Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં રસોઈયાનું કરંટ લાગતા મોત:વરસાદી પાણી ભરાયેલા પાર્કિંગમાં દુર્ઘટના, તપાસ શરૂ

    8 hours ago

    વલસાડના હાલર વિસ્તારમાં આવેલા જમના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આજે સવારે વીજ કરંટ લાગવાથી 31 વર્ષીય રસોઈયાનું મોત નીપજ્યું હતું. ભારે વરસાદને કારણે પાર્કિંગમાં પાણી ભરાયેલા હતા, ત્યારે આ દુર્ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર, વલસાડ શહેરમાં આજે વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મૃતક કૈલાસ કુશવા (ઉંમર 31) વલસાડના તિથલ રોડ પર આવેલી “બેને મેંગલોર” કેફેમાં કૂક તરીકે ફરજ બજાવતા હતા. આજે સવારે કૈલાસ કુશવા કોઈ કામસર એપાર્ટમેન્ટના પાર્કિંગ વિસ્તારમાં નીચે ઉતર્યા હતા. તે સમયે પાણી ભરાયેલા હોવાથી તેમને અચાનક વીજ કરંટ લાગ્યો હતો અને તેઓ સ્થળ પર જ ઢળી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ બિલ્ડિંગના રહીશોએ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી 108ની મહિલા EMT ચંદ્રાવતીબેન પટેલે પ્રાથમિક તપાસ કરતાં કૈલાસ કુશવાને વીજ કરંટ લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ વીજ વિભાગ (G.E.B.)ને જાણ કરવામાં આવતા તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે, કૈલાસ કુશવાને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં કૈલાસ કુશવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે. પોલીસ અને વીજ વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    આણંદ LCBએ ચોરીની બે બાઇક જપ્ત કરી:પેટલાદમાંથી એક આરોપી ઝડપાયો, બે ગુનાનો ભેદ ઉકેલાયો
    Next Article
    શાપરના રાજવી પરિવારના ઘરે લૂંટ કેસમાં ભાગીયાએ આપી હતી ટીપ:17 જૂને કાળું પક્ષી આડું આવતા અપશુકન માની પ્લાન કેન્સલ કર્યો, બીજા દિવસે લૂંટને અંજાણ આપ્યો; વધુ 4ની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment