Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ રેલવે સ્ટેશન બહાર બુલેટમાં આગ લાગી:પાર્સલમાં મંગાવેલી બાઈકમાં પેટ્રોલ ભરતી વખતે ઘટના બની

    13 hours ago

    વલસાડ રેલવે સ્ટેશન બહાર પાર્ક કરેલી રોયલ એનફિલ્ડ બુલેટ બાઈકમાં આગ લાગી હતી. આ ઘટનામાં સ્ટોલ સંચાલકો અને રિક્ષાચાલકોની સમયસૂચકતાથી આગ પર કાબુ મેળવી લેવાયો હતો. GJ 03 F 9525 નંબરની આ બાઈક તેના માલિક દ્વારા ટ્રેન મારફતે પાર્સલમાં મંગાવવામાં આવી હતી. રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ માલિકે તેમાં પેટ્રોલ નાખી સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કરતા અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાની સાથે જ આસપાસના લોકો અને વાહનચાલકો દૂર ખસી ગયા હતા. જોકે, નજીકના સ્ટોલ વેન્ડરો અને રિક્ષાચાલકો તાત્કાલિક ફાયર એક્સ્ટિંગ્વિશર સિલિન્ડર અને પાણી લઈને દોડી આવ્યા હતા અને તેમની મદદથી આગને કાબુમાં લીધી હતી. ઘટના બાદ મેકેનિકને બોલાવવામાં આવ્યા હતા. મેકેનિકે સ્થળ પર તપાસ કરતા જણાવ્યું કે, બાઈકની બોડીમાં ક્યાંક અર્થિંગ આવતું હોવાને કારણે આ આગ લાગી હોઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની સાત સમિતિના ચેરમેન વરણી:કારોબારી, સામાજિક ન્યાય સહિતના અધ્યક્ષો જાહેર
    Next Article
    વીજવાયર તૂટીને મહિલા પર પડ્યો, બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી:દહેગામના હાલીસા ગામનો બનાવ, UGVCLની ઘોર બેદરકારીથી પરિવાર-ગ્રામજનોમાં રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment