Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફિફા વર્લ્ડ કપ:ફિફા વિશ્વ કપ વચ્ચે ભારત ક્યાં છે?

    11 घंटे पहले

    રવિરાજ સોલંકી સમગ્ર વિશ્વ ફરી એકવાર ફૂટબોલના રંગમાં રંગાઈ ગયું છે. અમેરિકા, કેનેડા અને મેક્સિકોની યજમાનીમાં 48 ટીમોના રેકોર્ડ વિસ્તાર સાથે રમાઈ રહેલો ફિફા વર્લ્ડ કપ વિશ્વની સૌથી લોકપ્રિય રમતનો મહાકુંભ છે. ભારતમાં પણ વર્લ્ડ કપનો ઉત્સાહ ઓછો નથી. કેરળ, પશ્ચિમ બંગાળથી લઈને ગુજરાત સુધી સોશિયલ મીડિયા અને ચાહકોની ચર્ચાઓમાં વર્લ્ડ કપનું જ રાજ છે. પરંતુ આ ઉત્સાહ વચ્ચે એક સવાલ વારંવાર ઊભો થાય છે – ‘140 કરોડની વસ્તીવાળું ભારત પોતે ફિફા વર્લ્ડ કપમાં ક્યારે રમશે?’ 1950નો કિસ્સો: બૂટ વગર રમવાની ના પાડી એ વાત સાચી? ભારતનો ફૂટબોલ ઇતિહાસ ગૌરવપૂર્ણ ક્ષણો અને ચૂકાયેલી તકોથી ભરેલો છે. ખાસ કરીને 1950ના બ્રાઝિલ વર્લ્ડ કપની ઘટના આજે પણ ચર્ચાનો વિષય બને છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભારતીય ખેલાડીઓ ખુલ્લા પગે રમતા હોવાથી ફિફાએ તેમને મંજૂરી ન આપી અને ભારતે ભાગ ન લીધો. જોકે, હકીકત અલગ હતી. તે સમયે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) પાસે લાંબી મુસાફરીનો ખર્ચ ઉઠાવવા પૂરતાં નાણાં નહોતાં અને સંસ્થા વર્લ્ડ કપ કરતાં ઓલિમ્પિકને વધુ મહત્ત્વ આપતી હતી. પરિણામે, ક્વોલિફાય થયા હોવા છતાં ભારતે એક ઐતિહાસિક તક ગુમાવી દીધી. 48 ટીમોનું નવું ફોર્મેટ: આશાનું નવું કિરણ 2026નો વર્લ્ડ કપ ભારત માટે નવી સંભાવના લઈને આવ્યો છે. પહેલી વાર ટૂર્નામેન્ટમાં 32ના બદલે 48 ટીમોને સ્થાન આપવામાં આવ્યું છે. આ ફેરફારથી એશિયન દેશો (AFC) માટે ક્વોલિફિકેશનની સીટો 4.5 થી વધીને 8.5 થઈ ગઈ છે. જોકે, ભારત આ વખતે ક્વોલિફાયર્સના બીજા રાઉન્ડથી આગળ વધી શક્યું નથી, પરંતુ આ નવા ફોર્મેટે ભવિષ્ય માટે દરવાજા ચોક્કસ ખોલી દીધા છે. ​ ક્રિકેટ જેવું ગ્રાઉન્ડ લેવલ કેમ નથી? માત્ર સીટો વધવાથી સફળતા નથી મળતી. ભારતમાં પ્રતિભાની અછત નથી, પણ તેને શોધવાની વ્યવસ્થા હજુ નબળી છે. આજે ક્રિકેટ રમવા ઈચ્છતા બાળકને ગલી-મહોલ્લા કે નાના શહેરમાં પણ યોગ્ય કોચિંગ અને સુવિધાઓ મળી જાય છે, જ્યારે ફૂટબોલમાં આવી તકો મર્યાદિત છે. યુરોપ કે જાપાન જેવા દેશોમાં બાળકોને ખૂબ નાની ઉંમરથી જ વૈજ્ઞાનિક તાલીમ મળે છે. ભારતમાં હજુ પણ ‘ગ્રાસરૂટ’ સ્તરે ફૂટબોલ એકેડેમીઓ, પ્રશિક્ષિત કોચ અને ઉચ્ચ ગુણવત્તાના મેદાનોની ભારે અછત છે. ISLથી નવી ઓળખ, પણ આંતરરાષ્ટ્રીય ઝડપ હજુ બાકી છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઇન્ડિયન સુપર લીગના આગમનથી ભારતીય ફૂટબોલ વ્યાવસાયિક રમત બની છે અને યુવાનોને મોટો મંચ મળ્યો છે. છતાં, આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા માટે રમતની ઝડપ, પાસિંગની ચોકસાઈ અને ફિઝિકલ ફિટનેસમાં ઘણો સુધારો જરૂરી છે. ફિફા રેન્કિંગમાં ટોપ 100ની આસપાસ સંઘર્ષ કરતી ભારતીય ટીમે જો વર્લ્ડ કપ રમવો હોય, તો એશિયાની ટોચની આઠ ટીમોમાં સ્થાન મજબૂત કરવું જ પડશે. સુનીલ છેત્રી પછીનો નવો યુગ વર્ષો સુધી ભારતીય ફૂટબોલનો એકમાત્ર ચહેરો સુનીલ છેત્રી રહ્યા છે. તેમની નિવૃત્તિ પછી હવે ટીમ એક બદલાવના દોરમાંથી પસાર થઈ રહી છે. લાલિયનઝુઆલા ચાંગતે અને મનવીર સિંહ જેવા યુવા ખેલાડીઓ પર હવે ભવિષ્યની મોટી જવાબદારી છે. જો આ નવી પેઢીને પૂરતો આંતરરાષ્ટ્રીય અનુભવ અને એક્સપોઝર મળે, તો તેઓ ભારતીય ફૂટબોલને નવી ઊંચાઈએ લઈ જઈ શકે છે. ​ તિરંગા સાથે રાષ્ટ્રગીત ગાવાનું સપનું... ફિફા વર્લ્ડ કપ માત્ર એક ટૂર્નામેન્ટ નથી, તે કરોડો લોકોનાં સપનાંનું પ્રતીક છે. જો સરકાર, ફૂટબોલ ફેડરેશન અને કોર્પોરેટ સેક્ટર મળીને પાયાની સુવિધાઓમાં લાંબા ગાળાનું રોકાણ કરે, તો આવનારા દાયકામાં ભારત વિશ્વ કપ રમવાની ક્ષમતા ધરાવે છે. કદાચ આજે આપણે વર્લ્ડ કપ ટીવી પર જોઈ રહ્યા છીએ, પરંતુ એ દિવસ અશક્ય નથી જ્યારે ભારતીય ખેલાડીઓ વિશ્વ કપના મેદાનમાં તિરંગા સાથે ઊભા હશે અને સમગ્ર દેશ ગૌરવથી રાષ્ટ્રગીત ગાઈ રહ્યો હશે.
    Click here to Read More
    Previous Article
    બુધવારની બપોરે:પેટ બેટ ઉતારો, સજનવા
    Next Article
    આંતરમનના આટાપાટા:સબસે ઊંચી પ્રેમ સગાઈ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment