Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંગરોળના મક્તુપુર નજીક ગોઝારો અકસ્માત;:માંગરોળ હાઈવે પર કાળ બનીને આવી બોલેરો, રિવર્સમાં આવી રહેલી બોલેરોએ બાઈક સવારને હડફેટે લેતા આધેડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

    10 hours ago

    ​માંગરોળ પંથકમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. માંગરોળ-પોરબંદર-સોમનાથ હાઈવે પર બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના કારણે વધુ એક માનવ જિંદગી હોમાઈ ગઈ છે. મક્તુપુર ગામ નજીક હાઈવે પર સર્જાયેલા આ કરુણ અકસ્માતમાં એક બાઈક ચાલક આધેડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જેને પગલે સમગ્ર પંથકમાં અને મૃતકના પરિવારમાં ભારે અરેરાટી સાથે શોકની કાલીમા છવાઈ ગઈ છે. ​આ અકસ્માત માંગરોળ તાલુકાના મક્તુપુર ગામની સીમમાં આવેલ 'ઠેબાર બાગ' નજીક સર્જાયો હતો. ઠેબાર બાગના મુખ્ય ગેટમાંથી એક બોલેરો ગાડીનો ચાલક પોતાના વાહનને ગફલતભરી રીતે રિવર્સમાં હાઈવે રોડ તરફ કાઢી રહ્યો હતો. આ જ સમયે રહીજ ગામ તરફથી આવી રહેલા બાઈક સવાર ગોવિંદભાઈ જગમાલભાઈ રામ પોતાનું મોટરસાયકલ લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. બોલેરો ચાલકે હાઈવે પર પાછળથી આવી રહેલા વાહનોની પરવા કર્યા વિના કે જોયા વગર અચાનક જ બોલેરો રિવર્સમાં લીધી હતી, જેના કારણે રહીજ તરફથી આવી રહેલા બાઈક સવાર ગોવિંદભાઈ રામ કંઈ સમજે તે પહેલાં જ બોલેરો ગાડીએ તેમને જોરદાર ઠોકર મારીને હડફેટે લીધા હતા. ​આ અકસ્માત એટલો ભયાનક હતો કે બોલેરોની જોરદાર ટક્કર વાગતા જ બાઈક સવાર ગોવિંદભાઈ રોડ પર પટકાયા હતા અને તેમને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓ થવાના કારણે ગોવિંદભાઈ જગમાલભાઈ રામનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ​અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો અને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા આ અંગેની જાણ માંગરોળ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ તાકીદે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળીને તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. હાઈવે પર રિવર્સમાં વાહન કાઢવાની બોલેરો ચાલકની ઘોર બેદરકારીએ એક હસતા-રમતા પરિવારનો માળો વિખી નાખ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા બોલેરો ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત શહેરમાં 8 કલાકમાં 10 ઈંચ વરસાદથી જળબંબાકાર:2 દિવસમાં 7 લોકોનાં મોત; સિટી, BRTS અને ST બસ વ્યવહાર ઠપ્પ; ખાડીની સપાટી વધતા 2100 લોકોનું સ્થળાંતર
    Next Article
    સતાધાર બ્રિજ પર મંજૂરી વગર શૂટિંગ થતા ફરિયાદ:ગુજરાતી ફિલ્મની પ્રોડક્શન કંપની સામે કાર્યવાહી, વીડિયોમાં દેખાતા તમામ લોકો સામે એક્શન લેવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment