Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GST વિભાગે ફેક બિલિંગ સામે કડક કાર્યવાહી કરી:450થી વધુ GST રજીસ્ટ્રેશન રદ કર્યા, સ્ટેટ ટેક્સ વિભાગની વેપારીઓ અને ટેક્સ એસોસિએશન સાથે એક મહત્વપૂર્ણ બેઠક

    10 hours ago

    રાજ્યના સ્ટેટ ટેક્સ (GST) વિભાગે તાજેતરમાં વેપારીઓ અને ટેક્સ એસોસિએશન સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં માલ-પરિવહન દરમિયાન રાખવાના પુરાવાઓ અને બજારમાં પ્રચલિત ફેક બિલિંગના દૂષણને ડામવા અંગે સઘન ચર્ચા કરવામાં આવી હતી. વિભાગે અત્યાર સુધીમાં 450 થી વધુ શંકાસ્પદ GST રજીસ્ટ્રેશન રદ કર્યા છે. જૂનાગઢ ડિવિઝન-11ના સંયુક્ત રાજ્ય વેરા કમિશનર ધર્મેન્દ્રજીત યાજ્ઞિકે જણાવ્યું કે, ચેમ્બર ઓફ કોમર્સ અને સ્ટેટ ટેક્સ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી બેઠકમાં માલની હેરાફેરી કરતી વખતે જરૂરી દસ્તાવેજો રાખવા અને અધિકારીઓ દ્વારા તેની યોગ્ય ચકાસણી કરવા અંગે રજૂઆતો થઈ હતી. GST વિભાગે તમામ વેપારીઓને અપીલ કરી છે કે જ્યારે પણ માલનું વહન કરવામાં આવે ત્યારે તેની સાથે યોગ્ય બિલ, ઈ-વે બિલ અથવા જોબ વર્કના જરૂરી તમામ પુરાવાઓ રાખવા અનિવાર્ય છે. જો તમામ દસ્તાવેજો સાચા અને પૂરતા હશે, તો વેપારીઓને ચેકિંગ દરમિયાન કોઈ પરેશાનીનો સામનો કરવો પડશે નહીં. ફેક બિલિંગના મુદ્દે સંયુક્ત કમિશનરે સ્પષ્ટ કર્યું કે વિભાગ આ બાબતે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવી રહ્યું છે. ફેક બિલિંગ એક મોટું દૂષણ છે જેના કારણે પ્રમાણિક વેપારીઓને મુશ્કેલી પડે છે અને સરકારને પણ નુકસાન થાય છે. ધર્મેન્દ્રજીત યજ્ઞિકે ઉમેર્યું કે, "અમે કમ્પ્યુટર સિસ્ટમ અને સતત મોનિટરિંગ દ્વારા ફેક બિલિંગ કરતા તત્વો પર નજર રાખી રહ્યા છીએ. અમારા અત્યાર સુધીના પ્રયાસોથી અમે ૪૫૦થી વધુ શંકાસ્પદ જીએસટી નંબરો રદ કર્યા છે." તેમણે જણાવ્યું કે જ્યાં પણ સિસ્ટમમાં ગરબડ જણાય ત્યાં ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે છે અને નેગેટિવ રિપોર્ટ આવે તો વડી કચેરીની મંજૂરી બાદ કડક પગલાં લેવાય છે. આગામી દિવસોમાં પણ ટેક્સ ચોરી અને બોગસ બિલિંગ અટકાવવા માટે GST વિભાગ દ્વારા કમ્પ્યુટર આધારિત આધુનિક સિસ્ટમથી સઘન ચેકિંગ ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહી:વ્યારા, વાલોડ અને ડોલવણ તાલુકામાં શાળા-આંગણવાડી બંધ; કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
    Next Article
    પાટણ APMC ચેરમેન સ્નેહલભાઈ પટેલનું સન્માન:શિક્ષકોની સહકારી મંડળી દ્વારા પુનઃવર્ણી બદલ અભિનંદન આપવામાં આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment