Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    8મીએ 449 નવા PSIને નિમણૂકપત્ર મળશે:આવતીકાલે ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે સમારોહ, હર્ષ સંઘવી અધિકારીઓને શુભેચ્છા પાઠવશે

    15 hours ago

    રાજ્યના પોલીસ દળને વધુ મજબૂત બનાવવા અને યુવાનોને સરકારી સેવામાં જોડાવાની મહત્વપૂર્ણ તક આપવા માટે ગુજરાત સરકાર દ્વારા આવતીકાલે (8 જુલાઈ) ગાંધીનગરમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) તરીકે પસંદગી પામેલા 449 યુવા ઉમેદવારોને નિમણૂકપત્રો એનાયત કરવામાં આવશે. ગાંધીનગરના સેક્ટર-9 સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ખાતે બપોરે 12 વાગ્યે યોજાનારા આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂકપત્રો આપવામાં આવશે. આવતીકાલે સીએમના હસ્તે PSIને નિમણૂકપત્રો એનાયત રાજ્યના ગૃહ વિભાગના આયોજન હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવનિયુક્ત PSIને નિમણૂકપત્રો અર્પણ કરવાની સાથે તેમને જાહેર સેવા, કાયદો-વ્યવસ્થા અને જનસુરક્ષા માટે સમર્પિત રહી કામગીરી કરવાની પ્રેરણા આપશે. હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહીને અધિકારીઓને શુભેચ્છા પાઠવશે કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહી નવા અધિકારીઓનો ઉત્સાહ વધારશે. તેમના ઉપરાંત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ ડૉ. નીરજા ગોટરૂ, ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર અને રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિક પણ હાજરી આપશે અને નવનિયુક્ત અધિકારીઓને શુભેચ્છા પાઠવશે. 449 નવા PSIની નિમણૂકથી રાજ્યના પોલીસ દળને વધુ માનવબળ મળશે રાજ્ય સરકાર છેલ્લા કેટલાક સમયથી પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ ભરવા અને કાયદો-વ્યવસ્થાનું તંત્ર વધુ સશક્ત બનાવવા માટે ભરતી પ્રક્રિયાને ઝડપથી આગળ ધપાવી રહી છે. 449 નવા PSIની નિમણૂકથી રાજ્યના પોલીસ દળને વધુ માનવબળ મળશે, જેના કારણે કાયદો-વ્યવસ્થાની કામગીરી વધુ અસરકારક બનવાની સાથે નાગરિક સુરક્ષાને પણ વધુ મજબૂતી મળશે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર પશ્ચિમ વિધાનસભામાં આપના પ્રભારી નિમુણક કરાઈ:ભાવનગર પશ્ચિમ-105 વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા સંગઠનાત્મક ફેરફાર,મહિપાલસિંહ ઝાલા નિમુણક
    Next Article
    ટંકારાના સાવડીમાં પંચાયતના બે જર્જરિત ક્વાર્ટર ધરાશાય:વહેલી સવારે ઘટના, જાનહાનિ ટળી; દોઢ વર્ષથી રજૂઆત છતાં કાર્યવાહી નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment