Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં કોંગ્રેસનું ભગવા ઝંડા સાથે વિરોધ પ્રદર્શન:રામમંદિરના દાન ચોરી મુદ્દે સર્કિટ હાઉસથી પદયાત્રા, તુષાર ચૌધરી સહિત કોંગી કાર્યકરોએ જય શ્રીરામના નારા લગાવ્યા

    17 hours ago

    સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠક યોજી હતી. ત્યારબાદ કોંગ્રેસ પક્ષ દ્વારા જન આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કોંગી કાર્યકરોએ હાથમાં ભગવો ઝંડો ધારણ કરી અને જય શ્રીરામના નારા લગાવીને અનોખો વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. વિપક્ષ નેતા તુષાર ચૌધરીની હાજરીમાં આ આયોજન કરાયું હતું. સર્કિટ હાઉસથી એક પદયાત્રા કાઢવામાં આવી હતી. ભ્રષ્ટાચાર સામે વિરોધ પ્રદર્શન કારોબારી બેઠક પૂર્ણ થયા બાદ, મંદિરમાં દાનની ચોરી અને ભ્રષ્ટાચાર કરનારાઓ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિપક્ષ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીની આગેવાનીમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સર્કિટ હાઉસથી એક પદયાત્રા કાઢવામાં આવી હતી. આ પદયાત્રામાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ભગવા ઝંડા સાથે જોડાયા હતા અને જય શ્રીરામના નારા લગાવી ભ્રષ્ટાચાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સંગઠન મજબૂત કરવા બેઠક યોજાઈ મંગળવારે હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક વિપક્ષ નેતા તુષાર ચૌધરીની અધ્યક્ષતામાં અને જિલ્લા પ્રમુખ રામ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. આ બેઠકમાં આગામી દિવસોમાં પક્ષનું સંગઠન મજબૂત કરવા અને બૂથ લેવલ સુધીની કામગીરી સુદ્રઢ કરવા અંગે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત ઇડર ખાતે છાત્ર ગુંજ સહિતના વિવિધ આગામી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    જામનગર જિ.પંચાયતની સામાન્ય સભા યોજાઈ:વિવિધ સમિતિઓની રચના કરી સભ્યોની વરણી કરાઈ
    Next Article
    સુરતમાં મેઘ તાંડવ વચ્ચે કાળનો કોપ:વરસાદના રેડ એલર્ટની સ્થિતિ વચ્ચે કરંટ લાગવો, વીજળી પડવી, ખાડામાં ડૂબ્યા અને વૃક્ષ નીચે દવાબાથી 9 માસૂમ જિંદગીઓ હોમાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment