Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી:વ્યારા, વાલોડ અને ડોલવણ તાલુકામાં શાળા-આંગણવાડી બંધ; કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

    9 hours ago

    હવામાન વિભાગની તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી બાદ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. સંભવિત આપત્તિજનક સ્થિતિનો સામનો કરવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તાપી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ. બેઠકમાં જિલ્લાના અધિકારીઓ સાથે વરસાદની વર્તમાન સ્થિતિ અને આગામી આયોજન અંગે વિગતવાર ચર્ચા થઈ. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે મહત્વનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત, આવતીકાલે વ્યારા, વાલોડ અને ડોલવણ તાલુકાની તમામ શાળાઓ અને આંગણવાડીઓ બંધ રાખવાની સત્તાવાર જાહેરાત કરાઈ છે. તંત્રએ સ્પષ્ટતા કરી છે કે આ નિર્ણય હાલ પૂરતો ફક્ત આ ત્રણ તાલુકાઓ માટે જ લાગુ પડશે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદની સ્થિતિ અને પાણી ભરાવાની પરિસ્થિતિનું આંકલન કરીને સ્થાનિક સ્તરે આગામી નિર્ણય લેવાશે. વહીવટી તંત્રએ નાગરિકોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને તંત્રની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં આફતનો વરસાદ, 24 કલાકમાં 9ના મોત:બે દિવસમાં 12 ઇંચ વરસાદથી પૂરનું ગંભીર સંકટ, બે ખાડી ભયજનક સપાટીને પાર, પ્રજા અને પશુઓ 48 કલાકથી પાણીમાં
    Next Article
    GST વિભાગે ફેક બિલિંગ સામે કડક કાર્યવાહી કરી:450થી વધુ GST રજીસ્ટ્રેશન રદ કર્યા, સ્ટેટ ટેક્સ વિભાગની વેપારીઓ અને ટેક્સ એસોસિએશન સાથે એક મહત્વપૂર્ણ બેઠક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment