Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્રિજ પરથી પાણી સીધું સર્વિસ રોડ પર પડતા મુશ્કેલી:બ્રિજમાં પાણીના નિકાલ પાસે પાઇપલાઇન ન મૂકાતા અકસ્માતનો, સ્થાનિકોએ કરી સફાઈ

    19 hours ago

    માંડલ ટોલ પ્લાઝા પર ‘સોમા’ કંપનીની બેદરકારી ફરી સામે આવી છે. ચોમાસાની શરૂઆતમાં જ હાઈવે અને સર્વિસ રોડની ખરાબ હાલત વાહનચાલકો માટે જોખમી બની છે. ઓવરબ્રિજ પરથી પાઇપલાઇન વિના સીધું પાણી સર્વિસ રોડ પર પડતા ગંભીર અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોનગઢથી ટેકરા બ્રિજ તરફ જતા સર્વિસ રોડની હાલત અત્યંત બિસ્માર છે. રોડ પર ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા છે, જે વરસાદના પાણીથી ભરાઈ જતાં વાહનચાલકો માટે જોખમી બન્યા છે. નાના વાહનો અને બાઇક સવારો અવારનવાર આ ખાડાઓને કારણે સ્લિપ થઈ રહ્યા છે. તગડો ટોલ વસૂલતી કંપની રોડ મેન્ટેનન્સમાં નિષ્ફળ સાબિત થઈ છે. તાજેતરમાં પડેલા ભારે વરસાદ દરમિયાન ઓવરબ્રિજ પર પાણીના નિકાલની જગ્યાઓ માટી અને કચરાથી ભરાઈ ગઈ હતી. જેના કારણે બ્રિજ પર કલાકો સુધી પાણી ભરાયેલું રહ્યું અને વાહનવ્યવહારમાં મુશ્કેલી પડી. આ ગંભીર પરિસ્થિતિમાં પણ ‘સોમા’ કંપનીના કોઈ જવાબદાર કર્મચારીઓ કે મજૂરો ઘટનાસ્થળે ફરક્યા નહોતા. વાહનચાલકોની મુશ્કેલી જોઈને સ્થાનિક ઇસ્લામપુરાના બે-ત્રણ લોકોએ જાતે જ આગળ આવીને ભારે જહેમત બાદ કચરો સાફ કર્યો અને બ્રિજ પરથી પાણીનો નિકાલ કરાવ્યો હતો. સૌથી ચોંકાવનારી ટેકનિકલ ખામી એ છે કે, ઓવરબ્રિજ પરથી પાણીના નિકાલ માટે કોઈ પ્રોપર પાઇપલાઇનની વ્યવસ્થા જ નથી. સ્થાનિકોએ બ્રિજ પરથી જે પાણીનો નિકાલ કર્યો, તે પાણી કોઈપણ પાઇપ વિના સીધું જ ઓવરબ્રિજની નીચે આવેલા સર્વિસ રોડ પર ધોધની જેમ પટકાય છે. નીચેથી પસાર થતા વાહનો પર અચાનક આ પાણી પડવાના કારણે ગંભીર અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે. હાઈવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટી તંત્ર આ બાબતે કડક વલણ અપનાવે અને વાહનચાલકોની સુરક્ષા સાથે ચેડાં કરતી ‘સોમા’ કંપની સામે દંડાત્મક પગલાં ભરે તેવી લોક માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    10 ઇંચ વરસાદથી સુરત પાણીમાં:અગરબત્તી કરતા જ ACમાં બ્લાસ્ટ, ટ્યુશન શિક્ષિકાએ માસૂમને ડામ આપ્યા, કાલથી 23 જિલ્લામાં ખેડૂત આંદોલન પાર્ટ-3
    Next Article
    સિદસર, ફરીયાદકા અને ચિત્રાના 6 યુવકો સાથે રૂ.93.90 લાખની ઠગાઈ:રોકાણના બહાને 20% વળતરની લાલચ આપી બે ભાઈઓ નાણા ઓળવી ગયા, વરતેજ પોલીસ ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment