Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર જિ.પંચાયતની સામાન્ય સભા યોજાઈ:વિવિધ સમિતિઓની રચના કરી સભ્યોની વરણી કરાઈ

    18 hours ago

    જામનગર જિલ્લા પંચાયતની નવી ચૂંટાયેલી બોડીની બીજી ખાસ સામાન્ય સભા આજે જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ સભામાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી અને તેના સભ્યોની વરણી કરાઈ હતી. જાહેર કરાયેલી વિવિધ કમિટીઓની યાદીમાં જે પ્રથમ નામ છે, તેમની તે સમિતિના ચેરમેનપદે વરણી થવાની શક્યતા છે. આ સમિતિઓની બેઠકો એકાદ અઠવાડિયામાં યોજાશે, જેમાં સત્તાવાર રીતે ચેરમેનની વરણી કરવામાં આવશે. કાર્યકારી સમિતિમાં સુનિલભાઈ રાઠોડ, મહેન્દ્રસિંહ જાડેજા, કલ્પેશભાઈ માલાણી, એકતાબેન સુતરિયા, રાજેશભાઈ મકવાણા, મયુરીબેન ગોધાણી અને અતુલભાઈ કમાણીનો સમાવેશ થાય છે. મહિલા અને બાળ વિકાસ સમિતિમાં લતાબેન સુરેલા, લક્ષ્મીબેન ચૌહાણ, સામાબેન અકબરી અને મંગુબેન ઠુંગાનો સમાવેશ કરાયો છે. ઉત્પાદન-સહકાર-સિંચાઈ સમિતિમાં અતુલભાઈ કમાણી, મંગુબેન ઠુંગા અને વર્ષાબેન માકડીયાને સ્થાન મળ્યું છે. અપીલ સમિતિમાં રંજનબેન જીવાણી, પરેશભાઈ હીરપરા અને સુનિલભાઈ રાઠોડનો સમાવેશ થાય છે. બાંધકામ સમિતિમાં વનિતાબેન ઉઘાડ, મહેન્દ્રસિંહ જાડેજા, કલ્પેશભાઈ માલાણી, એકતાબેન સુતરિયા અને લક્ષ્મીબેન ચૌહાણનો સમાવેશ કરાયો છે. શિક્ષણ સમિતિમાં વર્ષાબેન માકડિયા, કલ્પનાબેન કણઝારિયા, વનિતાબેન ઉઘાડ, પ્રદ્યુમનસિંહ ઝાલા, લતાબેન સુરેલા, હરેશભાઈ પરમાર અને મયુરીબેન ગોધાણીનો સમાવેશ થાય છે. આરોગ્ય સમિતિમાં રાજેશભાઈ મકવાણા, લક્ષ્મીબેન વારસાકિયા, કલ્પનાબેન કણઝારિયા અને પ્રદ્યુમનસિંહ ઝાલાનો સમાવેશ કરાયો છે. સામાજિક ન્યાય સમિતિમાં લક્ષ્મીબેન વારસાકિયા, હરેશભાઈ પરમાર, સામાબેન અકબરી, બાબુલાલ હિંગડા અને દીપકભાઈ મકવાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    આગીયોલ ઓવરબ્રિજ નીચે ST બસ-બાઇકનો અકસ્માત:બાઇક ચાલક સહિત બે શખસને ઇજા, હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા
    Next Article
    હિંમતનગરમાં કોંગ્રેસનું ભગવા ઝંડા સાથે વિરોધ પ્રદર્શન:રામમંદિરના દાન ચોરી મુદ્દે સર્કિટ હાઉસથી પદયાત્રા, તુષાર ચૌધરી સહિત કોંગી કાર્યકરોએ જય શ્રીરામના નારા લગાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment