણને મળવા તો ગયા, પણ ત્યાં જઈને તેઓ સંકોચવશ કશું માંગી શક્યા નહીં. મુશ્કેલીના સમયે આપણો કોઈ મિત્ર કે સાથીદાર લાચાર બનીને આપણી પાસે મદદ માંગે અને આપણે તેને મદદ કરીએ, તેમાં કોઈ નવાઈ નથી. પરંતુ, મિત્રની મુશ્કેલીને તેના કહ્યા વિના જ સમજીને, તેના માંગ્યા વગર જ પોતાનાથી બનતું બધું કરી છૂટવું, એ જ સાચો સંબંધ છે. આવો જ એક ત્રીજો મુદ્દો અધીરાઈ અને ઉતાવળે અભિપ્રાય બાંધી લેવાનો છે. મિત્રતાનો સંબંધ એ એક વણલખાયેલું કરારનામું છે, તેથી તે કાગળ પરના લખાણ કરતાં પણ ક્યાંય વધુ પવિત્ર છે. મિત્ર વિશે કોઈ પણ નકારાત્મક અભિપ્રાય બાંધતા પહેલાં કે ખોટું લગાડતા પહેલાં, તેને પોતાની વાત રજૂ કરવાની એક તક તો આપવી જ જોઈએ. ઘણીવાર ઉતાવળમાં બાંધેલો ખોટો અભિપ્રાય પાછળથી પસ્તાવાનું મોટું કારણ બને છે. જેમ-જેમ ઉંમર અને અનુભવ વધે છે, તેમ-તેમ લાગણીનું જે સહજ બંધન હોય છે તે ઘટવાને બદલે વધુ પ્રગાઢ અને મજબૂત બનતું જાય છે. જીવનયાત્રા સતત આગળ વધતી રહે છે. એ જ મિત્ર જે અગાઉ તમારી સાથે કલાકો ગાળતો હતો, તે કદાચ લગ્ન પછી નવી પારિવારિક જવાબદારીઓને કારણે અથવા નોકરી-વ્યવસાયમાં વ્યસ્ત થતાં કામના ભારણને લીધે હવે તમને અગાઉ જેટલો સમય ન આપી શકે. પરંતુ આનો અર્થ એ ક્યારેય નથી થતો કે તેના મનમાં તમારા પ્રત્યેની લાગણી ઓછી થઈ ગઈ છે કે તમે તેનાથી દૂર થઈ ગયા છો. ખરેખર તો સામેની વ્યક્તિના જીવનમાં કેટલાક વ્યાવહારિક બદલાવ આવ્યા હોય છે, જેને કારણે તે તમારી સાથે અગાઉ જેટલો સમય વિતાવી શકતી નથી. તેથી, એકબીજાની જિંદગીમાં વિવિધ તબક્કે આવતા આવા ફેરફારો અને તેના કારણે ઊભી થતી અનિવાર્યતાઓને સમજવી જોઈએ. કોઈ પણ સંબંધનું સાચું મૂલ્ય બદલામાં તમને શું મળે છે તેના આધારે નથી અંકાતું, પરંતુ તે સંબંધ તમારા જીવનમાં કેટલી ગરિમા, હૂંફ અને અર્થપૂર્ણ પરિમાણ લાવે છે તેના પરથી અંકાય છે.
    Click here to Read More
    Previous Article
    ફિફા વર્લ્ડ કપ:ફિફા વિશ્વ કપ વચ્ચે ભારત ક્યાં છે?
    Next Article
    બ્લેક એન્ડ વ્હાઈટ:આવા નરરાક્ષસોને જીવવાનો અધિકાર અપાય?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment