Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    10 ઇંચ વરસાદથી સુરત પાણીમાં:અગરબત્તી કરતા જ ACમાં બ્લાસ્ટ, ટ્યુશન શિક્ષિકાએ માસૂમને ડામ આપ્યા, કાલથી 23 જિલ્લામાં ખેડૂત આંદોલન પાર્ટ-3

    20 hours ago

    સિરિયલ બ્લાસ્ટ કેસના આરોપીઓની સજા યથાવત અમદાવાદમાં 2008માં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસના આરોપીઓની સજા હાઈકોર્ટે યથાવત રાખી. ટ્રાયલ કોર્ટે 38 આરોપીઓને ફાંસી અને 11ને આજીવન કેદની સજા ફટકારી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દ.ગુજરાતમાં આકાશી કહેર, 10 ઈંચથી જળબંબાકાર ગુજરાત પર એક સાથે પાંચ શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સુરત શહેરમાં 8 કલાકમાં 10 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ...NDRF-SDRF તૈનાત કરવામાં આવી. ખાડીની સપાટી વધતા 2100 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યના 11 ડેમો હાઈ એલર્ટ પર મુકાયા રાજ્યના 11 ડેમો હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. તો ભાવનગરના શેત્રુંજી ડેમમાં ધસમસતી પાણીની આવક થતાં તમામ 59 દરવાજા ખોલવામાં આવ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો તંત્રને 24 x7 તૈયાર રહેવા આદેશ ગોધરામાં બે બાળકોના મોત બાદ ચાંદીપુરા વાયરસ મુદ્દે ગુજરાત હાઈ એલર્ટ પર.. તંત્રને ભારે વરસાદ અને વાયરસને લઈને 24 x7 તૈયાર રહેવાનો આદેશ અપાયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આવતીકાલથી 23 જિલ્લામાં ખેડૂત આંદોલન પાર્ટ 3 મોરબીના જેતપરમાં પારણાં સાથે ખેડૂત આંદોલન પાર્ટ ટુ પૂર્ણ. ખેડુતોએ કહ્યું સરકારે જાહેર કરેલો નવો પરિપત્ર ખેડૂત હિતમાં નહિં, કંપની હિતમાં છે, આવતીકાલથી 23 જિલ્લાના ખેડૂતોનું આંદોલન પાર્ટ 3 શરૂ થશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અગરબત્તી કરતા જ ACમાં બ્લાસ્ટ થયો વડોદરાના કમાટીપૂરામાં ઓફિસમાં એસીમાં બ્લાસ્ટ થયો. પૂજા માટે અગરબત્તી સળગાવતા જ એસીમાં ધડાકો થયો.એક વ્યક્તિ દાઝી જતા તેને હોસ્પિટલ ખસેડાયો.. ઓફિસ-કારના કાચ તૂટતા અફરાતફરી મચી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 4 વર્ષના બાળકને તાવેતાના ડામ આપ્યા રાજકોટમાં ટ્યુશન ક્લાસિસની શિક્ષિકાએ 4 વર્ષના બાળકને તાવેતાના ડામ આપ્યા..કોચિંગ ક્લાસ રજીસ્ટ્રેશન બાબતે કડક કાયદો બનાવા માગ સાથે વાલીએ રોષ વ્યક્ત કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હાઉસ કિપીંગના સ્ટાફે હડતાળ પાડી,હોબાળો કર્યો અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ડ્રેનેજ લાઈનમાં પડવાથી એકનું મોત થયું. ત્યારે આજે હાઉસકિપીંગનો સ્ટાફ હડતાળ પર ઉતર્યો. કર્મચારીઓનો આક્ષેપ છે કે સેફ્ટી વિના ડ્રેનેજનું કામ કરવા કર્મચારીને ઉતાર્યો હતો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 24 કલાકથી વધુ સમય છતાં સિંહનો કોઈ પતો નહી પાલિતાણામાં માલધારીને અડધો કલાક સુધી દબોચી રાખનાર સિંહનો કોઈ પતો નહીં..25 લોકોની ટીમ સિંહને શોધવા નીકળી છે.. પાલિતાણાના 4 ગામમાં સિંહની મૂવમેન્ટ નોંધાઈ છે. પણ હજુ વનવિભાગના હાથ ખાલી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પરવાનગી વગર શૂટિંગ બદલ કાર્યવાહી ગુજરાતી ફિલ્મ પ્રેમ એટલે શુંના પ્રોડક્શન હાઉસના માલિક સામે ગુનો. ફિલ્મની ટીમે પરવાનગી વગર અમદાવાદના સતાધાર બ્રિજ પર શૂટિંગ કર્યું હતું.. માલિક સિવાયમાં વીડિયોમાં દેખાતા તમામ લોકો સામે કાર્યવાહી કરાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    ખામેનીની કોમમાં અંતિમ યાત્રા વચ્ચે હોર્મુઝમાં ઈરાની હુમલો:કહ્યું- 'જહાજ અમારા જણાવેલા રૂટથી પસાર થઈ રહ્યા નથી, તેના વિના સુરક્ષાની ગેરેન્ટી નહીં'
    Next Article
    બ્રિજ પરથી પાણી સીધું સર્વિસ રોડ પર પડતા મુશ્કેલી:બ્રિજમાં પાણીના નિકાલ પાસે પાઇપલાઇન ન મૂકાતા અકસ્માતનો, સ્થાનિકોએ કરી સફાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment