Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં સોની વેપારી સાથે રૂ.1.05 કરોડની છેતરપિંડ:પાંચ વર્ષથી સાથે કામ કરતા શખ્સે દાગીના બનાવવા માટે સોનુ મેળવી બાદમાં પરત ન કરી ફાઈન સોનુ ઓળવી જતા પોલીસે તપાસ હાથ ધરી

    1 week ago

    રાજકોટમાં વધુ એક સોની વેપારી સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. રાજકોટની સોની બજારમાં પેઢી ધરાવતા વેપારી છેલ્લા 5 વર્ષથી સોની બજારમાં જ આવેલ એક પેઢીમાં અલગ અલગ દાગીના બનાવવા ફાઈન સોનુ વેપારીને આપતા હતા જેથી વિશ્વાસ કેળવી બાદમાં 1.05 કરોડની કિંમતનું સોનુ એક સાથે મેળવી પરત ન કરી છેતરપિંડી આચરતા આખરે બનાવ અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી ભાવીકભાઇ જયેશભાઇ શાહએ જણાવ્યું હતું કે, સોની બજાર મેઇન રોડ ઉપર બોઘાણી શેરી પાસે R.P. ઓર્નામેન્ટ્સ નામની પેઢી છે જે મારા પિતા જયેશભાઇ રાયચંદભાઈ શાહના નામની છે અને તેમા હુ પાવર ઓફ એટર્ની હોલ્ડર છુ અને ત્યા બેસી સોનાનો વેપાર ઘંઘો કરી મારા પરિવારનુ ગુજરાન ચલાવુ છુ. સોની બજારમાં જ આવેલી M/s AUREATE નામની વેપારી પેઢી સાથે છેલ્લા 5 વર્ષથી સોની કામનો ધંધો કરીએ છીએ. આ પેઢીનો વહીવટ શ્યામ સુરેશભાઈ પટણી કરે છે તેમને સોનાના દાગીના બનાવવા માટે ફાઇન સોનુ આપતા હતા. શ્યામ સુરેશભાઈ પટણી અમારી પાસેથી સોનાના દાગીના બનાવાવા માટે સોનુ લઈ જતા અને અમારા ઓર્ડર મુજબ સોનાના દાગીના બનાવી પરત અમને આપતા હતા. અમે આ કામના બદલામા ઓર્ડર અને સોનાના દાગીનાની અલગ અલગ ડીઝાઇન મુજબ અલગ અલગ જોબ વર્કની મજૂરી આપતા હતા. અમારા ઓર્ડર મુજબ નિયત સમયમા અમને શ્યામ પટણી સોનાના દાગીના બનાવી આપતા હતા જેથી તેના ઉપર વિશ્વાસ આવી ગયો હતો અને અમારે સારી રીતે ઘંઘાકીય વ્યવહાર ચાલતો હતો. તાજેતરમાં વેપારીએ ગત તા.02.09.2026ના રોજ અમારી પેઢીમાથી શ્યામ ૫ટણીને ફાઈન સોનુ અલગ અલગ મિક્ષ ડીઝાઇનના દાગીના બનાવવા માટે આપ્યું હતુ. પરંતુ શ્યામ પટણીએ 1.05 કરોડ કિંમતનું સોનુ મેળવી ઓર્ડર મુજબના દાગીના બનાવી પરત ન આપતા અવારનવાર સોનુ આપવાના બહાના બનાવતો હોવાથી આખરે વેપારીએ છેતરપિંડી થયાની જાણ થતા બનાવ અંગે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વટવા જીઆઇડીસીમાંથી સિકલીગર ગેંગના સાગરીતને ઝડપાયો:આરોપીઓ વસ્તુ વેચવાના બહાને સોસાયટીમાં જઈને રેકી કરીને ચોરી કરતા, આરોપી સામે રાજ્યમાં 11 ગુના
    Next Article
    માતાનામઢ જતા પદયાત્રિકો માટે મિરઝાપર રોડ પર સેવા કેમ્પ શરૂ:‘માં આશાપુરા સેવા સંકલ્પ’ કેમ્પમાં મિલેટ ફૂડ, મેડિકલ સેવા અને રાત્રિ રોકાણની સુવિધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment