Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુધવારની બપોરે:પેટ બેટ ઉતારો, સજનવા

    10 hours ago

    હું સહેજ પણ ઈર્ષાળુ નથી. કોઈના પેટનો ખાડો જોઈને મને કદી જલન થતી નથી કે, ‘મારે આવો ખાડો ક્યારે પડશે?’ સવાલ ચોક્કસ થાય કે, પાપી પેટના સવાલો આ લોકોને ય થતા હશે? તો લગભગ સમજોને, એકોએક ગુજરાતીનાં નસીબ જેવું એનું પેટે ય તોતિંગ હોય છે. મને પૂછવાનું તો ઘણું મન થાય કે, ‘આને ઉતારતા કેમ નથી?’ તો મેં તો કેમ જાણે અભેરાઈ ઉપરથી એને ડબ્બો ઉતારવાનું કીધું હોય એમ એ દાર્શનિક જવાબ આપે છે, ‘પેટ અભિમાન જેવું છે… કોઈનું ઉતર્યું છે તે આપણું ઉતરશે?’ એણે ‘આપણું’ શબ્દ વાપર્યો, એ મને ખાસ ન ગમ્યો. કબૂલ કે એક નાનકડી બંગલી જેવી ટમી તો મારે ય છે, પણ ઘરની બહાર નીકળ્યા પછી કોઈ એની ઉપર નજર બગાડે એ મને ન ગમે! જોવી ગમે એવી યુવતીઓની એક ટેવ બહુ ખરાબ હોય છે કે, એવીઓને આપણી ટમી સામે એકાદવાર જોઈ લેવાના બહુ ચહડકા ઉપડે છે. ભલે એ ફક્ત નજર નાંખીને ઉઠાવી લેતી હોય, પણ એણે જોવાનું હોય આપણા ચહેરા ઉપર, એને બદલે ટમી જોઈને એના હાથમાં કે આંખમાં શું આવ્યું? હું કદી યુવતીઓનાં પેટ ઉપર નજર બગાડતો નથી. ચહેરો સુંદર આપ્યો હોય તો બે ઘડી જોઈ લેવાનો… એનું પેટ જોઈને આપણા હાથમાં શું આવે? જોકે, આ વાત હજી કોઈના ધ્યાનમાં નહિ આવી હોય કે, મોટું પેટ કેવળ પુરુષોની જાગીર નથી, ઘણી સ્ત્રીઓ ય આકારમાં સોળે કળાએ નિખરી હોય છે. મૂળ ગામ રળિયામણું હોવું જોઈએ. એટલે કે, ચહેરો સુંદર હોય તો પુરુષો મોટું મન રાખીને બાકીનાં અંગોને માફ કરી દે છે. એકાદ ગુજરાતી એવો તો બતાવો જેનું પેટ ‘પાપી’ કહેવાતું ન હોય! રેતીની થેલીના આકાર અને વજનનું પેટ લઈને ફરતો ગુજ્જુ પેટ લટકતું હોય તો ય શર્ટ ઈન્સર્ટ કરીને નીકળે. આ હાસ્યાસ્પદ છે કે, ઈન્સર્ટ ન કરે તો થોડી ઘણી ય આબરૂ બચે. સુઉં કિયો છો? આઘાતની વાત એ છે કે, ભૂલેચૂકે ય એની આ પ્રોપર્ટી ઉપર તમારી નજર પડી જાય તો ઊંડો શ્વાસ લઈને આસ્તેથી બોલી નાંખશે, ‘હમણાં જરા ઉતાર્યું છે. તેલ-ઘી ને ગળી ચીજો ખાવાની બંધ!’ ગાર્ડનોમાં અનેક દુઃખીયાઓ પેટ ઉતારવા ‘ચાલુ’ બની જાય છે એટલે કે, ચાલ-ચાલ કરીને એમ સમજે છે કે, આજે ચાર રાઉન્ડ માર્યા, એમાં દસેક સેન્ટિમીટર તો ઉતર્યું હશે! એમાં ય કોઈને ડૂબી મરાવવો હોય તો આપણી સામે આવે ત્યારે એના મોંઢાને નહિ, એની ટમી ઉપર જોયે રાખો. બીજો રાઉન્ડ કેન્સલ કરીને ઘેર જતો રહેશે. રામ જાણે, કયું કારણ હશે કે, હવે તો કેટલીક સ્ત્રીઓ ય મોટાં પેટની થઈ ગઈ છે! એમને એમ પણ ન થાય કે ‘હાય હાય...બધાં જોશે તો શું વિચારશે?’ અફ કોર્સ, એ ઉંમર તો એ વટાવી ચૂકી હોય કે, કોઈ જુએ અને મનમાં શુભેચ્છાઓ આપે. પણ પુરુષની સરખામણીમાં એને એક ફાયદો છે કે, સાડીના પલ્લુ મારફત એ પોતાનું પેટ છુપાવી શકે છે. બસ, પાછાં વળીને એને જોવાય નહિ....બા ખીજાય! એવું ય નથી કે, મારી નાનકડી ટમી, આઈધર હું નાની કરવા નથી માંગતો અથવા એની જાતે એ થતી નથી. અરે, ક્યારેક તો એકલો હોઉં ત્યારે એની ઉપર વાત્સલ્યભર્યો હાથ ફેરવવો ય મને ગમે છે. બધાં જુએ, તો ય કંઈ કરી શકતા નથી કે ચલો, આપણે ય દાદુ જેવી અને જેટલી ટમી બનાવીએ! આ તો, Neighbour’s envy, owner’s pride જેવો મામલો છે! મારી પાસે ગોડાઉન ભરાય એટલો માલ પડ્યો નથી કે, મારે ખાલી કરવા કસરતો કરવી પડે! પણ હા, આ કંઈ ગૌરવ લેવા જેવી શરીરરચના તો નથી જ. પેટ ઉતારવા માટે મારે તળેલું અને ગળ્યું ખાવાનું બંધ કરવું જોઈએ, રોજ દસ-દસ કિ.મી. ચાલવું જોઈએ, સામેથી કોઈ બહુ ગમી જાય એવી આવતી હોય તો ઊંડો શ્વાસ લઈને ટમી અંદર ખેંચી જોઈએ (જોકે, પેલીએ તરત જતા રહેવું જોઈએ. આપણે એને જોઈ લીધા પછી ક્યાં સુધી પેટ ખેંચેલું રાખીએ?) પેટની બાબતે જાપલાઓ એટલે કે જાપાનીઝો અને ચીનાઓ રામ જાણે કોના ઘરની રસોઈ ખાતા હશે કે, મોટા પેટવાળો એકે ય જોવા મળે નહિ! બન્ને બટકાઓ ખરા, પણ શરીરે સપ્રમાણ અને તંદુરસ્ત. જોકે, પછી યાદ આવ્યું કે, જાપાનના સુમો પહેલવાનોને પેટ ઉતારવાનો નહિ, તગડું બનાવવાના પૈસા મળતા હશે! સુમો કુસ્તીમાં ખાલી લંગોટ પહેરીને ઉઘાડા શરીરે એ બન્ને એકબીજાને થપ્પડો ન મારે, પણ એમના તોતિંગ પેટો અથડાવે. એના સુમો પહેલવાન ઓરોરા સાતોશીનો વર્લ્ડ-રેકોર્ડ 292.9 કિલો વજનનો છે....(આ વજન શરીરનું છે....મગજનું નહિ!) એ પરણેલો છે કે નહિ, એની મને ખબર નથી, પણ એને પરણનારી (જો હોય તો!) પાંચ-દસ તો ચાલે નહિ… પંદર-વીસ પત્નીઓ હોય તો એનો ફક્ત બ્રેકફાસ્ટ થાય! જમાડવા માટે બીજી 40-50 વાઇફોની વ્યવસ્થા કરવી પડે! સવાલ એ ઊભો થાય છે કે, પુરુષો આટલા રસિક હોય છે, તેમ સ્ત્રીઓ પણ આવતા-જતાં પુરુષ પર મુગ્ધ થતી હશે? જવાબ : એ સ્ત્રી હોય તો થાય જ! જવાબ પૂરો! સિક્સર - માઉન્ટ આબુમાં જોવા જેવું શું છે? - માઉન્ટ.
    Click here to Read More
    Previous Article
    This is what happens when diabetics eat soaked almonds on an empty stomach
    Next Article
    ફિફા વર્લ્ડ કપ:ફિફા વિશ્વ કપ વચ્ચે ભારત ક્યાં છે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment