Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિદસર, ફરીયાદકા અને ચિત્રાના 6 યુવકો સાથે રૂ.93.90 લાખની ઠગાઈ:રોકાણના બહાને 20% વળતરની લાલચ આપી બે ભાઈઓ નાણા ઓળવી ગયા, વરતેજ પોલીસ ગુનો નોંધાયો

    17 hours ago

    ભાવનગર નજીક આવેલા ફરિયાદકા ગામના બે પિતરાઈ ભાઈઓએ શેરબજાર માર્કેટિંગના બહાને આકર્ષક રોકાણની લોભામણી સ્કીમ બતાવી સિદસર, ચિત્રા, બોરતળાવ અને ફરિયાદકાના 6 થી વધુ રહીશો પાસેથી લાખો રૂપિયા પડાવી લઈ ઠગાઈ આચરી હોવાનો મામલો સામે આવ્યો છે. રોકાણકારોને દર મહિને 20% વળતર આપવાની લાલચ આપી આશરે ₹93.90 લાખની રકમ ઓળવી જઈ વિશ્વાસઘાત કરવા બદલ સિદસરના એક ભોગ બનનાર યુવકે વરતેજ પોલીસ મથકમાં બંને શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શેરબજારના નામે લખાણ કરી રૂપિયા પડાવ્યા બનાવની વિગતો મુજબ, ભાવનગર નજીક સિદસરના નવાપરા વિસ્તારના આંબેડકરનગરમાં રહેતા ગૌતમભાઈ ઉકાભાઈ ચૌહાણે ફરિયાદકા ગામના યોગેશ મુળજીભાઈ ધામેચા અને તેના પિતરાઈ ભાઈ સંજય મુળજીભાઈ ધામેચા સામે વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બંને શખસોએ પૂર્વ આયોજિત કાવતરું રચી ગૌતમભાઈને વિશ્વાસમાં લીધા હતા કે તેઓ શેરબજાર માર્કેટિંગમાં રોકાણ કરીને મોટું વળતર મેળવે છે. જો તેઓ રૂપિયા રોકશે તો દર મહિને 20% વળતર અપાશે તેવી ખાતરી આપી ગૌતમભાઈ પાસેથી કટકે-કટકે ₹10 લાખ મેળવ્યા હતા, જેનું લખાણ પણ કરી આપવામાં આવ્યું હતું. આ રોકાણ પેટે આરોપીઓએ શરૂઆતમાં ગૌતમભાઈને ₹75,500 પરત કર્યા હતા, પરંતુ ત્યારબાદ બાકી નીકળતા ₹9,24,500 નું વળતર કે મૂળ રકમ પરત ન આપી અલગ-અલગ બહાના બતાવી નાણાં ઓળવી ગયા હતા. અન્ય રોકાણકારો સાથે થયેલી છેતરપિંડીની વિગત ગૌતમભાઈએ આ બાબતે વધુ તપાસ કરતા ખુલાસો થયો હતો કે બંને પિતરાઈ ભાઈઓએ આ જ રીતે અન્ય અનેક લોકોને પણ પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવી લીધા છે. પોલીસ કાર્યવાહી ભોગ બનનાર તમામ નાગરિકો પાસેથી આરોપીઓએ કુલ ₹93.90 લાખ મેળવી લઈ પરત ન આપી વિશ્વાસઘાત કર્યો હતો. આ ફરિયાદના આધારે વરતેજ પોલીસે બંને આરોપીઓ યોગેશ ધામેચા અને સંજય ધામેચા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 316(5), 316(2), 3(5), 61(2) તેમજ ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર્સ (GPID) એક્ટની કલમ 3 મુજબ ગુનો દાખલ કરી આગળની ધોરણસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બ્રિજ પરથી પાણી સીધું સર્વિસ રોડ પર પડતા મુશ્કેલી:બ્રિજમાં પાણીના નિકાલ પાસે પાઇપલાઇન ન મૂકાતા અકસ્માતનો, સ્થાનિકોએ કરી સફાઈ
    Next Article
    ભાવનગર પશ્ચિમ વિધાનસભામાં આપના પ્રભારી નિમુણક કરાઈ:ભાવનગર પશ્ચિમ-105 વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનાત્મક ફેરફાર,મહિપાલસિંહ ઝાલા નિમુણક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment