Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની સાત સમિતિના ચેરમેન વરણી:કારોબારી, સામાજિક ન્યાય સહિતના અધ્યક્ષો જાહેર

    12 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી કરવામાં આવી છે. જિલ્લા પંચાયતની સાત સમિતિઓના ચેરમેન તરીકે સભ્યોની નિમણૂક જાહેર કરાઈ છે. આ નિમણૂકો સમિતિઓના સુચારુ સંચાલન અને વિકાસલક્ષી કામગીરીને વેગ આપવા માટે કરાઈ છે. કારોબારી સમિતિના ચેરમેન તરીકે અજયસિંહ શિવરાજસિંહ રાણાની વરણી થઈ છે. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે નાનજીભાઈ કુંવરલાલ પરમાર, આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે નટુજી પથુજી ઇલોરિયા, અને બાંધકામ સમિતિના ચેરમેન તરીકે ભગોરસિંહ ધનશ્યામસિંહ રાણાની નિમણૂક કરાઈ છે. વધુમાં, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન તરીકે મુનાલાલ ગોરધનલાલ સાપરા, ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિના ચેરમેન તરીકે રાજુભાઈ મેરામભાઈ કરપડા, તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે જશુભાઈ વિરસંગભાઈ સોલંકીની વરણી કરવામાં આવી છે. આ નવા ચેરમેનોની નિમણૂક બાદ જિલ્લાના વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવા નિયુક્ત તમામ ચેરમેનોને અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ સુરેન્દ્રનગર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરત શહેરમાં 8 કલાકમાં 10 ઈંચ વરસાદથી જળબંબાકાર:ST બસ વ્યવહાર ખોરવાયો, NDRF-SDRF તૈનાત; ખાડીની સપાટી વધતા 2100 લોકોનું સ્થળાંતર
    Next Article
    વલસાડ રેલવે સ્ટેશન બહાર બુલેટમાં આગ લાગી:પાર્સલમાં મંગાવેલી બાઈકમાં પેટ્રોલ ભરતી વખતે ઘટના બની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment