Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સતાધાર બ્રિજ પર મંજૂરી વગર શૂટિંગ થતા ફરિયાદ:ગુજરાતી ફિલ્મની પ્રોડક્શન કંપની સામે કાર્યવાહી, વીડિયોમાં દેખાતા તમામ લોકો સામે એક્શન લેવાશે

    11 hours ago

    અમદાવાદ શહેરના સતાધાર બ્રિજ પર ગુજરાતી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. પરવાનગી વિના જાહેર રોડ પર ફિલ્મનું શૂટિંગ કરવા બદલ પ્રોડક્શન હાઉસના માલિક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત વીડિયોમાં દેખાતા તમામ શખસ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. શૂટિંગના કારણે વાહન ચાલકો હેરાન થયા હતા સતાધાર બ્રિજ પર થોડા સમય અગાઉ એક ગુજરાતી ફિલ્મ ‘પ્રેમ એટલે શું’ નો એક સિન શૂટ કરાયો હતો. આ શૂટિંગના કારણે રસ્તે જતા વાહન ચાલકો હેરાન થયા હતા. શૂટિંગનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. વીડિયોમાં દેખાતા તમામ શખસ સામે કાર્યવાહી થશે પોલીસે વાઇરલ વીડિયોની તપાસ કરી તો ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કરાયું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ પરવાનગી ના લીધી હોવાથી વસ્ત્રાપુર પોલીસે રાઉમા માહિર નામના શખસ સામે ફરિયાદ નોધી છે. વીડિયોમાં દેખાતા તમામ શખસ સામે પણ પોલીસ કાર્યવાહી કરશે.
    Click here to Read More
    Previous Article
    માંગરોળના મક્તુપુર નજીક ગોઝારો અકસ્માત;:માંગરોળ હાઈવે પર કાળ બનીને આવી બોલેરો, રિવર્સમાં આવી રહેલી બોલેરોએ બાઈક સવારને હડફેટે લેતા આધેડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત
    Next Article
    ધરમપુરના ટાંકી ગામે કોઝ-વેમાં સ્કૂલવાનચાલક ગરકાવ:વિદ્યાર્થિનીને ઘરેથી લેવા જતો હતો, પાણીના તેજ પ્રવાહમાં કોઝવેમાં ડૂબ્યો, NDRFની ટીમે શોધખોળ આદરી, મામલતદાર દોડી ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment