Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:શહેરમાં મનપાની પરવાનગી વગર ગેરકાયદે‎ બોર્ડ અને સ્ટીકર લગાવતી સંસ્થાઓ દંડાઈ‎

    18 hours ago

    જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારમાં પૂર્વ મંજૂરી વગર સરકારી મિલકતો પર ગેરકાયદેસર જાહેરાત બોર્ડ અને સ્ટીકરો લગાવી શહેરની સુંદરતા બગાડતી સંસ્થાઓ સામે તંત્રએ કડક ઝુંબેશ હાથ ધરી છે. જુદા-જુદા વિસ્તારોમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા આસામીઓ પાસેથી હજારો રૂપિયાનો સ્પોટ દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જેમાં મધુરમ, મોતીબાગ, ટીંબાવાડી અને તળાવ દરવાજા જેવા વિસ્તારોમાં મનપાની ટીમોએ ત્રાટકીને ગેરકાયદેસર પ્રવૃત્તિ પકડી પાડી હતી. મનપાએ કડક કાર્યવાહી કરીને તમામ ગેરકાયદેસર સ્ટીકરો અને જાહેરાત બોર્ડ જે-તે સંસ્થાએ પોતાના જ ખર્ચે તાત્કાલિક ઉતારી લેવા આદેશ કર્યો છે અને ભવિષ્યમાં આવી ભૂલ બીજી વાર નહીં થાય તેવી લેખિતમાં બાહેધરી પણ લીધી છે. મનપાની બાંધકામ અને દબાણ હટાવવાની શાખા દ્વારા જુદી-જુદી સંસ્થાઓ પર સપાટો બોલાવીને કુલ રૂપિયા 36,600ના દંડની વસૂલાત કરવામાં આવી છે. જેમાં પૂર્વ મંજૂરી વગર જાહેરાત બોર્ડ મારવા બદલ રાધિકા બંગ્લોઝ પાસેથી સૌથી વધુ રૂ.8,000 , સહજ રાઇટીંગ ક્લાસીસ પાસેથી રૂ. 5100, ધ ડ્રીમ નેસ્ટ પાસેથી રૂ. 5000 તેમજ કૃષ્ણમ્ પી.જી. પાસેથી રૂ.1100નો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરની દીવાલો અને સરકારી પ્રોપર્ટી પર સ્ટીકર ચોંટાડીને જાહેરાત કરવા બદલ શિવાજી બોયઝ હોસ્ટેલ પાસેથી રૂ. 5100,સ્વરાજ બોયઝ હોસ્ટેલ પાસેથી રૂ.5100, મુથૂટ મની પાસેથી રૂ. 5000, સરગમ દાંડીયા કોચીંગ ક્લાસીસ પાસેથી રૂ. 1100 અને અનુગૃહ ટ્યુશન ક્લાસીસ પાસેથી રૂ. 1100ની વસૂલાત કરવામાં આવી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આગામી સમયમાં પૂર્વ મંજૂરી વિના આવી પ્રવૃત્તિ કરનારાઓ સામે આનાથી પણ વધુ કડક શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં હાઈવે સેફ્ટી ટાસ્ક ફોર્સની રચના કરાઈ:અકસ્માત રોકવા એક્શન પ્લાન બનાવાશે
    Next Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:પોરબંદર મનપા હજુ ફૂડ ઇન્સ્પેક્ટર વિહોણી,‎ બે-બે વાર ભરતી પ્રક્રિયા છતાં પરિણામ શૂન્ય‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment