Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં હાઈવે સેફ્ટી ટાસ્ક ફોર્સની રચના કરાઈ:અકસ્માત રોકવા એક્શન પ્લાન બનાવાશે

    19 hours ago

    ગાંધીનગર જિલ્લામાં હાઇવે પર સર્જાતા વાહન અકસ્માતો અટકાવવા માટે પ્રથમવાર હાઇવે સેફ્ટી ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશના પગલે આ ટાસ્ક ફોર્સ બની છે જેના અધ્યક્ષ કલેક્ટર રહેશે. મંગળવારે આ મામલે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી જેમાં ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. આ ટાસ્ક ફોર્સમાં કલેક્ટર, પોલીસ, આરટીઓ, માર્ગ અને મકાન વિભાગ તેમજ નેશનલ હાઇવે ઓથોરિટી એમ પાંચ વિભાગના અધિકારીઓનો સમાવેશ કરાયો છે. આ ટાસ્ક ફોર્સ હાઇવે પર અકસ્માત અટકાવવા એક્શન પ્લાન બનાવશે, અકસ્માત થવાના કારણો શોધશે અને તેને નાબૂદ કરશે. આ નવી જિલ્લા હાઈવે સુરક્ષા ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટની સૂચનાઓ પછી લેવામાં આવ્યો છે. ભૂતકાળમાં ભારતના 2 અલગ-અલગ રાજ્યોમાં હાઈવે પર મોટી દૂર્ઘટનાઓ સર્જાઈ હતી. જેમાં તેલંગાણામાં થયેલા અકસ્માત અને રાજસ્થાનમાં થયેલા અકસ્માતનો સમાવેશ થાય છે. આ બંને ઘટનાઓમાં કુલ 34 નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે દેશમાં માર્ગ સુરક્ષા કડક કરવા આપ્યો હતો. જેના પગલે ગાંધીનગરમાં આ ટાસ્ક ફોર્સની રચના થઇ છે. ટાસ્ક ફોર્સ 15 દિવસે કામગીરીનો અહેવાલ કલેક્ટરને સોંપશે ટાસ્ક ફોર્સની પ્રગતિની સમીક્ષા કરવા માટે દર 15 દિવસે એક બેઠકનું આયોજન કરવામાં આવશે. આ નિયમિત મીટિંગ દરમિયાન ટાસ્ક ફોર્સ દ્વારા 15 દિવસ સુધી કરવામાં આવેલા તમામ કાર્યોનો એક વિગતવાર અહેવાલ તૈયાર કરવાનો રહેશે. આ રિપોર્ટમાં માત્ર લખાણ જ નહીં, પરંતુ કામગીરીના પુરાવા તરીકે ફોટોગ્રાફ્સ પણ સામેલ કરવા ફરજિયાત રહેશે. આ તમામ ફોટોગ્રાફિક પુરાવાઓ (જેમાં જી.પી.એસ. વોટરમાર્ક પણ હશે) સાથેનો ચોક્કસ અહેવાલ અંતે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવશે, જેથી દરેક પ્રવૃત્તિ પર પારદર્શક રીતે નજર રાખી શકાય. હાઈવે પર ગેરકાયદે પાર્કિંગ અને દબાણો સામે થશે કાર્યવાહી હાઇવે પર વાહનોની અવરજવર સરળ બનાવવા માટે અને અકસ્માતો નિવારવા માટે ટાસ્ક ફોર્સ દ્વારા વિશેષ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવશે. આ તપાસ દરમિયાન જો હાઈવે પર કોઈ પણ સ્થાને ગેરકાયદે દબાણ જોવા મળશે, તો જવાબદાર વ્યક્તિને તુરંત જ નોટિસ આપવામાં આવશે. આ સિવાય, રસ્તાની આસપાસ બિનઅધિકૃત રીતે પાર્ક કરેલા વાહનો સામે પણ સ્થળ પર જ ઈ-મેમો ફાડીને દંડ વસૂલવામાં આવશે. હાઈવે પર એટીએમએસ દ્વારા પણ દેખરેખ રસ્તાઓ પર સુરક્ષા જાળવવા માટે હવે પેટ્રોલિંગ ઉપરાંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. એન.એચ.એ.આઈ. દ્વારા માર્ગો પર લગાવવામાં આવેલા એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના કેમેરા દ્વારા વાહનો પર નજર રાખવામાં આવશે. જો આ કેમેરામાં કોઈ પણ વાહન હાઇવે પર પાર્ક કરેલું કે નિયમોનું ઉલ્લંઘન કરતું જણાશે, તો તેના માલિકને સીધો ઈ-મેમો મોકલાશે.
    Click here to Read More
    Previous Article
    નિઃશુલ્ક કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો:મોંઢાના કેન્સરના સ્ક્રીનિંગમાં 7ને શંકાસ્પદ લક્ષણ જણાયા
    Next Article
    કાર્યવાહી:શહેરમાં મનપાની પરવાનગી વગર ગેરકાયદે‎ બોર્ડ અને સ્ટીકર લગાવતી સંસ્થાઓ દંડાઈ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment