Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:પોરબંદર મનપા હજુ ફૂડ ઇન્સ્પેક્ટર વિહોણી,‎ બે-બે વાર ભરતી પ્રક્રિયા છતાં પરિણામ શૂન્ય‎

    17 hours ago

    પોરબંદર શહેરમાં પ્રજાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે, કારણ કે પોરબંદર મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ હાલ સંપૂર્ણપણે રામભરોસે છે. 11 માસ પહેલાં કોન્ટ્રાક્ટ આધારે નિયુક્ત કરાયેલા એકમાત્ર ફૂડ ઇન્સ્પેક્ટરનો સમયગાળો પૂર્ણ થતાં જ આ આખો વિભાગ બંધ હાલતમાં આવી ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે, આ જગ્યા ભરવા માટે તંત્ર દ્વારા બે-બે વખત ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કાયમી કે નવા અધિકારીની નિમણૂક થઈ શકી નથી. બે-બે વખત ભરતી પ્રક્રિયા નિષ્ફળ ગઈ છે. એકપણ લાયકાત ધરાવતા ફૂડ ઇન્સ્પેક્ટર ભરતીમાં આવ્યા નહી ! પરિણામે, શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પર દેખરેખ રાખનારું કોઈ રહ્યું નથી. ​આગામી માસમાં જ તહેવારો શરૂ થશે, ખાસ કરીને જન્માષ્ટમી સહિતના મોટા તહેવારો આવી રહ્યા છે. સામાન્ય રીતે તહેવારોની સીઝનમાં મીઠાઈ, ફરસાણ અને અન્ય ખાદ્ય સામગ્રીનું વેચાણ અનેક ગણું વધી જાય છે. આવા સમયે જો ફૂડ વિભાગ બંધ રહેશે, તો બજારમાં નકલી માવો, કેમિકલયુક્ત કલર અને બિનગુણવત્તાવાળા ખોરાકનું પૂર આવશે. ફૂડ ઓફિસરના અભાવે હોટેલ, રેસ્ટોરન્ટ, લારી-ગલ્લા પર સેમ્પલિંગ, લેબ ટેસ્ટિંગ કે દંડનીય કાર્યવાહી સંપૂર્ણ ઠપ્પ છે, જેને કારણે કેટલાક ભેળસેળિયા તત્વોને જાણે નફો ખાટવા માટે મોકળું મેદાન મળી ગયું છે. ​ અગાઉ આ ફૂડ વિભાગે સ્ટાફની અછત વચ્ચે પણ અન્ય વિભાગોની મદદ લઈને 11 મહિનામાં 130 થી 135 જેટલા નમૂના લીધા હતા અને નિયમોનો ભંગ કરનારા વેપારીઓ પાસેથી રૂ. 2 લાખ જેટલો દંડ વસૂલ કર્યો હતો. પરંતુ હવે આ કડક ચેકિંગના પૈડાં થંભી જતાં નાગરિકોમાં તીવ્ર રોષ છે. જો આગામી દિવસોમાં તાત્કાલિક ફૂડ ઇન્સ્પેક્ટર સહિત ટીમની નિમણૂક નહીં થાય, તો તહેવારો ટાણે જનતાના આરોગ્ય પર જોખમની મોટી તલવાર લટકશે. જન્માષ્ટમી પર સ્લો પોઇઝનનો ખતરો ફેસ્ટિવલ સીઝનમાં જનતા ભગવાન ભરોસે: જન્માષ્ટમી પર જિલ્લાભરના અને અન્ય જિલ્લાના લોકો જ્યારે તહેવારની ઉજવણીમાં મસ્ત હશે, ત્યારે બજારમાં શુદ્ધતાના નામે સ્લો પોઇઝન'' વેચાશે તો જવાબદારી કોની ? કરોડોના બજેટવાળી મનપાની મેનેજમેન્ટ ફેઇલ્યોર વર્ષે દહાડે કરોડો રૂપિયાના બજેટ મંજૂર કરતી અને વહીવટી રોફ જમાવતી મનપા તહેવારોના ટાણે જ એક લાયક ફૂડ ઇન્સ્પેક્ટર શોધી શકી નથી. આ આખી સ્થિતિ તંત્રની ઘોર નબળી ઈચ્છાશક્તિ અને કથળેલા મેનેજમેન્ટનો જીવતોજાગતો પુરાવો છે. બે-બે વાર ભરતી પ્રક્રિયા ફેલ થઈ છે. કરોડોના વિકાસના દાવા કરતી મનપા પાસે જનતાના સ્વાસ્થ્ય રક્ષા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા જ નથી તેવું સાબિત થાય છે.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:શહેરમાં મનપાની પરવાનગી વગર ગેરકાયદે‎ બોર્ડ અને સ્ટીકર લગાવતી સંસ્થાઓ દંડાઈ‎
    Next Article
    માર્ગ અત્યંત જોખમી:પોરબંદરમાં અસ્થિ વિસર્જનનો માર્ગ જ ડેન્જર ઝોન બની ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment