Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રાઇમ સિક્રેટ:એક એવું મર્ડર જે અકસ્માત જ લાગે

    2 days ago

    રાજ ભાસ્કર તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં બોપ્પારામ નામે નાનકડું ગામ છે. ગામમાં એક પરિવાર રહે. પરિવારના મુખિયાનું નામ શેખ જમાલ સાહેબ અને તેમની પત્નીનું નામ ઈમામ બી. પતિની ઉંમર 50 વર્ષ અને પત્નીની ઉંમર 45 વર્ષ. તેમને બે દીકરીઓ અને બંને સાસરે હતી. આ શેખ સાહેબની બાજુમાં રહેતા પરિવારમાં 25 વર્ષનો યુવાન હતો . એનું નામ મોહન રાવ. જમાલ સાહેબ સવારે વહેલા ખેતરે જાય તે રાત્રે મોડે આવે અને સીઝનમાં તો ખેતરમાં જ રાત્રે પણ રહે. ધીમે ધીમે 45 વર્ષની ઈમામ બી અને 25 વર્ષના મોહન રાવ વચ્ચે પ્રેમના નામે અનૈતિક સંબંધ પાંગર્યો, પણ એક વખત જમાલ સાહેબને આ અનૈતિક સંબંધની ખબર પડી ગઈ. પતિ-પત્ની વચ્ચે ખૂબ ઝઘડો થયો. ઈમામ બી જમાલ સાહેબના પગમાં પડી ગઈ, માફી માંગી. મોહન રાવે પણ માફી માંગી. બંનેએ વચન આપ્યું કે હવે તેઓ કદી એકબીજાનું મોં પણ નહીં જુએ. જમાલ સાહેબે બંનેને વોર્નિંગ આપીને માફી આપી દીધી. સમય વીતતો ગયો. પતિ-પત્ની વચ્ચે ફરી સુમેળભર્યા સંબંધો સ્થપાઈ ગયા, પણ સુમેળ થતાં ફરીવાર ઈમામ બીના મનમાં મોહન રાવ પ્રગટ્યો. સામે મોહન રાવની દાઢ પણ સળકી અને બંનેએ ફરીવાર મળવાનું ચાલુ કરી દીધું. ફરી વાર ભલા જમાલ સાહેબની પીઠમાં અનૈતિક સંબંધોનું ખંજર ભોંક્યું. ઈમામ બી અને મોહન રાવનું હવે એકબીજા વગર રહેવું શક્ય નહોતું. આથી બંનેએ જમાલ સાહેબને રસ્તામાંથી હટાવી દેવાનું નક્કી કર્યું. ઈમામ બી અને મોહન રાવ જમાલ સાહેબને એવી રીતે મારવા માંગતાં હતાં કે કોઈને અંદાજ પણ ના આવે કે એ કતલ છે. આ માટે તેમણે ફિલ્મો જોવા માંડી, ટીવી પર ક્રાઈમની સીરિયલોમાં હત્યાની સાજિશો કેવી રીતે થાય છે એ જોવા માંડ્યું, છાપામાં આવતી સાચી ઘટનાઓમાંથી પણ કિસ્સાઓ શોધવા માંડ્યા. પણ એમને હત્યાનો કોઈ માર્ગ જચ્યો નહીં. એક વખત ઈમામ બીએ રસ્તો બતાવ્યો કે જંગલમાંથી સાપ લાવીને જમાલ સાહેબને કરડાવીએ. પણ મોહન રાવે કહ્યું, ‘ના, મેં એવા ઘણા કિસ્સા જોયા છે કે સાપ પાસે ડંખ મરાવ્યો હોય તો પણ કાતિલ પકડાઈ જાય.’ આખરે એ રસ્તો મુલતવી રખાયો. ઘણા બધા રસ્તાઓનો વિચાર થયો. આખરે પ્રેમાંધ મોહન રાવ અને ઈમામ બીએ એક રસ્તો શોધી કાઢ્યો. એક એવી ચાલ જે આજ પહેલાં કદી નહોતી ચલાઈ. મોહન રાવે પોતાના એક ડોક્ટર મિત્ર પાસેથી અનોખા ઝેરનું ઈન્જેક્શન લીધું. એણે ઈમામ બીને કહ્યું કે એ ઈન્જેક્શન મારીને જમાલ સાહેબનું કતલ કરવાનું છે. ઈમામ બીએ કહ્યું, ‘અરે, આ તો બહુ સામાન્ય વાત છે. આ રીતે ઈન્જેક્શન આપીને મર્ડર કરીશું તો મુશ્કેલી ઊભી થઈ જશે.’ મોહન રાવે કહ્યું, ‘ના, આ સામાન્ય વાત નથી. આ ઈન્જેક્શનથી આપણે એવી રીતે કતલ કરવાનું છે કે હત્યા લાગે જ નહીં પણ એક્સિડન્ટ લાગે.’ ‘એમ એ કેવી રીતે?’ ‘આ ઈન્જેક્શન કોઈને મારી દઈએ એટલે પાંચ જ મિનિટમાં માણસને ચક્કર આવવા લાગે. ઝેર એવી રીતે ફેલાય કે એ પાંચ મિનિટમાં જ પછડાઈને મરી જાય. હવે મુખ્ય વાત કે આ ઈન્જેક્શન જમાલ સાહેબને ત્યારે આપવાનું છે જ્યારે તેઓ બાઈક ચલાવતા હોય. ચાલતી બાઈકે આ ઈન્જેક્શન તેમને આપી દેવાનું, પછી પાંચ જ મિનિટમાં તેમને ચક્કર આવવા લાગશે અને તેઓ બાઈક પરથી બહુ બુરી રીતે સડક પર પછડાઈ જશે. તેઓ પછડાશે પણ પેલા ઝેરને કારણે અને મરશે પણ પેલા ઝેરને કારણે જ, પણ લાગશે એવું કે એ અકસ્માતમાં પડવાને કારણે મર્યા છે. તેમનું મોત અકસ્માતમાં થયું છે.’ મોહન રાવની વાત સાંભળીને ઈમામ બીને બે ઘડી તમ્મર ચડી ગયાં. એણે પૂછ્યું, ‘પણ આ તો ફિલ્મની કહાની જેવું લાગે છે. આવું થાય ખરું?’ મોહન રાવે વિશ્વાસથી કહ્યું, ‘હા, થશે! તું બસ હવે મને એટલી જાણ કરજે કે જમાલ સાહેબ એકલા થોડા લાંબા રૂટ પર બાઈક લઈને ક્યારે જવાના છે. મેં મારા દોસ્તોને પણ કહી રાખ્યું છે અને હું પણ તૈયાર છું. બધું આયોજન થઈ ગયું છે, તું ચિંતા ના કર!’ મોહન રાવ ખડખડાટ હસતા બોલ્યો. ઈમામ બી પણ રાજી થઈને એને ભેટી પડી. પછી બન્યું એવું કે આ જમાલ સાહેબના બદનસીબે અઠવાડિયા પછી જ એક દિવસ તેમને બાઈક લઈને લાંબા રૂટ પર જવાનું થયું અને ઈમામ બીએ મોહન રાવને સૂચિત કરી દીધો. પછી શું થયું? ચાલતી બાઈકે મર્ડર કરીને અકસ્માતમાં ખપાવી દેવાની આ સાજિશ સફળ થઈ કે નહીં? અને થઈ તો પછી શાતિર મોહન રાવ અને ઈમામ બી પકડાયાં કેવી રીતે? એ સનસનીખેજ કહાની આવતા અઠવાડિયે.
    Click here to Read More
    Previous Article
    ગતકડું:હવે ચા પીવા માટે ડિગ્રી લેવી પડશે?
    Next Article
    સ્કાયરૂટનું રોકેટ વિક્રમ:દેશનું પ્રથમ ખાનગી રોકેટ ઉડવા માટે તૈયાર છે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment